kiranben sharma

Fantasy Inspirational Others

4.0  

kiranben sharma

Fantasy Inspirational Others

અવનીનાં દોસ્ત

અવનીનાં દોસ્ત

2 mins
216


સ્ત્રીનાં જીવનમાં મૈત્રી નિભાવવી ખૂબ કઠિન હોય છે. લગ્ન પહેલા બાળપણના સખા સહેલીઓ તેનાં માટે સંજીવની બુટ્ટી જેવા હોય છે. લગ્ન પછી સ્ત્રીના જીવનમાં એટલા સાચા સારા મિત્રો બની શકતાં નથી. જૂનાં મિત્રો સાચી દોસ્તી નિભાવી જાણે છે.

અવની ખૂબ જ હસમુખી, બોલકણી અને ખૂબ ઝડપી કામ કરનાર, ભણવામાં હોશિયાર, આથી તેના મિત્ર ઘણાં બધાં, અને અવનીને પણ મિત્ર બનાવવા ખૂબ જ ગમે.

બાળપણથી મિત્રો સાથે આખો દિવસ રમતી, ભણતી અને હરવા ફરવા જતી, અવનીના ઘરે તે નાની ત્યારથી પિતાનો સ્વર્ગવાસ થયો. મામા, માસી હતા નહીં. ફોઈ કાકાએ પિતાનાં મૃત્યુ બાદ સંબંધ ના રાખ્યા. ભાઈઓ નાના અને માતા નોકરી કરે એટલે અવની સાવ એકલી પડી જતી, અને તેને કારણે તેને દોસ્ત બનાવવા ખૂબ ગમતાં. તે પૂરી નિષ્ઠા, પ્રેમ, સચ્ચાઈથી સંપીને બધા સાથે રહેતી એટલે બધાની માનીતી મિત્ર બની ગઈ હતી. બધા જ મિત્રો તેને જીગરજાન કહેતા. આ મિત્રોએ ક્યારેય અવનીના જીવનમાં કોઈ મુસીબત આવવા દીધી નહીં. જોતજોતામાં બધા મોટા થયાં, વારાફરતી બધાનાં લગ્ન થયાં, દોસ્તીમાં રોજ મળવાનું બંધ થઈ ગયું, હવે બધા પોતપોતાની અલગ દુનિયામાં નવા પરિવારનાં સભ્યો જે મિત્ર સરીખા હતાં તેમની સાથે ગોઠવાઈ ગયાં, પણ અવનીનું લગ્ન થયું ત્યારે બધા મિત્રોએ લગ્નનું તમામ કામ કરવા લાગ્યું, પિતા નથી, મામા, માસી, ફોઈ, દાદા-દાદી જેવો પરિવાર નથી, છતાં મિત્રોએ લગ્નમાં બધું કામ સંભાળી લીધું. લગ્ન બાદ અવનીની જિંદગીમાં તેના પતિનો ખૂબ જ મોટો પરિવાર મળ્યો, એટલે પરિવારને જ મિત્ર માની, જિંદગી જીવવા લાગી.

જૂના મિત્રોને હવે ફોન પર મળી લેતી, વાત કરતી. મિત્રો ! ભલે સમય સંજોગથી દૂર થયા, પરંતુ સુખ દુઃખનાં ભેરુ હજુ પણ હતાં, એ દરેક સારા નરસા પ્રસંગે આવી આવ- આમંત્રણની વધુ આશા ન રાખતાં અને પરિવાર સહિત અવની પાસે અઢળક વસ્તુઓ લઈ આવી, તમામ સગા સંબંધીની ખોટ પૂરી કરી જતાં, સાચે જ મૈત્રીની ભાવના હોય છે અને મૈત્રીના પ્રેમ જેવો નિઃસ્વાર્થ પ્રેમ કોઈ નથી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy