Krishna Agravat

Drama

3  

Krishna Agravat

Drama

અવકાશીય ગ્રહ

અવકાશીય ગ્રહ

2 mins
151


બે મિત્રો હતા. સેજ અને તીર્થ. બંને આખો દિવસ સાથે રમતા, સાથે ભણતા, બંને જોડે ને જોડે જીગરીજાન મિત્ર. 

એક દિવસ રાતના નવ વાગ્યાના સમયે તીર્થ અને સેજ બંને ઘરમાં ટીવી જોતા હતા. "કોઈ મિલ ગયા" મુવી ચાલી રહ્યું હતું. બંને મિત્રોને મુવી ખૂબ જ ગમ્યું. મુવી પુરુ થયા બાદ બંને મિત્રો અદભૂત નજરથી એકબીજાને જોવા લાગ્યા.

સેજ જિજ્ઞાસુ હતો. એટલે તેને તીર્થને કહ્યું કે આવી કોઈ અદભૂત દુનિયા હશે ખરી ? શું સાચે જ એલીયન આ દુનિયામાં કે અવકાશમા હશે ખરા ?

આમ, વિચારતા વિચારતા અને વાતો કરતા કરતા બંને મિત્રો સૂઈ જાય છે. 

પરંતુ સેજને આખી રાત ઊંઘ ન આવી. આમથી તેમ પડખાં ફેરવ્યા કરતો. એના દિમાગમાં કંઈક વિચારો ચાલ્યા કરતા હતાં. એવામાં જ તેને બારીમાંથી અદભૂત આંખો અંજાઈ જાય એવો તીવ્ર તેજસ્વી પ્રકાશ જોયો.

સેજ એ જોવા માટે ફટાફટ ઊભો થયો. તેને લાગ્યું કે જરૂરથી કંઈક છે. જાણે આકાશ નો કોઈ ગ્રહ નીચે ઉતરી આવ્યો હોય..

સેજ દોડીને તીર્થ પાસે જાય છે. અને તેને ઉઠાડે છે. બંને જણ સેજના મમ્મી પપ્પાને પણ ઉઠાડે છે. અને એ ચારેય મળીને એ તેજસ્વી પ્રકાશ તરફ ડરતાં ડરતાં જાય છે. 

લાલ કલરનો અદભૂત પ્રકાશ જોઈ થોડી વાર તો બધાની આંખોમાં દેખાતું જ બંધ થઈ જાય છે. છતાં પણ થોડા સમય પછી આંખોની રોશની પાછી આવે છે. અને તેઓ એ પ્રકાશની એકદમ નજીક પહોંચી જાય છે. 

તેજસ્વી પ્રકાશ ની નજીક પહોંચતા જ એક અદભૂત ગ્રહની આકૃતિ દેખાય છે. અને તેમાંથી ઘણા બધા એલીયન બહાર આવે છે. આ ચારેય લોકો હિંમત કરીને એની પાસે જાય છે. અને એને જોઈને ગભરાઈ જાય છે. ત્યારે એલીયન કહે છે કે તમે ડરશો નહીં. અમે માનવજાતિને કોઈ નુકસાન પહોંચાડવા નથી આવ્યા. પણ પૃથ્વી પરની કેટલીક માહિતી એકત્ર કરવા આવ્યા છીએ. શું તમે અમને મદદ કરશો ?

સેજ અને તીર્થ તરત જ હા કહે છે. અને બંને મિત્ર માતા-પિતાની મંજૂરી લઈને એલિયનની સાથે પૃથ્વીની માહિતી મેળવવા નીકળી પડે છે. પાંચ દિવસ પછી એલિયન પૃથ્વીની બધી જ માહિતી એકત્ર કરીને તીર્થ અને સેજ ને તેમનાં નિવાસ સ્થાને ઉતારી જાય છે. મદદ કરવા બદલ એલીયન એક સુંદર મજાની ભેટ સેજ અને તીર્થને આપતા જાય છે.

આમ, સેજ અને તીર્થને એલીયન ને મળવાની, અને જોવાની ઈચ્છા પૂરી થઈ જાય છે. અને ખૂબ જ ખુશ થઈને પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama