STORYMIRROR

MITA PATHAK

Tragedy Inspirational

4  

MITA PATHAK

Tragedy Inspirational

ભાઈની યાદ

ભાઈની યાદ

1 min
356

બપોરના આકરાતાપમાં બે માસુમ બાળકો ટ્રાફિક સિગ્નલ આગળ ઝંડા અને ફુગ્ગા વેચી રહ્યા છે. ગાડીમાં આવતી એક સ્ત્રી રોજ તેની પાસે અચુક રોકાય ને ફુગ્ગો ખરીદે.અને ઘણીવાર નાનું મોટું ખાવાનું આપી જતી. મોટીબહેન તે સ્ત્રી સામે સ્મિત સાથે આભાર વ્યક્ત કરતી મોટીબહેન પોતાના ભાઈને અસહ્ય તાપથી બચાવા પોતાના પડછાયામાં બેસાડે અને માથે ભીનો રૂમાલ મુકી આપે. આવતી જતી ગાડીઓને ઝંડો બતાવીને લઈ લો.. સાહેબની બૂમો પાડે. પોતાના ભાઈ ભૂખ્યો ન રહે એટલું ગમે તેમ કરી કમાઈ લે છે.

એક દિવસ તેની આંખોમાં અશ્રુ સાથે પોતાના જ પડછાયા સાથે વાત કરી રહી છે. મારા ભાઈને સુખી જીવનનો પડછાયો મળતો હોય તો તેના માટે હું એકલી મારા પડછાયા સાથે રહી લઈશ. મારા ભાઈને મારી જેમ બાળ મજૂરી નહિ કરવી પડે. ભલું થજો એ 'મા' નું જેને મારા ભાઈને અનાથની જિંદગીમાંથી મુકત કર્યો. બહેન પોતાના ભાઈની યાદને ભૂલવાની કોશિશ કરી રહી છે. સિગ્નલ લાલ થતા જ ફુગ્ગા અને નાનામોટા રમકડાં વેચવા ગાડીએ ગાડીએ જઈ બૂમ પાડીને પોતાનું બાળપણને ભૂલાવી રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy