બાળકોને લાશ મળી
બાળકોને લાશ મળી
બાળકો માટે ચાર દિવસનું ટુર આયોજન સ્કૂલમાંથી કરવામાં આવ્યું હતું. ખુબ જ ઉત્સાહ સાથે બધા વિદ્યાર્થીઓએ જવાની તૈયારી બતાવી હતી. માઉન્ટ આબુનું નામ સાંભળતા જ બધા ખુશી ખુશી જવા તૈયાર થઈ ગયા હતા. જવાનો દિવસ આવી ગયો હોય છે. વિદ્યાર્થીઓને સ્કૂલે છોડવા પેરેન્ટસ પણ વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે પહોંચી ગયા હતા. બસમાં સવાર થઈને આબુ તરફ પ્રયાણ કર્યુ. રસ્તામાંથી જ શું શું કરશું એની ઊંડાણપૂર્વકની ચર્ચા વિચારણા બાળકોમાં થઈ રહી હતી. અંતાક્ષરી અને વિવિધ રમતોની રમઝટ બોલાવતા બોલાવતા શોરબકોર સાથે જઈ રહ્યા હતા. સાંજના સુમારે આબુ પહોંચી ગયા. હોટેલ પર જઈને એક કલાકમાં ફ્રેશ થઈ ને બધા નખી લેઈક પહોંચ્યા. રંગબેરંગી રોશનીથી લેઈક જળહળી રહ્યું હતું. જે લેઈકની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. આનંદ ઉલ્લાસ સાથે બધા હોટેલ પરત આવી ગયા કેમકે બીજા દિવસે સવારથી જ ટ્રેકિંગ માટે જવાનું હતું. અને બધા થાક્યા પણ હતા. તેથી જલ્દીથી ડિનર પતાવીને બધા સૂઈ જાય છે.
બીજે દિવસે વહેલા ઊઠી ફ્રેશ થઈને બધા ટ્રેકિંગ માટે નિકળે છે. લોકલ ગાઈડની સાથે બધા પાંચ પાંચની ટુકડીમાં વહેંચાઈ ગયા અને કાફલો જય જવાનના નારા સાથે આગળ ચાલતો થાય છે. ઊંચા પહાડો અને ઝાડ વચ્ચે ગાઢ ધુમ્મસ પણ છવાયેલો હતો.એટલે પાસેનું જ દેખાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. અમારી ટુકડી ધુમ્મસને કારણે બધાથી વિખૂટી પડી ગઈ. હોકાયંત્રને ધ્યાનમાં રાખીને અમે આગળ વધી રહ્યાં હતાં. અમે એકબીજાને પકડીને ચાલતા હતા જેથી અમારામાંથી કોઈ અલગ ન પડી જાય. સૌથી આગળ જે મિત્ર ચાલતો હતો તે અચાનક પગમાં ઠોકર લાગવાથી પડ્યો અને સાથે એકબીજા ખેંચાવાના લીધે અમે પણ એકબીજા પર પડ્યા. શું થયું ? શું થયું ? એવી ચર્ચા ચાલી. પછી બધા ઊભા થયા અને ટોર્ચ વડે નીચે તરફ કરી જોવા લાગ્યા કે ત્યાં છે શું ? સૂકા પાંદડાંઓ દૂર કરીને જોયું તો ત્યાં એક માણસની લાશ હતી. લાશ જોઈને બધા ગભરાઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા.
સદનસીબે અમારો અવાજ સાંભળીને એક વટેમાર્ગુ ત્યાં આવ્યો. તેની મદદથી અમે પોલીસને પણ જાણ કરી. પોલીસને લોકેશન પેલા વટેમાર્ગુએ આપ્યું અને ત્યાંથી તે જતો રહ્યો. માનવતાની રુએ અમે પોલીસ આવી ત્યાં સુધી ત્યાં જ હતા. પોલીસને અમારો પરિચય આપ્યો અને બધી હકીકત કહી. પોલીસ કાર્યવાહી કરે એ માટે અમે પોલીસ સ્ટેશન ગયા. કેમકે લાશ પાસેથી એની ઓળખ થાય કે એ કોણ છે ? ક્યાંનો છે ? એવા કોઈ પુરવા મળ્યા ન હતાં. એટલે લાશનો પોસમોટમ રીપોર્ટ ન આવે ત્યાં સુધી અમારે પોલીસ સ્ટેશન જવું પડે એમ હતું. રાતના ૧૦ વાગવા આવ્યા હતા. અમારા સર પણ ચિંતા કરતા હતા. સરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે અમારા પાંચ બાળકો ખોવાયા છે, જે ટ્રેકિંગ માટે નીકળ્યા હતા. પોલીસે આશ્વાસન આપતા કહ્યું કે તમારા બાળકો સહીસલામત છે અને અહીં પોલીસસ્ટેશનમાં જ છે. ચિંતા કરશો નહિ.
લાશના પોસમોર્ટમ રિપોર્ટ આવી જાય છે. અને બાળકો નિર્દોષ છે એમ સાબિત થાય છે અને બાળકોને સરને સોપવામાં આવે છે.
