STORYMIRROR

Megha p

Tragedy

3  

Megha p

Tragedy

પ્રેમમાં પાગલ

પ્રેમમાં પાગલ

2 mins
199

એક લેખકે બહુ સરસ કહ્યું છે કે જ્યારે મા બાપ કરતા મોબાઈલ વહાલો લાગવા માંડે ત્યારે સમજી જવું કે દીકરા દીકરી ખોટા માર્ગે ચડી ગયા છે. શાંતિ, અને સમજણથી બાળકોને સત્ય અને હકીકત સમજાવવી જોઈએ. પાંચ વર્ષની ઉંમર સુધી બાળક માતા પિતા પાસેથી સાચી ખોટી બાબતો, સંસ્કૃતિ, સંસ્કાર વગેરે શીખે છે. દસ વર્ષનું થાય ત્યારે સ્કૂલ અને મિત્રો પાસેથી ઘણું શીખે છે. અને પછી આજુ બાજુ, સમાજ, શહેર અને દુનિયામાંથી શીખે છે. આજકાલ આધુનિક ઉપકરણો, મિડીયા, ફિલ્મ જગત પોતાનો સ્વાર્થ સાધવા માટે એટલી હદે સામાન્ય માણસનું બ્રેઈન વોશ કરે કે સામાન્ય માણસ એમા મોહિત થઈ જાય છે કહેતા અંધ બની જાય છે. ફિલ્મ જગતનું અનુકરણ એટલી હદે સમાજમાં વ્યાપ્યુ છે કે યુવાન પેઢી સારા નરસાનો પણ વિચાર કર્યા વગર જ આંધળી દોટ લગાવી રહ્યો છે. કુદરતે આપેલ સુંદરતાનું અવમૂલ્યન થવા લાગ્યું છે. બસ સામે વાળા કરતા ચડીયાતા દેખાવાની હોડ લાગી છે. મેકઅપના થપેડા કરી કુદરતી સૌંદર્ય પર થર કરવામાં આવે છે.

અપેક્ષાઓ વધવા લાગી છે. પછી હેસિયત હોય કે ન હોય પણ શોખ પુરા કરવામાં સુખ શાંતિ હણાઈ રહી છે. યુવાન પેઢીઓ સંસ્કાર કરતા સૌંદર્ય ને મહત્વ આપવા લાગ્યા છે. જેથી સંબંધોમાં ઉણપ આવવા લાગી છે.

 ફિલ્મ જગત અને ટેલીજગતનો પ્રભાવ માનસપટ પર છવાય રહ્યો છે.એક તરફી પ્રેમમાં પાગલ એવો સંજય ગાર્ગી ને ખુબ જ પ્રેમ કરતો હોય છે. સંજય ધનાઢ્ય પરિવારનો એકનો એક દીકરો હતો. અભિમાની, ઉડાઉ અને સ્વછંદી. જિદ્દી તો એટલો કે જે વસ્તુ એને ગમે તે વસ્તુને મેળવીને જ જંપે, પછી એ કરોડોની કિંમતની હોય કે હોય તુચ્છ. એકનું એક સંતાન હોવાથી માતાપિતાએ પણ એટલો જ ચડાવેલો,એની બધી જિદ તરત જ પુરી કરતા.

 જ્યારે ગાર્ગી મધ્યમ કુટુંબમાં ઉછરેલી સંસ્કારી અને સમજુ દીકરી હોય છે. ભણવામાં પણ હોશીયાર. સાદગી પૂર્ણ જીવન જીવનાર ગાર્ગી દેખાવે રૂપ રૂપનો અંબાર હતી. પાતળી અને ઊંચી. જાણે ભગવાને નવરાશની પળમાં એને ઘડી હોય. કાચની પુતળીમાં ભગવાને જીવ પૂર્યો હતો. ઓછું બોલનાર ગાર્ગીના મિત્રો પણ ઓછા હતા. અને જે મિત્રો હતા એ બધી છોકરીઓ જ હતી.

 કોલેજના પ્રથમ દિવસથી જ ગાર્ગી સંજયના દિલમાં વસી ગયેલી. સંજયે ઘણીવાર ગાર્ગી જોડે વાત કરવાની કોશિશ કરતો પણ તે નિષ્ફળ થતો. અભ્યાસ પૂર્ણ કરીને ગાર્ગીના પિતાએ તેના લગ્ન લીધા. સંજયને મિત્રો દ્વારા જાણવા મળ્યું કે ગાર્ગીના લગ્ન લેવાય છે. તેણે મિત્રો સાથે મળીને એજ દિવસે સંજયના ફાર્મ હાઉસ પર લગ્નની તૈયારીઓ કરી રાખી હોય છે. ગાર્ગીની પાછળ સંજયે લગ્નના એક વીક પહેલાથી જાસૂસ ગોઠવી રાખ્યા હતા .જે સંજયને રજે રજની માહિતી આપતા હતા. લગ્નના દિવસે ગાર્ગી બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જાય છે. આ સમાચાર સંજયને એના માણસો આપે છે. સંજય એ જગ્યાએ મિત્રો સાથે પહોંચી જાય છે અને ગાર્ગીની બહાર આવવાની રાહ જોવે છે. જેવી ગાર્ગી બહાર આવી કે સંજયના મિત્રોએ ગાર્ગીને ક્લોરોફોર્મ સુંઘાડીને એનું અપહરણ કરી લે છે. તેમજ ગાડીમાં બેસાડી તેને ફાર્મ હાઉસ લઈ જાય છે. હજી પણ ગાર્ગી ઘેનમાં હતી. તે ક્યાં છે તેની તેને ખબર ન હતી. સંજય ગાર્ગી જોડે ચોરીના ફેરા ફરે છે અને મંગળસૂત્ર પહેરાવે છે અને માંગ ભરે છે. આ સંપૂર્ણ લગ્નને સંજય સુંદર રીતે કેમેરામાં કેદ કરાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy