સાંજે ૬ વાગે એનો કોલ આવ્યો
સાંજે ૬ વાગે એનો કોલ આવ્યો
આધુનિક યુગમાં ભણતર એ પાયાની જરૂરિયાત બની ગઈ છે. કોમ્પિટિશનનો જમાનો થઈ ગયો છે. સારુ ભણતર અને ગણતર મળે એ માટે દરેક માબાપ પોતાના પ્રયત્નો કરતા હોય છે. આદિત્ય ભણવામાં હોશિયાર હોય છે. તે છઠ્ઠા ઘોરણમાં શહેરની સારી એવી સ્કૂલમાં અભ્યાસ કરતો હોય છે. આદિત્યના પપ્પા સુધિરભાઈ I. A. S અધિકારી હોય છે. તેથી તેની બદલી પણ થતી રહેતી હોય છે. અને તેનો સમય પણ નક્કી ના હોય કે અમુક ચોક્કસ સમય પછી જ બદલી થાય. આદિત્યના કરીયરના વર્ષ હવેથી ચાલુ થતા હોય સુધિરભાઈ આદિત્ય ને કોઈ સારી બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ માટે મુકવાનું વિચારે છે. સુધિરભાઈ મિત્રો સાથે બેઠા હોય છે અને વાત માંથી વાત નિકળે છે કે આદિત્ય ની માટે કોઇ સારી બોર્ડિંગ સ્કૂલ હોય તો જણાવો.
એક મિત્ર એ આત્મીય વિદ્યા મંદિર નામની બોર્ડિંગ સ્કૂલ સજેસ્ટ કરી. સુધિરભાઈ પોતે સ્કૂલની મુલાકાત લઈને બધી માહિતી મેળવે છે. સ્કૂલના રૂલ્સ અને રેગ્યુલેશન કડક હોય છે. કોઈ લાગવગ કે પૈસાના જોરે કામ થતું નહીં. આદિત્યની એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે. તેમા તે સારો સ્કોર મેળવે છે. પણ જો એક એડમીશન કેન્સલ થાય એમ હતું તે થાય તો અને તોજ આદિત્યને એડમીશન મળે એમ હતું. સ્કૂલમાંથી કહેવામાં આવ્યું કે બે દિવસ પછી અમે જવાબ આપશું. બે ના ત્રણ દિવસ થયા પણ ફોન આવ્યો નહી એટલે બધા હતાશ થઈ ગયા. અને નસીબ જોગ પહેલું એડમિશન કેન્સલ થાય છે અને આદિત્યનું કનફર્મ થઈ જાય છે. પાંચમા દિવસે સાંજે ૬વાગ્યાના સુમારે કોલ આવે છે કે તમારુ એડમીશન થઈ ગયું છે. અને બે દિવસ પછી આદિત્યને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી જાવ. ભણતરની સાથે સંસ્કાર એ મહત્વનું છે. ઓવર ઓલ ડેવલપમેન્ટ બાળકમાં થાય એ મહત્વની બાબત છે.
