Margi Patel

Drama

5.0  

Margi Patel

Drama

ભગવાનનો દૂત

ભગવાનનો દૂત

5 mins
702


                           કેસુરીપુરા એક ખુબ જ નાનું ગામ હતું. કેસુરીપુરાના લોકો ખુબ જ પ્રેમાળ હતા. હંમેશા એક બીજા ને મદદ કરવા તૈયાર જ રહેતું. પણ ત્યાં એક રંગત નામનું ડાકુઓ નું ટોળું રહેતું હતું. તે કેસુરીપુરા ના લોકો ને ખુબ જ હેરાન કરતુ. લોકો ને પરેશાન કરે , ગમે ત્યારે કોઈ ના પણ ઘરમાં જાય ને તેમનું ખાવાનું લઇ જાય. તેમના છોકરાઓને લઇ ને પોતાની કેદ માં રાખતો. આવી અનેક રીતે લોકોને હેરાન કરતો.

                          જયારે પણ રંગત ડાકુઓની ટોળી નીકળે એટલામાં જ લોકો પોતાનું કામ છોડી ને તરત જ ઘર તરફ દોડવા લાગે. કોઈ આમ દોડે તો કોઈ તેમ દોડે. દોડધામમાં લોકો ને વાગતું પણ ખુબ જ. એમાંય નાના છોકરાઓ ખુબ રડે અને દોડતા દોડતા જો પડી ગયા અને રંગત ડાકુઓની ટોળીના હાથમાં આવી જાય તો તે બાળક ને ત્યાંથી જ પોતાની સાથે લઇ જાય. કોઈને પણ રંગત જોડે જવાની હિંમત જ ના થાય. લોકો સારી સારી ને જીવતા.

                    હજી તો આટલો દર તો કેસુરીપુરામાં થી ઓછો નહતો  એટલા માં કેસુરીપુરામાં બીજો એક અજીબોગરીબ માણસ આવી ગયો. તેનો દેખાવ તે ગામ ના લોકો થી અલગ હતો. કદાવર શરીર,દાંત મોટા-મોટા,ખભે સુધીના વાળ, કેસુરીપુરા થી ખુબ અલગ દેખાતો માણસ હતો. લોકો તે માણસ ને દેખી ને બિવાઈ જતા. ગામના લોકો તેનાથીમ દૂર ભાગતા. ભગવાન ને પ્રાર્થના કરતા કે ' આ શું થઇ રહ્યું છે ગામમાં ? ક્યુ કલંગ લાગ્યું છે ગામમાં. ' તે માણસ થી લોકો દૂર ભાગે. તે બધાને સમજાવવાની કોશિશ કરતો. પણ કોઈ તેના જોડે જતું જ નહિ.

                    એવામાં કેસરીપુરામાં રહેતા એક યુવક સિદ્ધાર્થે તે માણસ જોડેડરતા ડરતા વાત કરી. સિદ્ધાર્થે તતે માણસ નું નામ પૂછ્યું. તે માણસે તેનું નામ ઉમંગ બતાવ્યું. સિદ્ધાર્થ એ થોડી આગળ વાત કરતા કહ્યું કે, "તમે અહીંયા કેવી રીતે આવ્યા? તમે ક્યાંના છો? કે તમે અમને મારવા આવ્યા? અમે તમારું શું બગાડું છે? તમે રંગત ડાકુની ટોળકીમાં થી છો ને??" ઉમંગે સિદ્ધાર્થ ના સવાલોને રોકતા કહ્યું કે, " હું શહેરમાંથી આવું છું. હું તમને કોઈ પણ તકલીફ આપવા નથી આવ્યો. મારો એસિડન્ટ થયો હતો અને જયારે આંખ ખુલી તો હું અહીંયા હતો. મને નથી ખબર કે હું અહીંયા કેવી રીતે આવ્યો. મને કોણ લઈને આવ્યું. મને કંઈજ યાદ નથી. પણ મને એમ કહે કે આ રંગત કોણ છે? જેનાથી પૂરું ગામ બીવાય છે."

            સિદ્ધાર્થે ગામની દરેક વાત ઉમંગ ને જણાવી. રંગત ડાકુ કેવી રીતે ગામના લોકોને હેરાન કરે બધું જ કહ્યું. ઉમંગે સિદ્ધાર્થ ને વચન આપ્યું કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી રંગત ડાકુઓ તમને હેરાન નહીં કરે. સિદ્ધાર્થ ખુશ થઇ ને ગામના લોકો ને કહેવા જતો રહ્યો. પણ સિદ્ધાર્થ ની વાત પર કોઈને પણ વિશ્વાસ કર્યો નહીં. અને ઉપરથી સિદ્ધાર્થ ને બધા લાડવા લાગ્યા. અને કહે કે પહેલા આપણે બચાવશે. પછી રંગત ડાકુ જેવું જ કરશે આપણ ને. ગામમાંથી કોઈને પણ ઉમંગ પર ભરોસો કર્યો નહીં. પણ સિદ્ધાંત ને ઉમંગ પર ખૂબ જ વિશ્વાસ હતો કે ઉમંગ ભાઈ અમને રંગત ડાકુઓથી બચાવી લેશે. 

            એક દિવસે રંગત ડાકુઓ ગામમાં આવ્યા. રંગત ડાકુએ ગામની એક છોકરી રાધાને ઉઠાવી ને લઇ ગયા. ગામવાળા બધા જ પરેશાન થઇ ગયા. અને એક વાત ઉમંગ ને ખબર પડી. તો તરત જ ઉમંગ દોડતો ગામમાં જઈ ને બધાને સમજાવે છે કે આમ બેસી રહેવાથી કઈ જ નઈ થાય. રાધા ને પછી લાવવી હોય તો રંગત ડાકુ જોડે લડવું પડશે. 

           ગામવાળા ઉમંગની વાત ન સાંભળતા પોતાના કામમાં પાછા ફર્યા. પણ ઉમંગ નિરાશ ના થયો. અને રાધા ને કેવી રીતે બચાવવી એમાં લાગી ગયો. ઉમંગ ને ગામવાળાની જરૂરત હતી પણ કોઈને જ ઉમંગ પર વિશ્વાસ મુકવા તૈયાર જ નથી. છતાં ઉમંગ ને એક આશા ની કિરણ દેખાઈ સિદ્ધાર્થ માં. ઉમંગે સિદ્ધાર્થ ની મદદ લીધી. અને સિદ્ધાર્થ તરત જ ઉમંગ ની મદદ કરવા તૈયાર થઇ ગયો. 

           ઉમંગે બધી જ માહિતી એકઠી કરી. ઉમંગે સિદ્ધાર્થ મળી ને રંગત ડાકુની હવેલી માંથી રાધાને છોડાવવાનો અને રંગત ડાકુની ડર ખતમ કરવાનો પ્લાન બનાવ્યો. સિદ્ધાર્થે તેના બનતી બધી જ વસ્તુઓ, શસ્ત્ર, સામગ્રી એકઠી કરી ને ઉમંગ ને આપી. 

            ઉમંગે પ્લાનિંગ પ્રમાણે કામ કરવાનું શરુ કરી દીધું. ઉમંગે ત્રણ દિવસમાં તો રંગતની હવેલીની અંદર જતો રહ્યો રંગતનો દોસ્ત બનીને. ઉમંગે અંદર જઈને રાધાને શોધી. રાધાને શોધ્યા પછી ઉમંગે તેના બીજા નંબર ના પ્લાન પર કામ કરવાનું શરુ કર્યું. 

           ઉમંગ રંગતની હવેલીમાં સિદ્ધાર્થ ને અંદર ના લઇ શકતો. સિદ્ધાર્થ અંદર જાય તો રંગત ડાકુને ખબર પડી જાય. તેથી સિદ્ધાર્થ બહારથી જ ઉમંગને મદદ કરતો. રાધાને શોધ્યા પછી ઉમંગ રાધાને હવેલીમાંથી બહાર નીકળવા જઇ રહ્યો હતો. પણ રાધાને બહાર નીકળતા રંગતના ડાકુઓ ઉમંગ ને દેખી ગયા. અને ઉમંગ ને પણ બંધી બનાવી દીધો. રંગતની કેદમાં રાધા અને ઉમંગ બંન્ને ફસાઈ ગયા હતાં.

           ઉમંગ પકડાઈ ગયો એ ઉમંગના પ્લાનનો જ હિસ્સો હતો. ઉમંગ પકડાયા પછી રાધાને સમજાવે છે કે, ' તેને રાત્રે 2 વાગે પાછળના રસ્તે ડાબું બાજુ સિદ્ધાર્થ ઉભો છે. તારે ત્યાં જવાનું છું. પછી આગળ શું કરવાનું છે એ સિદ્ધાર્થ ને ખબર છે. તું જલ્દી જતી રહેજે. ' રાધા ઉમંગની વાત માની જાય છે. અને સિદ્ધાર્થ સુધી પહોંચી પણ જાય છે. ત્યાંથી સિદ્ધાર્થ રાધાને ગામમાં લઇ જાય છે. અને ગામવાળાને ઉમંગની બધી જ વાતો કહે છે. ત્યારે ગામવાળાને વિશ્વાસ આવે છે કે ઉમંગ સાચ્ચે આપણી જ મદદ કરવા આવ્યો છે.

            ગામવાળા ભેગા થઇ ને રંગતની હવેલીમાં ઉમંગની મદદ કરવા જાય છે. ઉમંગના પ્લાન મુજબ બધા જ ગામ વાળા ને સિદ્ધાર્થ પાછળના રસ્તે લઇ જાય છે. બધાજ ગામ વાળા જોડે કોઈના કોઈ શસ્ત્ર છે જ. બધા જ ગામ વાળા હિમ્મત ભરીને જાય છે. ગામ વાળા બધા જ એકી સાથે અંદર જાય છે. અને બધાએ સાથે જ રંગત ના ડાકુ પર હુમલો કર્યો. ઉમંગને પણ છોડાવ્યો. ગામ વાળાએ રંગત ના ડાકુઓ ને ખુબ જ માર માર્યો. અને ઉમંગ રંગત ને ખૂબ જ માર્યો. અને બધાને સીધા કરી દીધા. 

             ઉમંગે રંગત જોડે પુરા ગામ ને માફી મંગાવી. પુરા ગામમાં રંગત નો ડર હટાવી દીધો. અને ઉમંગે બધાને સમજાવ્યા કે ડર પર જીત મેળવવા માટે પહેલા પોતાના પર વિશ્વાસ મુકવો ખૂબ જ જરૂરી છે. તમે જ્યાં સુધી પોતે જ પોતાના માટે નહીં લડો તો બધા જ તમારા પર રાજ કરી જશે. 

            કેસુરીપુરના લોકો બધા જ ઉમંગ માટે ખૂબ જ સરસ રીતે ઉત્સવ મનાવીને ઉમંગનો આભાર માને છે. ગામવાળાએ ઉમંગ ને ભગવાનનો દરજ્જો આપી દીધો. અને પૂજા કરવા લાગ્યા. કેસુરાપુરાના લોકો માટે ઉમંગ ભગવાનનો દૂત બનીને આવેલો. ઉમંગ ગામવાળા થી બધાથી અલગ હતો પણ તે તેમનો ભગવાન બની ગયો. 

          આજે ઉમંગ ને રાજીખુશી થી વિદાય કરી કેસુરીપુરાએ. ઉમંગ વર્ષમાં એક વાર કેસુરીપુરા જાય જ. ઉમંગ ના ભરેલા સાહસથી આજે ગામના લોકો હવે કોઈનાથી ડરતા નથી. બધાનો સામનો કરે છે.  

           કેસુરીપુરા ગામ હવે ફરીથી ઉલ્લાસ, ઉત્સવ, અને પ્રેમાળ બની ગયું. ગામના દરેક લોકો હવે શાંતિથી ફરી શકે છે. નાના બાળકો બહાર રમી શકે છે. છેલ્લે ઉમંગ ગામને જીવ પાછો આપીને ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama