Sachin Soni

Drama Tragedy Inspirational

4.0  

Sachin Soni

Drama Tragedy Inspirational

ભાઈ માટે આભારી

ભાઈ માટે આભારી

4 mins
89


વહેલી સવારની સૂર્યની કિરણ ઊગતાની સાથે દિયા બહું વહેલી જાગી ગઈ સવારનું કામકાજ પતાવી આજે વહેલી ફ્રી પણ થઈ ગઈ, કારણકે આજે એમના લગ્નની તેરમી વર્ષગાંઠ છે આમતો દિયા લગ્નની વર્ષગાંઠ ઉજવતી નહિ પણ આ દિવસ દિયા માટે ખાસ હોય છે કારણ કે, આજે દિયાની આંખનું રતન એમનો નાનો ભાઈ પ્રથમ અચૂક દિયાને મળવા માટે આવતો અને ઘરેથી મમ્મીના હાથે બનાવેલ મોહનથાળનો ડબ્બો સાથે લાવતો.

દિયા સવારની આજે ઘરના મુખ્ય દરવાજા સામે બેસી ભાઈ પ્રથમની રાહ જોઈ રહી છે અને મનોમન બોલતી રહે છે કેમ આજે આટલું બધું લેટ થયું, ત્યાં ડોરબેલ વાગે છે અને દિયા એકદમ સફાળી ઊભી થઈ જાય છે અને દરવાજો ખોલે છે અને નજરની સામે ભાઈ પ્રથમને જોતાજ એક દમ ખુશ થઈ જાય છે, અરે મારો વીર આવી ગયો પ્રથમ આવીને સીધો દિયાને પાયલાગુ દિમા, કેમ છો તું દિમા ? આવા ભાઈ બહેન વચ્ચે સંવાદો થાય છે.

બંને ભાઈ બહેન આજે બહું ખુશ હતા અને વાત વાતમાં દિયા એ પ્રથમને કહ્યું તું વીસ વર્ષનો થયો પણ હજુ તું મને દિમા કહેવાનું ભુલ્યો નહિ હો ? પ્રથમ તું બોલતા શીખ્યો પહેલી વાર ત્યારે તું દિમા બોલ્યો હતો કદાચ ત્યારે તને દિયા બોલતા નહિ આવડ્યું હોય એટલે દિમા બોલ્યો હશે, ત્યારે પ્રથમ બોલ્યો હા દિમા હું તો તને દિમા કહીશ હું ઘરડો થાવ તો પણ હું તને દિમા કહીશ હો કારણકે તું મારી દીદી કમ મા વધુ છે, હા એ સાચું કહ્યું તે પણ હું તારી મા કેમ બની કદાચ તને નહિ ખબર હોય તારા માટે તો આપણી મમ્મી મૃત્યુ સામે લડી અને તને જન્મ આપ્યો છે અને એ પણ મમ્મીએ તારી ત્રણ બહેન માટે, આટલું બોલી દિયાની આંખમાં આંસુ સરી પડ્યાં, પ્રથમ દિમા તું રડ નહિ ચાલ હું હમણાં બહાર જઈ કેક લાવું છું નહિતર જીજુ કહેશે સાળો ખાલી હાથ આવ્યો.

પ્રથમ આટલું બોલી બહાર જાય છે અને દિયા રસોઈ ઘરમાં જઈ રસોઈની તૈયારીમાં લાગી જાય છે પણ દિયાનું ધ્યાન આજે રસોઈમાં નથી લાગતું, ભાઈ બહેન વચ્ચે થેયેલી વાત દિયાના મનમાં ઘૂમ્યાં કરે છે અને દિયા આજે પોતાના બાળપણની યાદોમાં સરી પડે છે.

માત્ર તેર વર્ષની ઉંમરમાં ધોરણ સાતમા અભ્યાસ કરતી દિયાની માથે ઘરની તમામ જવાબદારી એના માથે આવી જાય છે, જ્યારે દિયા મમ્મી સાથે શહેર સરકારી દવાખાનામાં મમ્મીની તબિયત બતાવવા જાય છે, ત્યારે ડોક્ટર આંટી શું કહ્યું એ તો ન સમજી પણ એટલું કહ્યું કે બહેન તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડશે, તમારી તબિયત બહુ નાજુક છે, ત્યારે મમ્મી બોલી મારું જે થવું હોય એ થાય હું મૃત્યુ સામે લડી લેવા તૈયાર છું પણ મારી દીકરીઓને બસ ભાઈ મળી રહે, આટલું બોલી મમ્મી રડવા લાગી અને ડોકટર આંટી એ દિયાને કહ્યું બેટા મમ્મીની તબિયતનું ધ્યાન તારે રાખવાનું છે જો તારી મમ્મી તારા માટે ભાઈ લાવવાની છે દિયા એકદમ ખુશ થઈ ગઈ.

બંને મા દીકરી ઘરે પહોંચી ઘરે બધાને ખુશાલીના સમાચાર આપે છે ઘરમાં દાદી અને દિયાની બંને બહેનો પપ્પા ખુશ થઈ ગયા, અને બધાના ચેહરા પર રોનક છવાઈ ગઈ, સમય પણ એની ગતી સાથે વહેવા લાગ્યો મમ્મીની તબિયત નાજુક થવા હવે તો દિયાએ શાળા એ જવાનું પણ છોડી દીધું અને મમ્મીનું ધ્યાન રાખવા લાગી, દિયાને મમ્મીના શબ્દો વારંવાર યાદ આવતા આ અમારી ત્રણ બહેનો માટે મમ્મી પોતે કેટલી તકલીફ વેઠી રહી છે મમ્મી હમેંશ કહેતી હું ને તારા પપ્પા છીએ ત્યાં સુધી પછી મારી દીકરીઓ માટે તો પિયરનું દ્વાર હમેશ બંધ થઈ જાય, મને કોઈ દીકરાનો શોખ નથી કે દીકરો આવે તો એ સ્વર્ગ પહોંચાડશે બસ મારી દીકરીઓને ભાઈ મળી રહે એ માટે હું મૃત્યુ સામે પણ લડવા તૈયાર છું.

અને આખરે એ દિવસ આવી ગયો મમ્મીને હોસ્પિટલ લઈ જવામાં આવી ડોકટર આંટી એ દિયાને કહ્યું તું રૂમમાં અંદર જા, જો તારી મમ્મી તને વારંવાર યાદ કરે છે,

દિયા એ ડોકટર આંટીને પૂછ્યું, મમ્મીની તબિયત કેમ છે ? એતો કહો ત્યારે ડોકટર આંટી કહ્યું, બેટા તારી મમ્મીની તબિયત એકદમ સારી છે હવે તું જલ્દી અંદર રૂમમાં જા.

દિયા દોડતી રૂમમાં જાય છે.

દિયા જેવી રૂમમાં પ્રવેશી કે મમ્મીની બાજુમાં એક નાનકડું ગોરું બાળક જોયું અને એકદમ ખુશ થઈ ગઈ, અને દિયાની મમ્મી બોલી જો દિયા આ તારો ભાઈ આવી ગયો, દિયા તરત એ બાળકને ખોળામાં લઈ એમના ગાલ પર મીઠું ચુંબન આપે છે, અને મમ્મીને કહે છે મમ્મી આજથી મારા ભાઈની જવાબદારી મારી તું બસ આરામ કર, દિયાનો આખો પરિવાર આજે ખુશ થઈ ગયો બધાના ચહેરા પર જાણે ચાંદની ચમકી ઊઠી.


Rate this content
Log in

Similar gujarati story from Drama