વિશ્વાસઘાત
વિશ્વાસઘાત
જીવન એવું જીવવું કે જે બીજાને માટે આદર્શ બની જાય. કોઈ આપણા જીવનને આદર્શ માની, એ પ્રમાણે પોતાની જીવનશૈલીને બદલે, આપણા સદગુણોને અનુસરે. વિશ્ચાસથી તો સમૃદ્ર પણ તરી જવાય છે ! વિશ્વાસથી તો અલગ પ્રકૃતિના બે વ્યક્તિઓ આખી જિંદગી સાથે જીવી લે છે. એકવાર વિશ્વાસઘાત કરે તો આખી જિંદગી આપણને તેના પર વિશ્વાસ બેસતો નથી. એટલે જ કહેવાયું છે કે " દગો કોઈનો સગો નહીં."
અમન અને કરન બંને ખાસ મિત્રો હોય છે. બંને સાથે ભણ્યા અને ધંધામાં પણ સાથે જ હોય છે. અમન અને કરન જમીન લે- વેચનો ધંધો કરતા હોય છે ,તેમજ કન્સ્ટ્રકશનનું કામ પણ સાથે જ કરતા. બધી જ મીટીંગો પણ સાથે જ અટેન્ડ કરતા. ધંધાને લગતી નાનામાં નાની વાત એકબીજા ને જણાવવી જરૂરી સમજતા અને જણાવી પણ દેતા. જેથી તેનો ધંધો ઉતરોતર વધતો જતો હતો.
એક દિવસ અમન બહાર ગામથી આવતો હોય છે. ડ્રાઈવર ખૂબ જ સ્પિડથી ગાડી હંકારી રહયો હોય છે. અચાનક તેની ગાડી ટ્રક સાથે અથડાઈ જાય છે. અમન અને ડ્રાઈવરને ખુબ જ ઈજા થાય છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અમનની તબિયતમાં રીકવરી ખૂબ જ ધીમી હતી. અને ડોક્ટરે પણ જણાવી દીધું કે આમા ભગવાનનો કોઈ ચમત્કાર જ કશું કરી શકે. બાકી અમારા પ્રયત્નો અહી સુધી જ છે. કરન ચિટીંગથી અમનની સહી પ્રોપર્ટીના કાગળ પર કરાવી લે છે અને બધી જાયદાદ પોતાના નામે કરી લે છે.
ભગવાનની કૃપાથી અમન સાજો થઈ જાય છે. અને ઓફીસ પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે કરને તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને બધી પ્રોપર્ટી પોતાના નામે કરી લીધી છે. અમન પોતાના હક માટે લડે છે. અને અંતે તે તેના કરતાં પણ ચડિયાતો બિઝનેસમેન બને છે.
