Kalpesh Patel

Crime Thriller

4.9  

Kalpesh Patel

Crime Thriller

ભાઈ - ૨ - સ્મશાનમાં રજા ન હોય

ભાઈ - ૨ - સ્મશાનમાં રજા ન હોય

4 mins
740


અંધારી આલમના બેતાજ બાદશાહ ગણાતા જગાભાઈની જિંદગી અજીબ હતી. દિવસના અજવાળે જે ડીના હુલામણા નામે પ્રખ્યાત જગજીવનદાસ કાચા પાકા હીરાને કંટ્રોલ કરનારું ભારતનું ડાયમંડ પાવર હબ ગણાતું અને છેક એંટવર્પ સુધી ધાક વાગતી, અને આ ગુજુ બાદશાહ,રાત પડે ને નોખા રૂપમાં તેનો દિવસ જગાભાઈના નામે ઊગે અને “સ્મશાનમાં રજા ન હોય” તે ઉક્તિને સાચી ઠેરવતો” તે અંધારી આલમનો દરબાર ભરી હિસાબ કિતાબ જુવે..વણથાંભયો ક્રમ, “ અવિરત ચાલે.

દીકરીના આદેશે તૈયાર થઈ હજુ બહાર આવે છે ત્યાં વિનય આવ્યો, તેના ઇશારાથી કોઈ ગંભીર વાત હોય તેમ લગતા સીધા મિટિંગ રૂમમાં ગયા અને સ્થાન ગ્રહણ કર્યું ! જોયું તો એક નતમસ્તક બાઈ ઊભેલી હતી.

જગા ભાઈને ખુરશીમાં બેઠેલા ભાળી, તે તેમના પગે ઢળી પડી, અને રડતાં અવાજે બોલી, ભાઈ... મારી મદદ કરો... તે નરાધમે મારી દીકરીની આબરૂ લૂંટી, બરબાદ કરી મૂકી છે, તે માનસિક આઘાતથી વાચા ખોઈ બેસી છે. હું તે પ્રધાનના દીકરા સોહનને પાઠ ભણાવવા માગું છું. તમે કહો તેટલા પૈસા ચૂકવીશ, તે નરાધમ આવતીકાલનો ઊગતો સૂરજ જોવો ન જોઈએ.અને....

જગાભાઈએ...તે બાઈને.. આગળ બોલતા અટકાવી, અને વિનયને ઈશારો કર્યો અને વિનયે ભાઈના કાનમાં કઈક વાત કરી.

જગભાઈએ શર્ટની બાંયના કફલિંગની ક્લિપ સરખી કરી અને તે બાઈને પોતાના પગ પાસેથી ઊભી કરાતા બોલ્યા.. જો સુશિલા, તું કે તારો ધણી બન્નેમાંથી કોઈ મારા સાથી નથી. તારો ધણી તારદેવ પોલીસથાણાનો પી આઈ,અને પાછો તારા દેહની હાટડીનો રખેવાળ. તારા દેહના મબલખ રાજકોય ચાહકો. તમારું આખુય પોત સરકારી સહી સિક્કાવાળું ઊંચું અને રાજકીય કાવાદાવાની દુનિયાનું, આવી વગદાર સોસાયટીમાં અમારૂ કામ નહીં.

તારદેવપોલીસ થાણાનો વંઠેલો પી આઈ, દેવલેકર, તેની પત્ની સુશિલાની એકમાત્ર દીકરી કિરણ મોજશોખના રવાડે ચડી, ચ્રાજ્યના એગ્રી કલ્ચર મિનિસ્ટરના દીકરા સોહનને રવાડે ચડી બરબાદ થઈ ચૂકી હતી.

આગળ જગાભાઈ કઈ બોલે તે પહેલા... આવનાર બાઈ સુશિલા બોલી ઉઠી, ભાઈ... હું મોટી આશા લઈને તમારા દરબારમાં આવી છું. મારી છોકરી કિરણને મૂંગી અને બેસહારા જોઈ, મારો જીવ વેતરાય છે. મને તમે તમારી શરણમાં આવેલી એક અબળા ગણી મદદ કરો, હું તમારો જિંદગીભર અહેસાન નહીં ભૂલું. વખત આવે હું મારા ધણીને પણ આપની સેવામાં હજાર કરીશ, હું તમારા માટે મારો પ્રાણ પણ આપવા અચકાઇશ નહીં.

ભગવાન બચાવે …મને... એવા વખતથી, કે તારા ધણી કે તારી મારે, કે અમારા માણસોને જરૂર પડે.. પણ તું આજે મારી પત્નીની પુણ્યતિથીએ આવેલી છું.. એટલે.. આજે સાંજે સૂરજ ડૂબે.. તે પહેલા તારી છોકરીને યોગ્ય ન્યાય મળી જશે.

~~~~

ચલ ફૂટ,કિરણ ડાર્લીંગ ભાગ અહીંથી, અને સપનાઓ પર લગામ રાખતાં શીખી જા.

"અરે સોનુ... સોહન ચાલ ઉઠ હવે જો સૂરજ માથે આવી ગયો." જીવનમાં મબલખ મોજ માટે અસંખ્ય પુરુષોના પડખાં સેવવા કરતાં એક કસદારને પ્રેમી બનાવી, તેને મોહમાં પાડી, સંસાર માંડવાનાં ખોરા આશયે,રાજ્યના પ્રધાનના પરણેલા દીકરા સોહનને, કિરણ મનોમન પોતાનો માણસ ગણી ચાહવા લાગી. રોજ રાત્રે સોહન તેને ત્યાં આવે અને કિરણ અને તેની માં તમામ સરભરા કરે,અને દરવાજે દેવલેકરની ચોકી. બદલામાં સોહન મબલખ નોટો વરસાવે અને પોતે અને પોતાના બાપે દિવસ દરમિયાન કરેલા વિવિધ કારનામાંની દારૂના નશામાં ડંફાસ ભરી વાતો કરે.

કિરણ રોજબરોજની વાત સાંભળી વિચારવા લાગી, " આ પ્રધાનનો દીકરો સોહન જો મારો સૈયો બને તો માટે તો ધરતી ઉપર સ્વર્ગ. માં અને બાપની ચોકીવાળી નર્કની જિંદગીમાંથી હું છૂટું,ને મારી ગ્રહસ્થી બનાવું." કિરણ રોજ સોહનની અવનવી સરભરા કરે અને પ્રેમરૂપી લાગણીઓના તાંતણાઓમાં સોહનને ફસાવવા ભરપૂર પ્રયાસ કરે. પરંતુ આ સોહન, ખૂંરાટ, નાની ઉમરમાં અનેક ધાટનાં પાણી પી ચૂકેલો, તે આ લલનાના મોહમાં થોડો અટવાઈ જાય ? કિરણે એક વખત બધી જ હિંમત એકઠી કરી સોહન પાસે પોતાના પ્રેમનો એકરાર કર્યો. વાત સાંભળી સોહન મોટેથી હસવા લાગ્યો. સોહનનું બેહૂદું હસવા પાછળનું કારણ કિરણ કંઈ જ સમજી શકી નહીં. પણ સોહનનું હાસ્ય પૂરું થતા જ પલંગ પર પગ પાસે બેઠેલી કિરણને જોરથી લાત પડે છે. "તું મારી પત્ની બનીશ !! તું ભૂલી ગઈ હું કોણ છું ? તારા જેવી કેટલીય મારી જિંદગીમાં આવી હશે ! જો બધાની સાથે પરણતો ફરું તો... જા કિરણ ડાર્લીંગ જતી રહે અહીંથી અને સપનાઓ પર લગામ રાખતાં શીખી જા. તારે દેશ દુનિયા ફરી મોજ મજા કરવી હોય તો, એ વ્યવસ્થા થઈ જશે પણ આવી પ્રેમ-પ્યાર જેવી બેતુકી વાતો ન કર." કિરણે સેવેલાં સ્વપ્નો એક ઝાટકે પત્તાના મહેલ માફક પડી ભાંગ્યા. “સોહન પણ આપના પ્યારનું બીજ મારા પેટમાં પાંગળી રહ્યું છે તેનું શું ?”,“તેનો નિકાલ કરી દે, મારે લપ ના જોઈએ”..સોહને બિસ્તર ઉપરથી ઊભા થતાં રાડ પડી.પરંતું કિરણ તરફથી કોઈ જવાબ ન મળ્યો, સોહનના અકલ્પ્ય વ્યવહાર અને પેટમાં લાગેલા લાતના ઘા થી તે બોલવાની ક્ષમતા ખોઈ ચૂકી હતી, સોહન તો કિરણને મૂંગી જોઈ,ખંધું અટહાસ્ય કરી નિશ્ચિંત થઈ નીકળી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Crime