STORYMIRROR

shital Pachchigar

Tragedy Crime Thriller

4  

shital Pachchigar

Tragedy Crime Thriller

બાળમજૂરી એ બાળપણ વેચ્યું

બાળમજૂરી એ બાળપણ વેચ્યું

1 min
423

પાંચેક વર્ષ પહેલાં નયનને તેના પિતાએ રૂપિયાની લાલચમાં વેચી મારેલો. હજુયે ગોરાને દલાલી પેટેના પાંચ હજાર આપવાના જ, જો ના આપે તો ગોરો બાળકોનું જીવન નર્ક બનાવીને દે. ઘરે પાછા આવવાનું તો ભૂલી જ જવાનું ઉપરથી ભીખ મંગાવી કાળી મજૂરી કરાવે. બાળમજૂરથી પણ બદતર દશા કરે ....! ભોલાએ નયનને ક્હ્યું ,"તું જાણે તો છે ... ? તો પછી....? તેનાથી વિરુદ્ધ શા માટે જાય છે.?" તો પણ નયને સાંભળ્યું નહી....,ને આ વાત ગોરો સાંભળી ગયો......! તેણે મુકુંદભાઈને ક્હ્યું નયનને ગામ બોલાવે છે, એવું કહીં લઈ ગયો....? મહીના પછી મુકુંદ ભાઈએ ગોરાને ફોન કરી નયન માટે પૂછ્યું તો જણાવવામાં આવ્યું કે હવે તે ફરી કામ પર નહીં આવે.

થોડા મહિનાઓ પછી એક વાર સિગ્નલ પર કારને ઊભી રાખી ત્યારે.... ભોલાને નયનનો હાથ પકડીને રસ્તો પસાર કરતા જોયો .તે જોઈ મુકુંદ ભાઈએ બૂમ પાડી નયન..નયન...! પણ નયન તો ન સાંભળી શકતો કે ન જોઈ શકતો તેના હાથમાં માત્ર હવે પાત્ર જ હતું....ને ભોલાએ પણ જવાબ......?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy