Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

અસ્તિત્વનો અવાજ 2

અસ્તિત્વનો અવાજ 2

3 mins
189


અરુણા બેન વિચારમાં પડ્યા..

આ હું દશ દિવસ લૂણાવાડા જઈને આવી એમાં આ મોનાને શું થઈ ગયું ?

કેમ આટલી બદલાઈ ગઈ.

આમ તો જોકે છેલ્લા બે-ત્રણ મહિના થી મોના અને વિશાલ નાની નાની વાતમાં હેરાન પરેશાન કરતાં જ હતાં પણ અરુણાબેન આંખ આડા કાન કરતાં હતાં..

હવે એ ઘરે જ હોય એટલે ઘરમાં કામ પણ એમને ભાગે જ આવતું.

મોના તો આઠ વાગ્યે સવારે જતી રહે તે છેક સાંજના છ વાગ્યે આવતી.

આખો દિવસ અરુણાબેન ઘરમાં કામકાજ કરતાં અને બાળકો સંભાળતા અને મોના આવે એટલે પોતાના રૂમમાં હીંચકે બેસી રહેતાં..

સવારે સાત વાગ્યે એક કપ ચા મોનાની અને પોતાની દોહિત્રી દીકરી હેતવી આપી જતી..

બસ પછી તો મોના નોકરી એ જતી રહેતી એટલે રસોઈ કરવાની અને હેતવી અને કરણને સ્કૂલ બસમાં બેસાડવા જવાનું અને પાછાં આવવાનો સમય થાય એટલે લેવા જવાનું.

આખો દિવસ કામમાં પસાર થઈ જતો.

અને અરૂણાબેન શાંતિથી જમી પણ નહોતા શકતા.

બાર વાગ્યે કામવાળી આવે એટલે રૂમમાં બધે જ ઝાપટ ઝૂપટ કરવાની. 

અને નાનું મોટું કામકાજ અને બજારમાં થી વસ્તુઓ લાવવાની‌.

ઈસ્ત્રી નાં કપડાં આ બધાં નાં ગણીને આપવાના અને લેવાનાં.

પણ અરુણાબેન ને એમના કપડાં ઈસ્ત્રી કરવા નહીં આપવાનાં નહીં તો મોના માથાકૂટ કરી મૂકે.

કહે આ ઉંમરે તમારે ઈસ્ત્રી વાળા કપડાં પહેરીને ક્યાં જવું છે ?

અને કોને બતાવવાનું છે ?

સાંજે આવીને મોના જ રસોઈ કરે..

અને એક થાળીમાં પીરસીને મૂકી દે ફરી માગવાનું પણ નહીં અને કશું કહેવાનું નહીં ..

નહીં તો મોના અને વિશાલ ઝઘડો કરે અને બોલે કે.

“હવે ઘરડે ઘડપણે સ્વાદના ચટકા ઓછા કરો. માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે ?

 આમ તો આખી જિંદગી બેંકમાં કાઢી તો પણ સમજ ના આવી તે ના જ આવી..

 જેમ ઉમર વધતી જાય એમ ભોજન ઓછું અને ભજન વધારે કરવું જોઈએ.

 આખો દિવસ ઘરે જ રહો છો તમે તો બીજું કોઈ માણસ હોય તો બે ઘડી બહાર મંદિરે આંટો મારી આવે”

 પણ નાં,

 અમે નોકરી એથી આવીએ એટલે માથા પર જ હોય.

અને અરુણાબેન બધું જ સાંભળીને બહાર સોસાયટીથી આગળ એક મહાદેવનું મંદિર હતું ત્યાં ચાલ્યા જાય જેવા બહાર નીકળે કે લોકો એમને માન સન્માન આપે કોઈ એમને પ્રણામ કરે.. કોઈ જય શ્રી કૃષ્ણ કહીને હાથ જોડે.

આમ બધાં આદર આપે અને અને ઘરનો કંકાસ અરુણાબેન ભૂલી જતાં.

કોઈ કોઈવાર ઉત્તમનગર નાં બગીચામાં જાય અને સાંજે નાના ભૂલકા રમતાં હોય એને વાર્તા કહે જોડકણાં ગવરાવે છોકરાઓને પણ અરુણાબેન ગમવા લાગ્યા હતાં.

પણ પોતાના દીકરીના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જાય..

 ક્યારેક મોના વ્યવહારીક કામે અથવા એનાં સર્કલમાં પાર્ટીમાં બહાર ગઈ હોય ત્યારે અરુણાબેન હેતવી અને કરણને પોતાની પાસે બેસાડીને વહાલથી વાતો કરી લે પણ જેવી ડોરબેલ વાગે કે મોનાની આચારસંહિતા અને અરુણાબેન ની લાચારસંહિતા લાગી જાય..

 રોજ મોના નોકરી જાય ત્યારે છોકરાઓ હોય પણ સમય સમયે એ લોકોને સ્કૂલ અને ટ્યુશન, મૂકવાના હોય અને લેશન હોય એટલે એવો શાંતિ થી તો સમય મળે જ નહીં.

એવું નહોતું કે એમણે મોના અને વિશાલ જોડે આ બાબતમાં વાત કરવા કોશિશ કરી હતી કે આવું વર્તન કેમ કરો છો ?

પણ મોનાએ તો મોં તોડી લીધું હતું કે.

મમ્મી તમારી મતિ ભ્રષ્ટ થઇ ગઈ છે હવે તો નિવૃત થયા છો એટલે તો આવાં ખોડ કાઢી ને નાની વાતમાં મોટું સ્વરૂપ આપવાનું આ વેદીયાપણું મુકો !!!

અમારે તમારી જેમ નવરાશ નથી .

તમે તો નોકરી અને સમાજ સેવા કરી ખાધી.

નાનપણમાં મારી માટે તમને સમય નહોતો અને હવે છોકરાઓ રમાડવાના અભરખા થાય છે..

કોઈ દિવસ મારાં ભણતર માટે પુછ્યું હતું..

તોય હું મારી મહેનત થી આગળ આવી પણ મારાં છોકરાઓ ને મારે ભણાવવાના છે અને મોટા ઓફિસરો બનાવવાનાં છે.. મારે મારા છોકરાઓને રઝળતા નથી કરવાના.

આમ રોજ બરોજ તમારી કચકચ ચાલુ થઈ જાય છે.

તમારી માટે લાગણી છે એટલે તમને સાવચેતી રાખવા કહીએ છીએ..

નહીંતર પથારીમાં પડશો તો અમારે જ સેવા કરવાની છે .

બહારથી કોઈ નહીં આવે સમજી મમ્મી.

તમને દરેક વાતમાં ઓછું જ આવે છે એનો કોઈ ઉપાય નથી.

અમે બન્ને નોકરી કરીને પણ..

તમને આટઆટલા તો સાચવીએ છીએ અને જો એવું હોયને અમારાં મનમાં તો તમને ક્યારનાય વૃધ્ધાશ્રમમાં ના મોકલ્યા હોય આ તો તમારે હવે જાતિ જિંદગીએ અમને ભૂંડા લગાડવા છે ને અને તમે કેટલાં દુખી છો એ સમાજને બતાવવું છે એટલે આવા નાટક તમે કરો છો ! તમને તમારી સગી દીકરીના ઘરમાં શાંતિ રહે એ જોઈ શકતા નથી ખરુંને ?..

મોના ના મનમાં શું ચાલતું હશે અને કેમ એવું કીધું !?? મોના ના વચનો ની અરુણા બેન પર શું અસર થઈ.. ! ?

આગળ વધુ વાંચો આવતા ભાગ માં.


Rate this content
Log in

Similar gujarati story from Drama