અતૂટ પ્રેમ
અતૂટ પ્રેમ


21 વર્ષની વિધિ ખૂબજ બોલકી છોકરી હતી. હંમેશા પોતાની દુનિયામાં જ મસ્ત રહેતી. તેના ઘરની સામે એક 30-35 વર્ષનો યુવાન ભાડે રહેવા આવ્યો. .
નટખટ વિધિના ધ્યાનમાં આ વાત આવી અને એ પણ જાણવા મળ્યું કે તે માણસ ખૂબજ ગંભીર છે. તેણે એ માણસને હેરાન કરવાનો પ્લાન બનાવ્યો. બીજા દિવસે હોળી હોવાથી વિધિએ તેની ચિલ્લર પાર્ટીને પૂરો પ્લાન સમજાવી દીધો.
તે માણસના ઘરે જઈને ખખડાવ્યું. દરવાજો ખૂલ્યો અને બચ્ચા પાર્ટીની સાથે વિધિએ તેના કપડાં પૂરા બગાડી દીધા. તે ખૂબજ અકળાઈ ગયો.
'બુદ્ધિ નથી તમારા લોકોમાં. કોને પૂછીને મને રંગ લગાવ્યો. અને તું તું તો આવડી મોટી થઈને પણ સમજે નહીં તો આ છોકરાઓને તો શું કહેવું મારે ' તે માણસ વિધિની સામું જોઈને બોલ્યો અને દરવાજો બંધ કરી દીધો. .
વિધિને પોતાની ભૂલ સમજાઈ અને સાંજે તે ફરી એના ઘરે ગઈ.
દરવાજો ખુલતાંજ વિધિ અંદર પ્રવેશી ગઈ અને તે માણસને દૂર કરીને દરવાજો બંધ કરી દીધો.
'મારી પહેલા પૂરી વાત સાંભળી લો. જૂઓ જે થયું એના માટે હું દિલગીર છું પ્લીઝ મને માફ કરી દો 'વિધિ કાન પકડીને બોલી.
'સારુ માફ કરી જા હવે ' તે માણસ અકળાઈને બોલ્યો.
એટલામાં વિધિનું ધ્યાન દીવાલ પર લટકેલી ફોટોફ્રેમ પર પડ્યું.
'આ કોણ છે? ' વિધિએ પૂછ્યું.
'એ જે પણ હોય તારે શું કામ છે જાણીને?? 'તે માણસ ગુસ્સામાં બોલ્યો.
'અરે બાબા આટલો બધો ગુસ્સો કેમ કરો છો. ના કહેવું હોય તો પ્રેમથી ના પાડી દો ' વિધિ પ્રેમથી બોલી.
વિધિ બહાર જવા દરવાજો ખોલતી જ હતી ત્યાં એ માણસ બોલ્યો. 'મારું નામ જનક છે. હું 36 વર્ષનો વિધુર છું. આ ફોટો મારી પત્ની જાનવીનો છે. તેને ગુજરી ગયાને 6 વર્ષ થઇ ચૂક્યા છે પણ હું આજે પણ એને અનહદ ચાહું છું.તે પણ મને એમજ કહેતી અરે બાબા આટલો બધો ગુસ્સો કેમ કરો છો? !! ' આંખના આંસુ લૂછતો જનક બોલ્યો.
વિધિ પણ પરિસ્થિતિ સમજતા જનક પાસે આવી અને તેને ભેટી પડી.
'જનક તમે દુઃખી રહેશો તો જાનવીને પણ નહીં સારુ લાગે. તમે આમ ઉદાસ ના રહેશો. હજુ જિંદગીની ઘણી મજાલ કાપવાની છે. બાયધવે જાનવીને શું થયું હતું? તમારી ઈચ્છા હોય કહેવાની તો જ કહેજો '. વિધિએ પૂછ્યું.
'અમે બંને અનાથાશ્રમમાં જ મોટા થયાં અને લગ્નજીવનમાં જોડાયા. અમારું સુખી લગ્નજીવન હતું. 5 વર્ષ થયાં પણ સંતાનસુખથી વંચિત રહ્યા. પારણું બંધાયું ત્યારે જાનવીને બ્રેસ્ટ કેન્સર થયું. જેની જાણ તેણે મને ના કરી. બાળક અધૂરા મહિને જન્મ્યું અને જન્મતા જ મરી ગયું. ત્યારબાદ ખબર પડી કે જાનવીને પણ અંતિમ સ્ટેજ આવી ચૂક્યો હતો કેન્સરનો અને એ મને એકલો મૂકીને ચાલી ગઈ 'જનક રોતા રોતા કહેવા લાગ્યો.
એ ખૂબજ રોયો. વિધિએ પણ રોવા દીધો અને પછી રસોડામાં જઈને પાણી લાવીને આપ્યું.
પાણી પીધા બાદ જનકે વિધિનો આભાર વ્યક્ત કર્યો.
જનકને જોઈને વિધિએ તેના આંસુ માંડ રોક્યા અને પછી 'ફ્રેન્ડ'? બોલીને જનક આગળ હાથ લંબાવ્યો.
જનકે પણ હાથ મિલાવ્યો અને સ્માઈલ આપી.
વિધિએ નંબર લઇ લીધો અને ત્યાંથી નીકળી ગઈ.
ત્યારબાદ જનક અને વિધિ વચ્ચે વાતોનો સિલસિલો વધવા લાગ્યો. વિધિ કોલેજ પતાવીને સાંજે જનક સાથે સમય પસાર કરતી થઇ ગઈ હતી. નટખટ વિધિ સમજદાર જનક સાથે રહીને પોતાના જીવનમાં પણ આવેલા સકારાત્મક બદલાવને અનુભવી રહી હતી. કોલેજના 3 વર્ષ પૂરા કર્યા બાદ વિધિ માટે હવે ઘરમાં લગ્નની વાતો આવવા લાગી હતી. વિધિ જનકને ખૂબજ ચાહવા લાગી હતી પણ જનકના દિલમાં પોતાના માટેની લાગણી શું છે એ જાણી નહોતી શકી.
એક દિવસ રાતના વિધિ વરસાદના લીધે તેના ઘર પાસે જ એક્ટિવા પરથી પડી ગઈ અને એ વખતે જનક ગેલેરીમાં ઊભો ફોન પર વાતો કરતો હતો તેણે જોયું અને એ સીધો દોડ્યો વિધિ પાસે. તેને ઊંચકીને તે પોતાના ઘરે લાવ્યો.
તેના પગમાં છોલાયું હતું. જનક તેના પર ફટાફટ દવા લગાવવા લાગ્યો. પલળેલી વિધિ જનકની સામું જ જોઈ રહી હતી. અચાનક જનકનો હાથ પકડીને વિધિએ પોતાના ચહેરા પર મૂકી દીધો. જનકની આંગળીઓ પોતાના હોઠ પર ફેરવવા લાગી. જનકે તરત હાથ લઇ લીધો અને નજર ફેરવીને બોલ્યો. 'વિધિ આ તું શું કરે છે. આ યોગ્ય નથી બેટા'.
'અચ્છા તો મારી સામું જોઈને બોલો આ વાત '. વિધિએ કહ્યું.
અને પાછળ ફરેલા જનક પર વિધિ પાછળથી જ વળગી ગઈ. જનક પોતાની વર્ષોથી દબાવેલી પુરુષલાગણીઓને ના રોકી શક્યો. વિધિ બાજુ ફરીને તેને વળગી ગયો. જનકે વિધિના ચહેરા સામું જોયું. તેની બંધ આંખો અને ધ્રુજતા હોઠ પોતાને ચુંબન માટે ખુલ્લું આમંત્રણ આપી રહ્યા હતા. પળનો પણ વિલંબ કર્યા વગર જનકે તેના હોઠ વિધિના કોમળ હોઠ પર મૂકી દીધા. ધીરે ધીરે એક પછી એક આવરણો દૂર થતા ગયા અને બે ભીંજાયેલા ઠંડા શરીરો અંદર જન્મેલી આગને બુઝાવવામાં લાગી ગયા.
કલાક બાદ વિધિના મોબાઈલમાં રિંગ વાગી. તેની મમ્મીનો ફોન હતો. બાજુમાં જોયું તો જનક નિર્વસ્ત્ર સૂતો હતો. પોતે પણ એમજ ચાદર ઓઢીને ઊભી થઇ અને પોતાના કપડાં પહેરીને તેના ઘરે નીકળી ગઈ.
રાતે ઘરે જઈને જનકને મેસેજ કર્યો. 'જનક હું તમને ખૂબજ પ્રેમ કરવા લાગી છું. તમારી સાથે રહીને મને જે સલામતી અનુભવાય છે એને જ પ્રેમ કહેવાતો હશે. આજે તમારી સાથે જે કાંઈ પણ થયું એ મારા જીવનમાં પ્રથમ વખત બનેલી અનુભૂતિઓ હતી. તમારા માટે એ પ્રથમ નહોતી એ હું જાણું છું પણ તમે મને ખૂબજ પ્રેમ આપ્યો એ બદલ આભારી છું. તમે જો મને સાચા હૃદયથી પ્રેમ કરતા હોવ તો ભૂલી જાઓ સમાજને. સમાજને જવાબ આપતાં મને આવડે છે બસ તમે તમારી સાચી લાગણીઓ મને જણાવી દો. પ્રોમિસ કરું છું કે જાનવીની જગ્યા તો નહીં લઇ શકું પણ તમને જીવનભર ખૂબજ પ્રેમ કરીશ '.
સવારે જનકે મેસેજ જોયો અને તેનો જવાબ આપ્યો.
આજે જનક અને વિધિ સમાજમાં રહીને એક સરસ લગ્નજીવન નિભાવી રહ્યા છે. તેમના અતૂટ પ્રેમ સ્વરૂપે તેમના વર્ષના જ લગ્નજીવનમાં લક્ષ્મીજી પણ પધાર્યા જેનું નામ વિધિએ જાનવી જ રાખ્યું. તેમની સૌથી અલગ પ્રેમકથા વિશે પુસ્તક પણ બહાર પડ્યું છે.