Kalpesh Patel

Drama Inspirational

5.0  

Kalpesh Patel

Drama Inspirational

બાધા

બાધા

8 mins
2.1K


શ્યામલી પરણીને આવી એને ત્રણ પૂરા થઈને ચોથું વર્ષ થવા આવ્યું હતું. છતાં એની સાસુ સવિતાને તે દીઠી ગમતી નહોતી. એની પાછળ ઘણા કારણો જવાબદાર હતાંં. સવિતાબેન પોતાના એકના એક દીકરા "શર્મન"ના લગ્ન પોતાના મામાની દીકરીની નણંદ શિરાલી સાથે કરવા માગતા હતાં, પણ શર્મન એકનો બે ન થયો. એ પોતાની સાથે કોલેજમાં ભણતી શ્યામલીને દિલ દઈ બેઠો હતો અને એની જિદ હતી કે એની સાથે જ પરણશે."શર્મન"ના આ નિર્ણયથી સવિતાબેન તેમના પિયરમાં કોઈને મોઢું બતાવતી વખતે ગુનાની લાગણી અનુભવી રહ્યા હતાં.

શ્યામલી સારી છોકરી હતી. દેખાવે સુંદર, વધુ ભણેલી છતાં પણ ઘરનું બધું કામકાજ કરી જાણે, એકથી એક ચડિયાતી વાનગીઓ બનાવે, સિલાઈ-બુનાઈમાં પણ એનો જોટો ન જડે. શ્યામલી અંગ્રેજીમાં અનુસ્નાતક થયેલી શિક્ષિત યુવતી. માતા પિતા વિહોણી શ્યામલીને મોસાળની સહાયથી નાનપણથી જ હોસ્ટેલમાં રહેવું પડયું હતું. છતાંય તેને ઘરનું કામકાજ કરવાની આદત હતી. એની સામે શિરાલી સાયન્સમાં ગ્રેજ્યુએટ થયેલી શિક્ષિત યુવતી. પણ માતા પિતાના લાડકોડ અને જાહોજલાલીથી વંઠેલી અને તેને ઘરનું કામકાજ કરવાની બિલકુલ આદત નહોતી. રસોડામાં તો એ માત્ર જમવા માટે જ જતી. ઘણા પ્રયાસ પછી માંડ નામ માત્ર રસોઈ કરવી ચાલુ કરી હતી. અને ક્યારેક ચામાં ખાંડ વધુ પડી જાય તો ક્યારેક શાકમાં મીઠું ઓછું હોય.અને ટૂંકા વસ્ત્રો અને પેન્ટ જીન્સમાં હંમેશા ફરતી રહેતી અને બાપના ઘરમાં રોફ જમાવતી રહેતી, તેમ છતાય કોઈ અગમ્ય કારણે સવિતા બેનની નજરમાં પુત્રવધુની છબીમાં શિરાલી સિવાય કોઈ બંધ બેસતું જ ન હતું.

 શર્મન હંમેશા સવિતાબેનને સમજાવતો કે, માં થોડી તો દયા કર...! શ્યામલી અનાથ છોકરી છે. એણે ક્યારેય પ્રેમની હુંફ અનુભવી નથી, તું ભલે, તેને પ્રેમ ના કરે પણ ધુત્કાર પણ નહીં. તને ધીમે ધીમે તેના તરફ ભાવ જાગશે. પણ સવિતા બેનનો અહમ ઘવાયો હોઈ,રીતસરના કંટાળી ગયાં હતાંં. સામે શ્યામલી પણ પોતાની રીતે પ્રયત્ન કરતી જ હતી. પણ સાસુના અસહ્ય મહેણાંથી ઘણીવાર સમસમી જતી. અને ક્યારેય પણ સામો જવાબ આપ્યા વગર મુગા મોઢે સવિતા બેનનો તાપ જીરવતી હતી. શર્મન આ રોજ રોજના તમાશાથી તંગ આવી ગયો હતો. તેને ખબર નહોતી પડતી કે, તે શું કરે ?,તો સવિતાબેનના મનની સમસ્યાનું સમાધાન થાય.આથી તે રોજ મનોમન બંનેની મમતા વચ્ચે પીસાતો હતો અને મનોમન વ્યથિત રહેતો.

સવિતા બેનના એક દૂરના માસી હતાં, તેમનુ નામ સરોજ બેન હતું, તેઓ સવિતા બેનના ઘર પાસેની ત્રીજી ગલીમાં રહેતા, સવિતા બેન તેઓને માતા તુલ્ય ગણી ઘણી વાર શર્મનના વારસ અંગેની અનિચ્તતા ને લઈને દ્રવિત થઈ હૈયા વરાળ કાઢતા, અને શું કરે તો શર્મનને ત્યાં પારણું બંધાય. સરોજ બેને એક દિવસ "સવિતા"ને, તેમણે ત્યાં હરદ્વારના "સંજય બાબાનું" શરણું સ્વીકારવાની બાધા રાખવાનું જણાવ્યુ. અને કોઈ પળે સવીતા બેન “ડૂબતો તરણા ને સહારે જાય” તેમ તેઓએ સંજય બાબાની બાધા રાખી પણ લીધી !

આખરે એક દિવસે, તેમનું ભાગ્ય ગણો કે ભક્તિ આસ્થા તેમની મનોકામના પૂરી થઈ. શ્યામલીને મોડે મોડેય સારા દિવસો રહ્યા ! ઘરમાં હવે દરેક ખુશીઓએ કદમ મૂક્યા હતાં. સવિતા બેનને મૂડીનું વ્યાજ મળવાનું હોઈ તેમનું વલણ પણ બદલાયું હતું. વાતે વાતે શ્યામલીથી ચિડાઈ જવાને બદલે હવે એ સ્વાસ્થ્ય સાચવવાની સલાહ આપવા લાગ્યાં હતાંં. ઘરના ખુશનુમા વાતાવરણથી શર્મનને હવે જીવનમાં મજા આવતી થઈ હતી.

એક સાંજે કામમાંથી પરવારી શ્યામલી આડી પડી હતી ત્યાં સવિતાબેનનો સાદ તેને કાને પડ્યો,

 “શ્યામલી…” ક્યાં સાંભળે છે...?.

 શ્યામલી તરત જ બેઠી થઈ

 “જી સવિતા..બા, હું ઉપર રૂમમાં છું.”

 “તૈયાર થા, અને...ચાલ મારી સાથે.”

 સવિતાબેને નીચેથી જ આદેશ આપ્યો.

ડ્રેસ ઉપર માથે દુપટ્ટો નાખી શ્યામલી નીચે આવી અને પૂછ્યું.

 “ક્યાં જવાનું છે બા.... આપણે ?”

“સરોજ” માસી ને ત્યાં, તેઓને ત્યાં “સંજય” બાબા પધાર્યા છે.”

 “તે.. એ.. કોણ બા ?...

 “અરે તે હરદ્વાર-વાળા બાબા છે બહુ સમર્થ છે !.”

 “આપ જાઓ બા, મારે નથી આવવું.. આવા અજાણ્યા બાબા પાસે.”

 “બકવાસ બંધ કર તારી, તને ખબર છે એ કોણ છે ?”

 “ના, પણ મને તેમના પર ભાવ નથી ઉમટતો બા...મન નથી થતું.”

 “અરે એ બાબા હંમેશા નામ સ્મરણમાં વ્યસ્ત રહે છે બિલકુલ ધૂની છે. આમ તો ક્યારેય કોઈને ત્યાં જતા પણ નથી. આ તો સરોજ માસીએ કેટલીય વિનંતી કરી ત્યારે અંહી તેમણે ત્યાં પધરામણી થઈ છે અને સરોજ માસીને હિસાબે આપણને તેઓના દર્શન-કૃપા લાભ મળશે. લોકો કહે છે, એમની દુઆ ક્યારેય ખાલી નથી જતી. તું ચાલ તો ખરી..”

સવિતાબા, આખરે... શ્યામલીને પરાણે સરોજ માસીના ઘરે લઈજ ગયા. પાસેની ગલીમાં છેલ્લું મકાન હતું. પણ “સંજય” બાબાના દર્શનની એક ઝલક મેળવવા માટે જાણે આખી દુનિયા ઉમટી હતી. આખી ગલી મણસોથી ખચાખચ ભરી હતી. શ્યામલીને બહુ ગુસ્સો આવતો હતો, પોતે પણ આ મુર્ખ લોકોના ટોળામાં ગિરદી વધારવા પોતે શામેલ હતી.

સવિતાબા મહામહેનતે શ્યામલીને સાથે લઈ ગલીની ભીડ ચીરતા, સરોજ માસીના ઘરમાં શ્યામલીને લઈ ગયા. શ્યામલી એ જોયું તો સરોજ માસીના મોટા ડ્રોઈંગ રૂમમાં સોફા પર એક નવા નક્કોર ભગવા વસ્ત્રમા માણસ પગ પસારીને બેઠો હતો. લાંબી લચક દાઢી અને માથાના વાળ એટલા વધેલા હતાં કે એક અંતરે જઈ એકબીજામાં ભળી જતા. દસે દસ આંગળાંમાં અલગ અલગ રંગની વીંટીઓ અને ગળામાં ઘણીબધી મોતીની માળાઓ. આંખમાં મેશ આંજેલી હતી, મોમાં ચવાઈ રહેલા પાનથી હોઠ રંગાયેલા હતાં. માથા પર લાલ રંગના કપડાનો કટકો બાંધેલો હતો. એ માણસ આંખો મિચી નીચે હાથમાં રહેલી સ્ફટિકની માળાના ફરતા મણકે સતત કંઈ બોલ્યે જતો હતો. 

શ્યામલી આ દૃશ્ય જોઈ થોડી ડરી ગઈ. સરોજ માસીના ઘરના તમામ લોકો આ સંજય બાબાની તહેનાતમાં હાથ બાંધીને ઊભા હતાં. સામેની ટીપોઈ પર ઘણીબધી વાનગીઓ હતી. બાબાની પાસે પૈસાનો મોટો ઢગલો હતો અને બાબા, એમને તો આ રકમની કોઈ પરવા નથી એવો દેખાવ કરતા હતાં. જ્યારે એમની એક અનુયાયી સેવિકા આ રૂપિયાને ગણી એક બેગમાં ભરતી હતી. 

શ્યામલી પરિસ્થિતિ પામી ગઈ. ગૂગળ ધુમાડા અને અત્તરની તીવ્ર ગંધથી એને હવે બેચેની થતી હતી. ત્યાંજ એની સાસુએ એનો હાથ પકડી બાબાની સામે ઊભી રાખી દીધી.

 “પ્રણામ બાબા, આ મારી વહુ છે, તેને ઘણા સમય પછી સારા દિવસો રહ્યા છે, આશીર્વાદ આપો કે તેને છોકરો જ અવતરે …”

 સવિતા બા પાલવ પાથરી, સંજય બાબાને આજીજી ભર્યા અવાજમાં અરજ કરી અને નત મસ્તકે બાબા સામે અધૂકડા ઊભા રહ્યાં.

 શ્યામલી માટે સાસુના આ શબ્દો અસહ્ય હતાંં.

 બાબાએ ગણગણવાનું બંધ કરી શ્યામલી સામે જોયું. અને એકાએક ઊભા થઈ એના ઉપસેલા પેટ પર હાથ મૂકી ફેરવવા લાગ્યા. શ્યામલી તો આવા અકલ્પ્ય વ્યવહારથી સમસમી ગઈ અને એક ડગલું પાછળ ખસી ગઈ. પ્રશ્નાર્થ નજરે સાસુ સામે જોવા લાગી.

 “અરે વાંધો નહીં, દૈવી જીવાત્મા છે.” એ તો આશીર્વાદ આપે છે, ડરીશ નહીં, સવિતા બેને કહ્યું.

 પણ ભણેલી સુશિક્ષિત શ્યામલીને આ વાત ગળે ઉતરે ખરી ?. તે હજુ પણ અસમજમાં હતી.

 બાબાએ પાસે પડેલું કમંડળ ઉપાડી તેમાથી પાણીનો ગ્લાસ ભર્યો અને કંઈ અગડમ બગડમ બબડી એમાં ફૂંકો મારી, તેમાં તેમના કપાળ ઉપરથી કંકુ ઉખાડી લઈ તેને ગ્લાસમાં નાખ્યું અને મોમાં આંગળી નખી તે આંગળીથી ગ્લાસમાં રહેળ પાણી ને ઘૂમેડવા લાગ્યા. પછી એ કહેવાતું અભિમંત્રિત પાણી, સવિતાબાને આપ્યું.

 “ઈસ લડકી કો પીલા દો.” બાબા બોલ્યા.

 સવિતા બેને, તે ગ્લાસ શ્યામલીને આપ્યો.

 “તું નસીબદાર છે. બાબા કોઈને જવાબ નથી આપતા. સરોજ માસી સવિતાબા ને પોરસ ચડાવતા બોલ્યા, તારી વહુને તો પહેલાજ દર્શને બાબાએ આવું પવિત્ર જળ આપ્યું. જલ્દી.” કર, બાબાની સન્મુખ તારી વહુ ને તે અત્યારેજ પીવારવી દે.

 શ્યામલી ને સૂગ આવી ચઢી.

 “ના બા આ જળ હું નહીં પીઉં…”

 હૉલમાં સન્નાટો છવાઈ ગયો. અને શ્યામલીનો અવાજ પડઘાતો હોય એમ દરેક લોકો હાય વોય કરવા લાગ્યા. 

“સંજય બાબા” સડક થઈ ગયા,તેઓ અને તેમાના હજાર રહેલા અનુયાયી માટે આ અપમાન અસહ્ય હતું. એમની બધાની આંખોમાં લોહી ધસી આવ્યું,

 “નાદાન લડકી…”બાબા ચિત્તકારી ઉઠ્યા..!

 હૉલમાંના દરેક લોકો હવે અણગમાથી શ્યામલી સામે જોવા લાગ્યા. અને બાબાના અનુયાયીઓ એમને પંપાળવામાં અને હવા આપવામાં વ્યસ્ત થઈ ગયા. શ્યામલી સાસુમાને ત્યાંજ છોડીને વધારે બોલ્યા વિના ત્યાંથી સડસડાટ નીકળી ગઈ. સવિતાબા ક્યાંય સુધી બાબાના પગ પકડી માફી માંગવા લાગ્યા.

તે સાંજે શ્યામલી માટે બહુ વસમી થઈ પડી, સવિતાબા સાથે સરોજ માસી પણ આવેલા, અને શ્યામલીને ઘણું ખરું ખોટું સાંભળવું પડ્યું.

 “આવા સંત માણસોની બદદુઆ તમારું અખૂય ઘર બરબાદ કરી નાખશે. બાબાનો ગુસ્સો..

 સવિતા બેનની આંખ સામે તરવરતો હતો, તેઓ ડરી ગયા હતાં પણ... પરંતુ શું કરે લાચાર હતાં, થયેલું હવે કઈ પાછું વળવાનું નહતું. પોતાના નસીબને કોસતા..શ્યામલીને ધમકાવતા રહેતા હતાં ”સવિતા બેન, હજુ પણ શ્યામલીથી નારાજ હતાં. શ્યામલી કંઈપણ બોલ્યા વિના ઉપરના રૂમમાં જતી રહી.

તે દિવસ પછી સરોજ બેન અવાર-નવાર, સવિતા બેનને તેની વહુ ના વર્તનની તે દિવસની યાદી આપી વધુ ડરાવી ભયભીત કરવાની એક પણ તક ચૂકતા નહીં.

~~~

 પૂરા મહિને શ્યામલીએ એક સુંદર તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. નોરમલ ડિલિવરી તેમજ પુત્ર જન્મની વધામણી સાંભળી સવિતાબેન ખૂબ જ ખુશ હતાંં. શર્મન અને શ્યામલીને તો જાણે સ્વર્ગીય સુખ પ્રાપ્ત થયું હોય તેવું લાગ્યું. પણ આ ખુશી લાંબો સમય ન ટકી શકી. ડોકટરે જ્યારે બાળકના અંધ હોવાના સમાચાર આપ્યા ત્યારે શ્યામલીના પગ નીચેની જમીન સરકી ગઈ. સવિતા બેન જોરદાર વિલાપ કરવા લાગ્યા. શર્મને જ્યારે ડૉક્ટરને કારણ પૂછ્યું,અને ઈલાજ માટે પૂછાતા... શું “મારો દીકરો ક્યારેય નહીં જોઈ શકે ?”

શર્મનના મિત્ર સતિશના ડૉક્ટર પત્ની સુજાતાએ શર્મનને હિંમત આપતા કહ્યું. જોવો શર્મનભાઈ, તમને ખોટો ભરોસો નહી આપું. કશું કહી ના શકાય હજુ બાળકને જન્મે કલાકો થયેલા છે, કોઈ કેસમા માતાના ગર્ભના જળથી બાળકના નેત્રને ઈન્ફેકશન થયું હોય તો આવું શક્ય બને અને તેમાં દ્રષ્ટિ – વિઝન રિવાઈવ થવાના ચાંસ ઓછા હોય છે.“તમે પ્રાર્થના કરો,બાકી “આઈ ટ્રીટ...એન્ડ હી ઈજ હિલિગ”

 બીજી સવારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ શ્યામલી પુત્રને લઈ ઘરે આવી. તેઓએ દીકરાનું નામ શાંતનુ રાખ્યું. એ દીવસે એ સાસુમાના ખોળામાં માથું મૂકી શ્યામલી ખૂબ રડી હતી. ભગવાન પાસે ફરિયાદો કરતી હતી. માબાપ વિનાની શ્યામલીને સંતાનનું સુખ મળ્યું એ પણ આવી રીતે ? અને અભિશાપ સમાન ! સ્ત્રી સહજ, હ્રદયે સવિતાબેન પણ વહુના કલ્પાંત અને ધ્રૂસકાં ભર્યા આક્રંદથી ગમગીન થઈ ગયા હતાં.“છાની રે દીકરી, ભગવાન પાસે પ્રાર્થના કર, એની કૃપાએ જરૂર આપણો શાંતનુ, જરૂર દેખતો થશે.”પછી કંઈ યાદ આવ્યું હોય એમ અચાનક બોલી પડ્યા,

 “શ્યામલી, જરૂર આ પેલા સંજય બાબાની બદ-દુઆના કારણે થયું હોય તેમ મને લાગે છે!” સરોજ માસી તો પહેલેથીજ આશંકા દર્શાવતા હતાં ! શ્યામલી ઝબકીને એક ઝાટકે સવિતા બેનના ખોળામાંથી માથું ઊંચું કર્યું. એ દુઃખી હતી. દીકરા માટે એ હવે તે ખરેખર બાવરી બની ગઈ હતી.

“ બા ચાલો આપણે હરદ્વાર તેઓના આશ્રમે, હું અને શર્મન પણ તમારી સાથે આવીશું અમને હમણાં જ લઈ ચાલો એમની પાસે..અને બા, એ બાબા જેમ કહેશે એમ હું બધુજ કરીશ...એમની આજીવન આભારી રહીશ. એમના પગે પડી માફી માંગીશ. મારો શાંતનુ દેખતો થઈ જશે ને... હે બા …?”” કહેતા શ્યામલી બેભાન બની ગઈ, સવિતા બે પાણી છાંટ્યું અને શ્યામલીને માથે હાથ ફેરવતા બોલ્યા.. 

“હા, બેટા હા, બાબા ના આશીર્વાદથી જરૂર તે દેખતો થશે..” પણ આવા સમયે.. હાલ હું અને સરોજ માસી જઈ આવીએ અને પછી થોડા સમય પછી આપણે ફરીથી સાથે બધા શાંતનુને લઈ ને હરદ્વાર જઈશું.

બીજા જ દિવસે શર્મને સવિતાબેન અને સરોજ માસી માટે ફ્લાઈટની ટિકિટ કાઢાવી. અને શાંતનુના જન્મના સાઈઠમા કલાકે સરોજ માસી અને સવિતા બેન બન્ને, શાંતનુના ફોટા સાથે સંજય બાબાના આશ્રમે પહોચી ગયા હતાં.

 અખાય રસ્તે સવિતા બા અને સરોજ માસી મનોમન પ્રાથી બાબાને અરજ કરી રહેલ હતાં....

બાધા રાખી છે શરણની તમારી 

આપો આંખ શાંતનુંને બાબા

 એક જ આશા અમારી

 “બાધા” શરણની રાખી તમારી

શરણાર્થી ઉપર દયા કરો 

ઑ..બાબા... હવે..

 શાંતનુંની આંખને દ્રષ્ટિ અર્પો …

 બાબાના હરદ્વાર આવેલા આશ્રમે પહોચી સરોજ માસીએ કોઈને બાબા ક્યાં હશે તે પૂછ્યું તો, કોઈ એક સેવિકાએ મંદિર પાસેની ઝૂંપડી તરફ ઈશારો કર્યો. સરોજબેન ભાન ભૂલી સીધી દોટ જ મૂકી બાબાની ઝૂંપડી બાજુ. જૂની જર્જરિત ઝૂંપડીના દરવાજે પાસે બે સેવિકા હતી. એમણે સવિતાબેન અને પાછળ આવેલા સરોજ માંસીને અંદર જતા રોક્યા.

“રે ઑ બેનીઓ, કહાં જા રહે હો?” 

 “બાબા સે મિલના છે.” સવિતા બેન તૂટી ફૂટી હિન્દીમાં અધીરાઈથી બોલ્યા

 “નહીં મિલ સકતે.”

 “કેમ ના જા સકતે ?”

સ્વામિજી સાધના ને હે,,, બાબા કો તંગ મત કરો.ચાલો હટો ….. યંહાસે “કલ આના. સુબહ કી આરતી કે સત્સંગ કે બાદ.”

સવિતા બેને વિચાર્યું સવારે તો બહુ ભીડ હોય. મારે બાબા પાસે માફી મંગાવી હોય તો એકલા જ હોવું તે વધારે વ્યાજબી રહેશે.”

 “અરે બહેનો “બાબાના દર્શન કરવા જરુરી હૈ" મારા દીકરાના જીવન નો સવાલ હૈ ! મૈ તો હમણાંજ દર્શન કરીશ....કહેતા સવિતા બેન ઝૂંપડીમા દાખલ થ્યા.. ભેળા પાછળ સરોજ માસી પણ ઝૂંપડીમાં ઘૂસી ગયા. 

 અંદર દાખલ થતાં બંને ને નવાઈ લાગી, દેખીતી ઝૂંપડીમા મોટું એવું ફળિયું વટાવી પરસાળમાં પહોંચ્યા ત્યાં લાગી ડિમ લાઈટ હોઈ એમને કોઈ દેખાયું નહીં. બંનેના પગ પાછા પડવા લાગ્યા. ઝૂંપડીમાં ચાલતા ધૂમ એરકંડીશનમાં પણ બંને પરસેવે રેબઝેબ થયા હતાં બાબાને સાદ કરવો હતો પણ એના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. મન મક્કમ કરી બંને એકબીજાને સહારે હાથ પકડી આગળ વધી પરસાળ વટાવી જોયું તો ઝૂંપડીમાં આગળ ત્રણ રૂમ હતાં. જુનવાણી કોતરણી કરેલા દરવાજાઓમાં મોટી મોટી તિરાડો પડેલી હતી. પહેલા અને બીજા રૂમમાંથી કઈ અવાજ આવતો હતો પરંતુ નવાઈ લાગતી હતી કારણ કે તેના દરવાજા તો બહારથી જ બંધ હતાં. ત્રીજા રૂમ પાસે પહોંચી જોયુંતો તે ખુલ્લો હતો. તિરાડમાંથી જોવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ દેખાયું નહીં. ખખડાવવા માટે દરવાજા પર હાથ મુક્યો અને સવિતા બેન ના ધ્રૂજતા હાથે જરા અમથો ધક્કો લાગતા દરવાજો ખુલી ગયો. 

અંદરનું દૃશ્ય સરોજ માસી અને સવિતાબા જોઈ ન શક્યા. તેઓએ તરત જ મોઢું ફેરવી લીધું. સંજય બાબા નશામાં બજારુ જેવી સ્ત્રી સાથે નગ્નાવસ્થામાં વ્યભિચારમાં રક્ત હતાં. પાસે દારૂની બોટલો પડી હતી. સિગારેટના ધૂણા તેમજ દારૂની દુર્ગંધથી આખો ઓરડો ખદબદતો હતો. બંને એ એટલો નશો કર્યો હતો કે દરવાજો ખુલવા છતાં આંખ પણ ઉઠાવી શકતા નહોતા. 

સવિતા બેન અને સરોજ માસી એકી શ્વાસે પાછા પગે દોડી જ્યારે આશ્રમની બહાર ખુલ્લી હવામાં આવ્યા ત્યાં સુધી રૂમનું દૃશ્ય તેના માનસ પરથી ગયું નહોતું. દારૂની અને ધૂણાની વાસ હજુ આવતી હોય એમ એણે અજાણતા સાડી નો છેડો નાકે હજુ પણ રહી રહી દબાવતા ડર સાથે હીબકે ચડેલા હતાં. સરોજ માસી ને ઘોર આઘાત લાગ્યો હતો એમને પોતાના પર ગુસ્સો આવ્યો કે આ ધૂતારા દારૂડિયા પાસે એ શું કામ સવિતાને બાધા લેવરવી ને માથું ટેકવવા મજબૂર કરતી હતી ?

વળતી ફ્લાઈટે નિસ્તેજ વદને તેઓ ઘરે ગયા ત્યારે... શ્યામલી અને શર્મન બંને સવિતાબાના પગે પડી આભારવશ હતાં... બા.. હવે અમને ક્યારે બાબાના દર્શન કરાવશો... તેમના આશીર્વાદ આપણાં શાંતનુ ને પણ અપાવવાના છે, બાબા ની કૃપાથી શાંતનુ હવે દેખતો થઈ ગયો છે.

સવિતા બેન કશુજ બોલી ન શકયા, તેઓ છુટ્ટા દિલથી રડી ને શ્યામલી ને વળગી પડ્યા... પણ સરોજ બેન બોલ્યા.. હા દીકરા જઈશું..જરૂર તમને લઈ જઈશું... વધુ કઈ આગળના શબ્દો બોલવામાં.... “બાધા”... આવતી હતી. ત્યારે શર્મન માસીના પગ પકડી બેઠેલો, સરોજ-માસી તેને ઊભો કરે તેની રાહ જોતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama