shital Pachchigar

Inspirational

3  

shital Pachchigar

Inspirational

ઋષિઓનો ઉપકાર

ઋષિઓનો ઉપકાર

2 mins
149


મિત્રો આપ સૌ જાણો છો કે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. શું આપણા ઋષિઓ પાગલ હતા ? કે કાગડા માટે ખીર બનાવવાની ? અને તેને આપીએ તો પૂર્વજોને મળે ? ના, ઋષિઓ ક્રાન્તિકારી વિચારધારાના હતાં. 

ખરું કારણ તો ખરેખર એ છે કે તેઓ દૂરંદેશી હતા. તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ? કે કોઈને ઉગાડતા જોયા છે ? પીપળો કે વડના બીજ મળે છે ? જવાબ છે ના. પીપળા ગમે તેટલા રોપશો પણ નહિ ઊગે. કારણ કે કુદરતે આ બે ઉપયોગી વૃક્ષો ઉગાડવા માટે અલગ ગોઠવણી કરી છે. આ બંને વૃક્ષોનાં ટેટા કાગડાઓ ખાય છે અને એમની હોજરીમાં પ્રક્રિયા થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહીં. કાગડા તે ખાઈને જ્યાં જ્યાં વિષ્ટા કરે ત્યાં ત્યાં આ ઝાડ ઊગે.

પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે નિરંતર અવિરતપણે ઓક્સિજન છોડે છે તેથી તેને અશ્વત્થ નામે પણ ઓળખાય છે. તેના ઔષધિય ગુણો અપરંપાર છે જો આ બે વૃક્ષો જીવાડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે. એ કેમનું ?

....તો કાગડા ભાદરવા મહિનામાં ઇંડા મૂકે અને બચ્ચાં બહાર આવે તો એ નવી પેઢીને તંદુરસ્તી અને ભરપુર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિઓ કાગડાના બચ્ચાં ને ખોરાક મળી રહે એ માટે સૂરજની ગોઠવણ કરી છે જેથી કાગડાની નવી પેઢીએ ઉગરી જાય. આ જ રીતે આપણી પર ઉપકાર કરી આપણી નવી પેઢીને કોઈ વ્યવસ્થિત કુદરતમાં રહેવાની તક શીખવી જાય છે તેમજ કાગડાની નવી પેઢીને સારી રીતે ભરણ પોષણ મળી રહે તે રીતે તેની પર પણ ઉપકાર કરવાનું આપણ ને શીખવી જાય છે. તેથી કોઈ પણ તર્ક દોડાવ્યા વગર આજ કરજો પ્રકૃતિના રક્ષણ માટે અને ચોક્કસ જ્યારે વડ, પીપળો જોશો તો પૂર્વજો યાદ આવશે અને એના કરેલા ઉપકાર પણ યાદ આવશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational