અનિરૂધસિંહજી ઝાલા

Abstract Horror Tragedy

3  

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Horror Tragedy

બેવફાઈની વસમી વેદના

બેવફાઈની વસમી વેદના

3 mins
195


પોતે વિહરતુ પંખી બની સપનાનાં આકાશમાં ઊડીને પોતાના પ્રેમી પર પૂરો ભરોસો કરી ગરીબ ઘરની યુવતી કવિતા પોતાનાં વહાલા કિશનને મળવા વહેલી પરોઢે જઈ રહી હતી. 

મોઢેરા સૂર્યમંદિરે પહોંચતા જ કિશનને નિહાળી તે ખુશ થઈ ગઈ. સુર્યમંદિરમાં બેય દર્શન માટે ગયાં. એ જ સમયે ઉગતાં ભાણનું પહેલું કિરણ મંદિરમાં પડતાં જ મંદિરમાં ભીતરથી પણ જાણે સૂર્ય પ્રગટતો હોય તેમ આખું મંદિર ઝળહળી ઉઠ્યું. સૂર્યપૂજા, સ્તુતિ, અને આરતી થવાં લાગી ખુબ જ મંગલમય વાતાવરણ બની ગયું. મંદિરની ભીતર મંદિરમાં અપ્સરાઓનું નાચગાન અને પ્રણયલીલાનાં શિલ્પ સ્થાપત્યો નિહાળી આ પ્રેમી યુગલ ખુબ જ ખુશ થતાં ગર્ભગૃહમાંથી પાછાં ફરતાં ચમકતાં સૂર્યનુ કિરણ કવિતાનાં મુખ પર પડતાં તેનું તેજોમય મુખ કિશનને મનભરીને નિહાળતો જોઈ કવિતા શરમથી લાલ બની ગઈ. દર્શન બાદ સૂર્યકુંડની પ્રદક્ષિણા કરી બંને બાજુમાં આવેલા સુંદર બગીચામાં ગયાં.

પ્રેમ હવે છલકાવા લાગ્યો હતો. આજે તે કિશનને પોતાનાં લગન માટે તેનાં માતાપિતાને વાત કરવાનું કહેવાની હતી. 

એકાંત મળતાં જ તે કિશનને વહાલથી ભેટી પડી. તેણે કિશનને કહ્યું,.. 

"કિશન મારા પિતાજી મારાં લગન માટે ઉતાવળ કરે છે. તું તારા માતાપિતાને આપણી વાત કરીને આપણા લગન માટે ઉતાવળ કરજે."

"વિરહ તણી વેદના, મુજથી ન સહેવાય 

 પિયુ વસે જો દૂર તે પ્રિયાથી ન સહેવાય"

કિશન ધીરેથી બોલ્યો,.. 

" વહાલી કવિતા મારી હાલત સમજ તો ખરી. હું મારાં પિતાજી સામે એક શબ્દ પણ બોલી શકતો નથી."

કવિતા ગુસ્સે થઈ બૉલી,.. "તો મારે હવે શું કરવું ?"

" ના ના કવલી.. !" કહીને ગાલ પર ચુંબન આપતાં કિશન બોલ્યો,.. 

"તારાં જેવી સુંદર પ્રેમિકાને છોડી ક્યાં જઈશ ? "

મુખડું તારૂ મલકેને હૈયું મારુ છલકું 

જોમવંતું જોબન જોઈ મન મારુ બહેકે"

 કવિતા કિશનનો ભરપૂર પ્રેમ જોઈને તેની વાત માની ગઈ હતી. અને એકબીજાની બાહોમાં સમાઈને પ્રણયલીલામાં વ્યસ્ત બની ગયેલાને છેક બપોરે પોતપોતાના ઘેર પાછાં ફર્યા હતાં.

 ત્યારબાદ ઘણો સમય થયો પણ કિશનનો કોન્ટેક થયો નહિ. ફોન કર્યો પણ નંબર બંધ હતો. આખરે કવિતાએ તેના પિતાજીને વાત કરતાં પિતાજી કિશનના ઘેર ગયા. કિશનના ઘેર મંડપ બંધાઈ રહ્યો હતો. મંડપના મુખ્ય દરવાજે ડેકોરેશનમાં પરણનાર યુગલમાં વરરાજા કિશનનું નામ અને તારીખ વાંચીને તેમને જાણવાં મળ્યું કે કિશનના કાલે લગન છે. ભારે હૈયે પાછાં વળીને તેમણે કવિતાને સઘળી વાત કરતાં, ખુબ આઘાત લાગતાં કવિતા દોડીને કિશનનાં ઘેર ગઈ. 

 કવિતાને દૂરથી દોડતી આવતી જોઈ ચાલાક કિશન દોડીને બહાર આવીને દરવાજે મળ્યો. નિર્દોષ કવિતા કિશનને જઈને ભેટી પડીને રડવા લાગી. પણ કિશન તો જાણે બદલાઈ ગયો હતો તેણે કવિતાને કહ્યું,.. 

"કવિતા જો મારા પિતાજીએ મારા લગન નકકી કર્યાં છે અને હું પિતાજીની આજ્ઞાનું પાલન કરી રહ્યો છું. હવે તું પણ તને ગમે ત્યાં લગન કરી લેજે. પરણ્યા બાદ પણ આપણે એકબીજાને મિત્ર તરીકે ખાનગીમાં તો મળતાં જ રહીશું."

 હવે કવિતાની ધીરજ ખૂટી ગઈ,.. 

"તે બોલી ઉઠી,.. " નામર્દ છે તું કિશન.. ! તું મિત્રતાને પણ લાયક નથી. તેં મારી જિંદગી સાથે રમત રમી છે. તને ભગવાન કદાપિ માફ નહિ કરે..!"

કિશન કાંઈ બોલે તે પહેલાં કવિતાએ પોતાની થેલીમાંથી કેરોસીનની બોટલ કાઢીને રડતાં રડતાં પોતાનાં શરીરે છાંટી દીધુંને તરતજ લાઇટરથી પોતાનાં શરીરને આગ ચાંપી. ગભરાયેલ કિશને દોડીને મંડપનું ગાદલું સળગતી કવિતા પર નાંખી માંડ આગ બુઝાવીને બેહોશ કવિતાને તાત્કાલિક હોસ્પિટલ ભેગી કરી.

 હોસ્પિટલમાં સારવાર બાદ કવિતા ભાનમાં આવતાં જ પોલીસના ડરથી ગભરાયેલો કિશન બોલ્યો,.. 

"કવિતા પોલીસને કાંઈ ના જણાવતી. જો પિતાજીને સમજાવીને હું તારી જોડે લગન કરવા કોશિશ કરીશ."

કવિતા બોલી,."ડર નહિ કિશન હુ કાંઈ નહિ બોલું, પણ કિશન મને માફ કરજે..! આકાશે વિહરતું પંખી ઘવાઈને ભોંય પટકાતાં પાંખો તૂટી જતાં ઊડી ન શકે, તેમ હવે હું પ્રેમમાં ઘવાઈ છું. હવે હું તારી સાથે લગન નહિં કરી શકું. 

કિશન ખુશ થઈ ચાલ્યો ગયો, કવિતાના આંસુથી ઓશીકું ભીંજાઈ ગયું.

બહાર ખુબ ખુશીમાં ચાલતાં કિશનને અચાનક એક વાહને ટક્કર મારતાં તેની હાલત ગંભીર બની. હોસ્પિટલમાં તેનાં બંને પગ કપાવા પડ્યાં. આઈસીયુ રૂમમાં કવિતાનાં બાજુનાં પલંગમાં જ તેને રાખવામાં આવ્યો. પણ કવિતાને મન હવે તે ભૂતકાળનો માત્ર બેવફા પ્રેમી હતો. અને તે પોતાનાં કર્મોની સજા ભોગવતો નામર્દ યુવાન હતો. હોસ્પિટલથી રજા મળતાં જ તેણે તરફડતાં કિશન તરફ નજર પણ નાખ્યાં વિના વહાલા પિતાજી સાથે પોતાનાં ઘર તરફ પ્રયાણ કર્યુ. કોઈના હૃદય સાથે રમત રમવાનું પરિણામ કિશનને ભગવાને જાણે તરત જ આપી દીધું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract