Margi Patel

Drama

2  

Margi Patel

Drama

અસમંજસ

અસમંજસ

4 mins
326


માનુષ અને હેતલ બંને એક બીજા ને ખુબ જ પ્રેમ કરે છે. બન્ને છેલ્લા 3 વર્ષ થી સાથે જ રહે છે. હેતલ અને માનુષ ના લગ્ન ને હવે તો ગણીને ફક્ત 4 જ દિવસ બાકી છે. લગ્નની બધી તૈયારી પણ થઇ ગઈ છે. બન્ને કામ પણ સાથે જ કરે છે. અને વધારે રાજાઓ ના હોવાથી માનુષ અને હેતલે લગ્ન ખુબ જ સાદી રીતે કરવાનું નક્કી કર્યું. ફક્ત ઘર ઘર ના માણસ ને 2 - 3 દોસ્તો. હેતાળ અને માનુષ ના પ્રેમ દેખી ને બધાં બસ એમના જ પ્રેમ ની જેમ પોતાના પાર્ટનર પાસે પણ અપેક્ષા રાખે એવા જ પ્રેમની.

હેતલ અને માનુષ ના લગ્ન ને ફક્ત 4 જ દિવસ બાકી છે. બન્ને ઓફિસ જોડે જતા પણ જોડે ઘરે પાછા સાથે ન આવતા. હંમેશા હેતલ વહેલા આવી જતી ઘરે. પણ આજ સાંજે એવુ ના થયું. આજે જયારે માનુષ ઘરે પાછો આવ્યો. માનુષ પાણી પીવા માટે ફ્રીઝ તરફ જાય છે. અને ફ્રીઝ જોડે પહોંચી ને દેખે છે તો, ફ્રીઝ પર એક ચિઠ્ઠી ચીપકાવેલી હતી. માનુષે એ ચિઠ્ઠી ફ્રીઝ ઉપર થી નીકળીને પોતાના હાથમાં લીધી. ને વાંચવા લાગ્યો. અને એ ચિઠ્ઠી વાંચીને ને માનુષ ના નીચે થી જમીન હલી ગઈ. માનુષ ને ખુબ જ મોટો ઝાટકો લાગ્યો. માનુષે હેતલ ને ખુબ જ ફોન કર્યાં. પણ હેતલ માનુષ નો ફોન જ રિસીવ નહોતી કરતી. માનુષ ને હજી આ ઘટના પર વિશ્વાસ આવ્યો નહતો. માનુષ ફરીથી ચિઠ્ઠી વાંચવા લાગ્યો. ચિઠ્ઠી વાંચીને ને માનુષ ના મનમાં ખુબ જ સવાલો ઉઠ્યા. માનુષ ને સમજાતું જ નહોતું કે આ શું થયું? હેતલ તો મને ખુબ જ પ્રેમ કરે છે. તો પછી આવું કેમ કર્યું??? માનુષ ફરીથી ચિઠ્ઠી વાંચવા લાગ્યું. ચિઠ્ઠી માં લખ્યું હતું. " માનુષ મારી રાહ ના દેખતો. હું હવે ત્યાં કદી નથી આવવાની. મે લગ્ન કરી લીધા છે. તું ખુશ રહેજે હવે. " 

માનુષ બસ વારંવાર આ ચિઠ્ઠી ને વાંચ્યા જ કરે ને, વિચાર કરતો જ રહેતો. હેતલે કેમ આવું કર્યું??? અને ચિઠ્ઠી માં કેમ તેને બીજું કંઈ નથી લખ્યું?? તે ક્યાં જાય છે??? કોની સાથે??? સવારે તો બિલકુલ બધું બરાબર હતું. તો સાંજે શું થયું એવુ???

બીજી બાજુ હેતલ લગ્ન કરી ને તેના નવા ઘર માં જઈ રહી હતી. હેતલ ગાડી માં બેસી હતી ને ઘર આવવામાં હજી બે એક કલાક લાગવાના હતા. હેતલ ખુબ જ થાકી ગઈ હતી. હેતલે તેનું માથું ગાડી ના કાચ પર ટેકવીને બેસી હતી. હેતલ બધું વિચારતા વિચારતા તેની અને માનુષ ની યાદો માં ખોવાઈ જાય છે.

હેતલ માનુષ અને તેની પળો ને યાદ કરતાં કરતાં 3 વર્ષ પાછળ જતી રહી. હેતલ અને માનુષ ના પ્રેમની શરૂઆત ઓફિસ માં થઇ. જ્યાં માનુષ ઓફિસ નો મેનેજર હતો. માનુષ દેખાવે તો એક જ નજર માં ગમી જાય. 5 ફિટ 6 ઇંચ જેટલો ઊંચો. શરીર નો બાંધો પણ એક દમ મજબૂત. દેખાવે ચહેરાની સ્કિન એક દમ ગોરી નહીં, પણ ગૌવર્ણ પણ ના કહેવાય. એક દમ ઘાટીલો. દરેક છોકરીઓને તેના જીવનસાથી માં આવી જ છબી વિચારે તેવો જ સામે માનુષ ની છબી. વાળ ની હેર સ્ટાઈલ માં કોઈ એવી સ્ટાઈલિશ નહીં પણ, પણ વાળ સિલ્કી ખુબ જ. જેથી માનુષ આમતેમ ફરે તો તેના વાળ પણ જાણે હવા ની લહેરમાં તેના સાથે જ એક લટકાર લઇ લે. તેના ઉપર થી માનુષ પર વાઈટ અને બ્લ્યૂ નું જે કોમ્બિનેશન હતું, કે કોઈ છોકરીની નજર હટે જ નઈ માનુષ પર થી. અને ત્યાં જ હેતલ નવી નવી ઓફિસ માં આવી હતી. માનુષ ની નીચે. હેતલ કામ માં ખુબ જ મહેનતું હતી. તેના લીધા તને કામ શીખવામાં પણ કંઈ વધારે વાર ના લાગી. હેતલ દેખાવમાં ખુબ જ સુંદર. લાંબા લાંબા કમર સુધી વાળ. ચહેરા પર તો જાણે લલિતા વરસતી હોય. ગાલ પર ખુબ જ સરસ ખંજન પડે. હોઠ ની જમણી બાજુ ઉપર ની તરફ એક નાનો તલ. કે આપણી નજર હેતલના ચહેરા પર પડે તો તેની સામેથી આપણી આંખની પાંપણ તેનો પલકારો મારવાનું જ ભૂલી જાય. હેતલના શરીર ના દરેક અંગ ની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે. તેના પર તો હેતલનો સ્વર જાણે કાન માં પડે તો બસ બધું ભૂલી ને બસ હેતલ બોલે ને આપણે સાંભળીએ એવી કર્ણપ્રિય સ્વર. જો કોઈ પણ ની હિંમત થાય હેતલ ને રોકવાની કે અટકાવાની. એનો તેના પર કહેવાય છે ને કે, 'સોને પે સુહાગા'. સ્વર સાથે ભગવાને સુર પણ એટલા જ સરસ આપેલા. જાણે જીભ પર 'માં સરસ્વતી' વસ્યા છે. એના ઉપર થી બ્લેક કલર નો ડ્રેસ, રેડ લિપસ્ટિક અને વાળ ખુલ્લાં. જાણે કયામત ઠાલવતી હોય. દરેક પરુષ ના સપના ની પરી હોય.

ઓફિસ નો સ્ટાફ તો જયારે પણ મોકો મળે ત્યારે બસ હેતલ જોડે મનગમતા ગીતો સાંભળવા બેસી જ જાય. અને તેના અંદર થી નીકળેલા સ્વર માં બધાં જ મગ્ન થઈને બધું જ કામ ભૂલી ને બસ હેતલની આસપાસ હેતલની અવાજ સાંભળવા બેસી જતા. ને હેતલ ગીત ગાતાં ગાતાં તેની આંગળી વડે તેના વાળ જોડે જે રમે, જાણે વાળ તેની ગીતમાં સુંદરતા માં વધારો કરતો હોય. હેતલનો સ્વભાવ પણ ખુબ જ સરસ. બધાને મદદ કરવી, લોકો ની સલાહ ને પણ ખુબ જ માન સાથે માનવી. કોઈ ને જલ્દી 'ના' ના પડી શકે. તેથી બધાં જ ઓફિસ નો સ્ટાફ હેતલ જોડે મન ખોલીને વાતો કરતા. આ સ્વભાવ ની સાથે સાથે હેતલ શરારતી પણ ખરી.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama