Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

ભાગ્ય અને રાશિ ફળ

ભાગ્ય અને રાશિ ફળ

1 min
153


મિહિર અને મનોજ પાકા મિત્રો હતા. એકજ શેરીમાં બાજુ બાજુના ઘરમાં રહેતા હતા. સાથે સ્કૂલે જતા સાથે નાસ્તો કરતા, સાથે હરતા ફરતા. બંનેને એકબીજા વગર ચાલે જ નહીં. બંનેનું બારમું ધોરણ ચાલતું હતું. બંને સાથે વાચતા.

પરંતુ મિહિર રાશિ અને ચોઘડિયામાં માનતો હતો. તે મહેનત ઓછી અને ભાગ્ય પર ભરોસો વધારે કરતો હતો. મનોજ એને ઘણીવાર સમજાવતો કે મહેનત વગર કશું જ નથી. તું મહેનત કર આમ ગ્રહોના ચક્કરમાં ના પડ, પણ મિહિર માનતો નથી અને કહે છે ભાગ્યમાં લખ્યું હોય તેજ થાય છે.

બારમા ધોરણનું રીઝલ્ટ આવે છે મનોજ ૮૦% ટકાથી પાસ થાય છે. અને મિહિર ફક્ત પાસિંગ માર્કસથીજ પાસ થાય છે. બારમા ધોરણ પછી મનોજને ગવરમેન્ટ કોટામાં એમ.બી.બી.એસ.માં એડમીશન મળી જાય છે. અને મિહિરને બી.એસ.સી.માં એડમીશન લેવુ પડે છે. તેમ છતાંય મિહિર જ્યોતિષી અને ગ્રહોના ચક્કરમાં પડ્યો રહે છે. મહેનત માટે વિચારતો જ નથી. ભાગ્યના ભરોસે બેસી રહે છે.

આજે સાત વર્ષ પછી.મનોજ એક સારામાં સારો ગાયનેકોલોજિસ્ટ છે અને મિહિર જોબ માટે અહીથી ત્યાં ભટક્યા કરે છે. અને જ્યોતિષના ઘરના ચક્કર કાપ્યા કરે છે. મનોજ મહેનત અને આત્મવિશ્વાસમાં વિશ્વાસ કરતો હતો. જ્યારે મિહિર ભાગ્યના ભરોસે બેસી રહેતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy