shital Pachchigar

Inspirational

3  

shital Pachchigar

Inspirational

ધરતી પરના ભગવાન

ધરતી પરના ભગવાન

1 min
195


આપણા સમાજમાં હવે ડોક્ટરોને કોઈ ઓળખની જરૂર પડતી નથી. કરોનાકાળ પછી તો ડોક્ટર એટલે બીજા ભગવાન, જે રીતે આપણા મનુષ્ય સમાજને તે સમયે સાચવ્યો હતો. તે ખરેખર સરાહનીય છે. વિકટ પરિસ્થિતિએ જાણે ભગવાનની અનુભૂતિ ધરતી પર છે ને ખરેખર મૂંઝવણે બોલાવતા તે આવી ને સાચવે જ છે. તેવો અનુભવ દરેક ડોક્ટરે તેમની ફરજ સમજીને નીભાવયો હતો. કરોનાકાળમાં તેમની ફરજ નિભાવવા માટે એપણે પોતાના જ ઘણા ડોક્ટર ભાઈઓને પણ ગુમાવ્યા હતા છતાં તેઓ તે બીકના કરણે પણ પોતાની ફરજ ચૂક્યા નહોતા....ને કાર્યરત બની રહ્યા. 

મારી દ્રષ્ટિએ કહું તો, જે પોતાના જીવના જોખમે પણ જીવ બચાવે તે ડોક્ટર. આજે સમાજ ડોક્ટરને માનભરી નજરોથી જુએ છે. પોતાની કે પોતાનાની માંદગી કે પીડા ન જોતા દવા આપીને બીજાને સાજા કરે એ ડોક્ટર, ધરતી પર પોતાના પ્રતિરૂપે મૂકેલ ભગવાનના એ દૂતો જે નિ:સ્વાર્થ ભાવે પોતાની ફરજ પોતાના જીવનો વિચાર કર્યા વગર નીભાવે દરેક જીવને સાચવતાં પોતાની ફરજ નહીં પણ જવાબદારી સમજે છે. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ઘરના કોઈ વ્યક્તિનો જ નહીં પણ પોતાનો વિચાર કર્યા વગર દરેક દર્દીઓને સારવાર પૂરી પાડી તેમનું તકેદારી અને ધ્યાન રાખે તે, ડોક્ટર એટલે....

" જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આશા રાખે છે,

દવામાં ને દુનિયામાં તે વિશ્વાસ રાખે છે, 

ઉઘાડી આંખોના સંબંધો છે માનવીની દુનિયામાં,

જરૂરતથી વધારે ઘરમાં કયાં કોઈ લાશ રાખે છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational