Kalpesh Patel

Drama Horror Thriller

5.0  

Kalpesh Patel

Drama Horror Thriller

બચાવો - 2

બચાવો - 2

3 mins
1.4K


પરદાદાના વખતની સોહનલાલની આ ગુલમહોર હવેલીને ભલે લોકો ભૂતિયા મહેલ કે શાપિત હવેલી કહેતા પરંતુ આ હવેલી ઘણી રીતે બીજા કરતાં અલગ હતી, પરદાદાના વખતની આ હવેલી લગભગ સાત એકરના વિશાળ ફલકમાં પથરાયેલી હતી. તેમાં લગભગ બધાજ ટોપીકલ ફળોના ઝાડવાઓ કાબેલ માળીની નજર હેઠળ જળવાયેલ હતા. લગભગ અડધો કિલોમીટરના એપ્રોચ રસ્તો વટાવી સોહાનલાલની મર્સિડિજ હાઉસ પાસે પહોચી અને, બરાબર તે વખતે કોઈ સ્ત્રીની ચિખનો અવાજ તેઓએ તથા લખુએ સાભળ્યો. સોહનલાલ, થડકારો ખાઈ ગયા, કઈ અજુગતું બન્યું હોય તેમ તેમને લાગતાં તેઓ એ લખુની સામે જોયું, લખું પણ ચિખના અવાજથી અવાચક હતો. ગાડીમાંથી બંને બહાર નીકળ્યા ત્યારે નભમાં ચંદ્ર જાણે કોઈ આવનારી આફતથી કંપતો હોય એમ નાની-નાની વાદળીઓ પાછળ લાંબો વખત સુધી ઘડીએ ઘડીએ છૂપાઈને પોતાની શીતળ છાયા વારેવારે સમેટી લેતો હતો.

મુશ્કેલીઓ અને દુઃખ વચ્ચે બહુ ફર્ક છે. ખરું દુઃખ કોને કહેવાય એ અત્યારે સોહનલાલને ખરેખર સહન કરવાનું આવ્યું ત્યારે જ સમજાયું તેમની પાસે કોઈને પણ, તેમનું જીવન જોઈને ઈર્ષ્યા થાય એવું સુખ હતું પણ અત્યારે તેઓ બેચેન હતા. લખું દરવાન સમજી ગયો કે એક શ્રીમંતની અતૂટ મમતા પાછળ એક સાધારણ પિતા પણ છે. શેઠ ચાલો તમારા ઉપર શ્રીજીના ચારેય હાથ હજુ છે, માટે ચિંતા ના કરો.

‘સોહનલાલ અને લખુંએ જ્યારે હવેલીના દીવાનખાનામાં પગ મૂક્યો ત્યારે, ખંડમા ખટ...ખટ...કટ ખટ.. ખટ..કટનો અવિરત અવાજ આવતો હતો, અને તેમાં તેમના પરદાદાના જમાનાનું જર્મનીનું ફ્લોર ક્લોકનો ટક-ટકારો ત્યાં પ્રસરેલી નીરવ શાંતિ ને ખંખોળતો ડરવણો લાગતો હતો. દીવાનખંડના દીવા હજુ બેલ્જિયમ ના ઝૂમમરમાં ઝગમગતા હતા, સોહનલાલની નજર આ જગ્યાથી ટેવાયેલી એક ક્ષણમા તાગ મેળવી લીધો, તરતજ બાજુના રૂમમા દોડ્યા, અને ગ્રામોફોનની પતી ગયેલી રેકર્ડ ઉપરથી આર્મ ઉપાડી રેકર્ડ પ્લેયર બંધ કરી ખટ-કટના અવાજ બંધ કર્યો. અને જોયું તો ચોકની સામેના આવેલા એન્ટિકરૂમમાં પણ લાઇટો ચાલુ હતી, તેઓ ત્યાં ગયા અને તેમની પાછળ લખું પણ દોરવાયો. અહીં તેઓને બાપદાદાએ તેઓના જીવનકાળ દરમ્યાન શિકાર કરેલા પશુઓને દવા ભરી સાચવેલા હતા.

સોહનલાલે આ રૂમમા આવતાવેત જોયું તો આદમ કદનું સાબરનું બુત નીચી મૂડીએ રીંકલની છાતી ઉપર પડેલું અને સાબરના બે અઢીફૂટીયા શિંગડાથી રીંકલની છાતી ચિરાઈ ગયેલી હતી, તેમાથી લોહી વહી રૂમમાં પથરાએલ અફગાન ગાલીચાની લાલાશમાં વધારો કરી રહ્યું હતું. અને દૂર ખૂણામાં ઊંધા મોઢે આકાશ બેહોશ- નિશ્ચેત હતો તેને પણ માથે વાગેલું હોઇ લોહી નીકળતું હતું. વાતાવરણમા કોઈ મીઠી માદક સુગંધ રેલાયેલી હતી. સમયને પારખીને, લખુંને બહાર જવા સંકેત કરી, સોહનલાલે તરતજ ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસ ચોકીમાં પ્રાથમિક જાણકારી આપી અને તેઓના ફેમિલી ડોક્ટર નિરવને પણ ફાર્મ હાઉસ તેડાવ્યા અને હાઉસની બહાર તેઓની રાહ જોતા લખુની સાથે આવી બેઠા.

ઇન્સ્પેક્ટર શેખર અને તેની તપાસ પાર્ટી થોડાજ સમયમા ફાર્મ હાઉસના અંધારામાં હેડલાઇટના લીસોટા રેલાવતી જીપ સાથે આવી પહોચી. ઈન્સ્પેકટર શેખરે પ્રાથમિક પૂછતાત કરી, અને સ્થળ ઉપરના ફોટા લીધા અને એમ્બુલન્સ બોલાવી રીંકલની બોડીને પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી. એટલામાં સોહનલાલના ફેમિલી ડોક્ટર નીરવ પણ આવી પહોચ્યા અને તેઓએ આકાશને તપાસ્યો, તેને પડવાથી ઉમ્મરાની ધાર માથે વગેલી હતી તેમાથી રક્ત વહી રહ્યું હતું અને અને તેનો પલ્સ રેટ ધીમો પડતો જતો હોઇ, સ્ટેરોઈડ આપી સત્વરે દવાખાને રવાના કરાવ્યો. ઇન્સ્પેક્ટર શેખરે તડબાતોબ ચોકીમાંથી વધારાની કુમક માંગવી, ફાર્મ હાઉસને સીલ કરી, સાઇટ ફોરેન્સિક ડિપાર્ટમેંટને હવાલે કરી દીધી.

સોહનલાલે તેમની ઘેર રહેલા પત્ની સાજનબાને આ બીનાની જાણ કરી અને, રીંકલની માતા- પિતાને લઈ ડોક્ટર નીરવને ત્યાં આવવા જણાવી, તેઓ વગર વિલંબે સીધા હોસ્પિટલ પહોચ્યા ત્યાં સુધીમાં આકાશ ભાનમાં આવી ગયો હતો અને પોલીસના માણસો તેની પૂછતાત કરતાં હતા, તેણે જણાવ્યુ કે પાર્ટી પત્યા પછી થોડો સમય તેઓ પાછળ બગીચામાં ફરતા હતા અને પછી તે રીંકલને ગુલમોહર હવેલી બતાવવા હવેલીમાં લઈ ગયો, દીવાન-ખંડમાથી સ્ટડી રૂમમાં આવ્યા અને મે એલ્વિસ પ્રિસલીના કાંટ હેલ્પ ફોલિંગ ઈન લવ ગીતની રેકર્ડ ગ્રામોફોનમા મૂકી ડાન્સ કરવા રીંકલને કહ્યું થોડા સ્ટેપ પતાવ્યા ત્યાં રીંકલે મને કહ્યું ચાલ આકાશ આપણે “સિંહ સાથે સેલફી” લઈએ, એટલે અમે એન્ટિક રૂમમાં આવ્યા, મે લાઇટ ચાલુ કરી રીંકલ રૂમમાં ગઈ અને હું એર કંડિશનર ચાલુ કરવા ખૂણામાં સ્વિચ પાડવા ગયો કારણકે પાપા કહેતા કે તેના વગર રૂમમા જવું નહીં. એર કંડિશનર ચાલુ કર્યા પછી તેની પેનલ સેટ કરવા, પેનલ પાસે નમ્યો અને મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો પછી શું થયું તે મને ખબર નથી ॰પણ હા, મને બરાબર યાદ આવે છે કે મે રીંકલનના અવાજમાં એવું સાંભળ્યું હતું કે “મેં કઈ નથી કર્યું. આ..આ”... બસ પછી જ્યાર આંખ ઊઘડી ત્યારે માથે પાટો હતો અને  અહીં ડોક્ટર કાકા પાસે હતો.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama