Kalpesh Patel

Action Thriller Others

4.9  

Kalpesh Patel

Action Thriller Others

ભાઈ અંક - ૩

ભાઈ અંક - ૩

2 mins
1.0K


'ઈસ્કોન મંદિરના પગથિયાં ચડતા ચડતા જગજીવન દાસના મનમાં આ વિચાર રમતો હતો. સિત્તેરમાં વર્ષે પણ ચાલીસ વર્ષ જેવી ફિટનેસ ધરાવતા જગાભાઈ સોઢા મંદિરમાં ઠાકોરજી સમક્ષ હાથ જોડી આશીર્વાદ માંગ્યા,

હાથમાનો ભોગ અને પૂજાપો મંદિરના પૂજારીના હાથમાં પકડાવીને બપોરના જમણવારની તૈયારી ઝડપી આટોપવા તાકીદ કરી. પૂજારીએ થાળનો ભોગ ભગવાનને ધરાવ્યો. ભગવાનને ધરવેલો પ્રસાદ જગભાઈ અને ગુંજનને પાછો આપ્યો. એ પ્રસાદ મંદિરના પરિસરમાં બેઠેલા સર્વ ભકતોમાંવહેચવા લાગ્યા.

મંદિરમાં હાજર બધાને પ્રસાદ વહેચાઈ ગયો એટલે ગુંજન અને વિનય મંદિરના રસોડા તરફ ગયા. ત્યાં કામ કરતાં રસોઈયા, મદદગાર બાઈઓ બધાને પ્રસાદ આપી, રસોઈમાં મદદ કરવા લાગ્યા. આ લોકોના મો પર સંકોચ સાથે આશ્ચર્ય હતું, કારણકે આજ સુધી ભંડારા વખતે મદદ માટે કોઈ રસોડા સુધી લાંબુ ન થયું હતું. ગુંજને વાસણ સાફ કરતી બાઈઓ સાથે બેસી રહીને કામમાં હાથ બટાવ્યો. અને વિનયે બુફે કાઉન્ટર ઉપર વિતરણમાં મદદ કરી તેમજ મંદિરના પરિસરની આસપાસ છૂટા હાથે જમણ માટેના પેકેટ વહેચાઈ ગયા પછી તેઓએ મંદિરના કર્મચારીઓ સાથે પ્રસાદ લીધો, અને જ્યારે તેઓ ગાડીમાં ઘર તરફ નીકળ્યા ત્યારે પહેલી વાર પૈસાનો સદુપયોગ થયો તે વિચારથી જગભાઈ મલકી રહ્યા.

ત્યાં ગુંજનના એક મનમાં વિચાર રમતો હતો. ત્યારે તેણે જગાભાઈને કહ્યું, 'મોટi ભાઈ મારે ફિલ્મમાં ગાયિકા બનવું છે , તમે પેલા ડી'સોઝા ડીકોસ્ટાને કહો ને મને તેના રિયાલીટી શોમાં વાઈડ કાર્ડથી બ્રેક આપે, મે બહુ મહેનત કરી છે, અને આશા છે કે હું બહુ નામ કમાઈશ.'

વિનયે લોમોઝિન કારમાં રહેળ ટીવી ઓન કર્યું હતું, અને ન્યૂઝ ચેનલમાં ફ્લેશ થઈ રહેલા બ્રેકિંગ ન્યૂઝ તરફ ભાઈને ઈશારો કર્યો. એગ્રી કલ્ચર મિનિસ્ટર માવલેકરના દીકરા સોહન માવલેકરને તેના ઘરની લિફ્ટમાં નડેલો અકસ્માત.લિફ્ટનો દરવાજો બંધ થાય તે પહેલા લિફ્ટ ચાલુ થવાથી સોહનનો એક પગ કપાઈ જાંગથી છૂટો થઈ ગયો ગયો. સોહનની હાલત હવે સુધારા ઉપર છે પરંતુ તેના કપાયેલા પગની નર્વ્જ ખરાબ રીતે કચરાઇ ગયેલી હોવાથી ડોક્ટરોની ટીમ કપાયેલા પગને જોડવાંમાં આ સમર્થ રહ્યા છે.

જગભાઈએ આંખ બંધ કરી ડોકી જુકવી માર્મિક નજર વિનય તરફ નાખી અને એક બગાસું ખતા બોલ્યા, 'ગુંજન, તારી આ વાત ખોટી. ભિખારી વૃતિથી કદી કાયમી સફળતાનો પડાવ ન મળ, "Raise your level", so that industry should behind you.'

ગુંજન બોલી, 'ઓહ ડેડ, આ નવો જમાનો છે, અંહી યોગ્યતા સાથે રેફરન્સ પણ જરૂરી છે"

જગભાઈએ નારાજી દર્શાવી, અને બોલ્યા અરે ગુંજન દીકરા, નાનપણમાં સાધુ-સંતોના ભજનો સાંભળી ગાયકીના રંગેરંગાવું અને ગાયિકા બનવું બંને અલગ વાત છ. તું ચાહે તો ખુદની ટીવી ચેનલ શરૂકરી શકે છે, અને તે જ ટ્રેક તારાં માટે યોગ્ય રહેશે. કોઈના સહારે એક સામાન્ય ગાયિકા બનવામાં શું ફાયદો થશે ? તે મારા સમજની બહાર છે.'

'ના, મોટાભાઇ મે બરાબર વિચાર કરીને તમને રજૂઆત કરી છે. જગાભાઈએફરી એક માર્મિક નજર વિનય તરફ નાખી ગુંજનની માંગણી માટે તજવીજ કરવા છુપો આદેશ આપ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Action