MITA PATHAK

Tragedy Inspirational

4.7  

MITA PATHAK

Tragedy Inspirational

ભોલિયો

ભોલિયો

2 mins
757


શિયાળાની સવાર એટલે ગોદડીમાં છૂપાઈને રહેવું ગમે, પણ જો હું નોકરી અને બીજું જોડે એક કામ ન કરું તો ઘરનું પાલનપોષણ કેમ થાય, અને મારી માનો દવા ખર્ચો કેમ નીકળે ? ઠૂંઠવાતો બોલ્યો; દાદા લો પેપર, તમે શું કરવા વહેલા જાગો છો. અમારે કામના લીધે જાગવું પડે છે. બૂમ પાડતો બીજી ક્ષણમાં સાયકલ લઈ આગળ વધે છે. આમ આખાય ગામમાં પેપર નાખતો ભોલિયો ! નામ જેવો જ ભોળો પણ હતો. નોકરી પણ તેની વોચમેન હતી. રાતપાળી જ કરવી પડે. ગરીબને રાતને દિવસ બંને સરખા જ લાગતા. ગામની બહાર એક ઝૂંપડીમાં તેની મા જોડે રહેતો. શિયાળામાં એના ઝૂંપડામાં ઠંડી તો આરપાર થાય. તાપણું કરે તો ઘડીકનો ગરમાવો ને પાછું એનું એજ. રોડ પર સૂસવાટા મારતો પવન ને પાછી ઉપરથી મહાસાગર નદી નજીકમાં વહેતી. ઉનાળો સુખેથી જાય પણ શિયાળો બહું આકરો લાગે. તોયે સુખે દુઃખે હસતા મુખે જીવતો. શિયાળામાં વહેલું જાગવું ને રાતની રાતપાળી બંને બહું અઘરી લાગતી. પણ મા એની બિચારી ચાલી નહોતી શકતી ને પાછી બીમાર, એટલે હિંમત રાખી કામ કરે જતો. ઉમર પણ કંઈ એટલી ન હતી કે બધી જવાબદારીઓ માથે લઈ લે, છતાંય પ્રયત્ન કરતો ભોલિયો.

આ શિયાળાએ પણ ભારે કરી જાણે ગરીબીની પરીક્ષા લેતો હોય એમ માવઠુંને ઉપરથી કરા પડ્યા. મોસમ પણ હવે ગમે ત્યારે ગમે તે વળાંક લેતો. એમાં ભોલીયાની મા વધારે બીમાર પડીને સ્વર્ગે સીધાવી. રડીને રડીને કેટલા દિવસ જાય,ગમે તેમ કરી ઊભું તો થવું ને, પેટ માટે તો વેઠ કરવીને ! ભોલિયો પોતાના રોજિંદા કામમાં મન લગાવ્યું અને જીવનમાં આગળ વધ્યો. એવા જ સમયે ભોલીયાના ઘર પાસે સસલાં બહું આવતા. એટલે તેને તેનું એકાંત દૂર કરવા સસલાંંઓને ઘરમાં લઈ આવ્યો. તે પણ ખીચડી, ભાત રાંધી ખાય ને સસલાંને પણ ખવડાવતો. ધીમે ધીમે ભોલિયો સસલાંંને લીધે માતાને થોડી ભૂલાવી થોડું ખુશમાં રહેવા લાગ્યો. તેને સસલાંઓ માટે કોથળામાંથી ઘર જેવું બનાવ્યું જેથી શિયાળાની ઠંડી એમને ન લાગે. આમ કરતાં તેના જીવનનું ગાડું ગબડવા લાગ્યું.

એક દિવસ ભોલિયો રાતપાળી ગયો છે ત્યાં જ ભૂકંપના આંચકા આવ્યા, ભોલિયો બહુ ડરી ગયો. મારું ઘર અને મારા સસલાં સહી સલામત તો હશે ને ? ઠંડીતો કે મારુ કામ ! મારું તો જીવન જ ડામાડોળ થઈ ગયું છે. શિયાળો ના આવતો હોય તો સારું, આટલી ઠંડીમાં સાઈકલ, ને ઘરે જઈશ, તો હું પણ ઠરી જઈશ. સવાર પડતા ભોલિયો ઘરે પહોંચ્યો ત્યાં જઈને જોયું તો એને ઝૂંપડી ન દેખાય બસ ખાલી તૂટીને પડેલું, વેરણછેરણ અને દૂર દૂર સુધી ઊડી ગયેલા કપડા ને ગાભા દેખાય છે. ભોલિયો આ જોઈ ધબાક દઈને નીચે બેસી જાય છે. હવે શું થશે મારું. પણ ત્યાં જ પગ પાસે ગલી કરતું સસલું જોયું. અપાર દુઃખ હોવા છતા એક નાની મુસ્કાન તેના ચહેરા પર આવી. સસલાંંને જીવતા જોઈ ફરી ઊભો થઈને ભોલિયો ઝૂંપડી બાંધવાની કોશિશ કરે છે. અને પોતાના જીવનમાં આગળ વધે છે. ભોલિયાના જીવનમાંથી હિંમતની પ્રેરણા લેવી જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy