STORYMIRROR

Sangita Dattani

Tragedy Inspirational

4  

Sangita Dattani

Tragedy Inspirational

બેનડી મારી

બેનડી મારી

2 mins
334

સુધાની સગી બહેન એની બાજુમાં જ હતી પણ ઓળખી શકતી ન હતી. એની સામે જ જોયા કરતી હતી. સુધાએ તેને નામ દઈને બોલાવી, "કેમ છે બહેના ?"

તો સુધાને કહે, "તમે કોણ છો ? અને હું તમને ઓળખતી પણ નથી."

સુધા ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડી હતી. તેની મોટી બહેન સોનલને જોઈને પણ તે કંઈ જ કરી શકે તેમ ન હતી. કારણકે તે લાચાર હતી. 

સંજોગો જ એવા ઊભા થયાં હતાં કે ઘરના બધા જ લોકો મૂંઝાઈ ગયા હતા. સોનલ એક યુનિવર્સિટીમાં લેબટેકનિશ્યન હતી. સાંઈઠ જ વર્ષની નાની ઉમરમાં આ ભયંકર રોગ લાગુ પડ્યો હતો. પચીસ વર્ષ તો તેણે યુનિવર્સિટીમાં કામ કર્યું હતું. તેની આ સેવાને બિરદાવવા માટે પરિવાર સહિત યુનિવર્સિટીએ એક ભવ્ય સમારંભનું આયોજન કર્યું હતું. પચાસેક લોકો તો સોનલના પરિવારનાં જ હતાં. તે ઉપરાંત તેમની બહેનપણીઓ, સહભાગી કાર્યકરો, યુનિવર્સિટીના ડીન વગેરે સુસજજ થઈને પોતપોતાના ટેબલ પર ગોઠવાઈ ગયાં હતાં. તેનીરંભની શરૂઆત થઈ. તાળીઓના ગડગડાટ થયાં. ૨૫ વર્ષ સેવા આપવા બદલ સોનલને સ્ટેજ પર બોલાવવામાં આવી. સોનલના હસબન્ડ તેને સ્ટેજ પર લઈ જતા હતા. ત્યારે સોનલે પૂછ્યું, "આપણે ક્યાં છીએ !?" તેને કશું જ યાદ ન હતું. પરિવારનાં દરેક સભ્યએ તેને યાદ અપાવવાની કોશિશ કરી પણ વ્યર્થ. 

અંતે સોનલના હસબન્ડે પુરસ્કારનો સ્વીકાર કર્યો. છે છતાં નથી જેવી ભાવનાઓ સુધાના મનમાં ઉભરાઈ રહી હતી. આ તે કેવો વિયોગ ! 

ત્યારપછી સોનલના દીકરા નિહારે સોનલની બીમારી વિશે જાણકારી આપી. અને છેલ્લે કહ્યું, "પ્લીઝ બધા, ખાસ કરીને મોટી ઉંમરના લોકો એકબીજા સાથે હંમેશા સંપર્કમાં રહેજો. ફોન પર, મંદિરમાં કે બગીચામાં મળતાં રહેજો. જેથી ડિમેંન્શિયા નામની આ બીમારીનો રાક્ષસ વધુ લોકોને ભરખી ન જાય."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy