Bhavna Bhatt

Drama Inspirational

5.0  

Bhavna Bhatt

Drama Inspirational

અર્પણ

અર્પણ

2 mins
11.2K


અંજુ દવાખાનામાં બેચેનીથી આંટા મારી રહી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે બધુ હેમખેમ પાર પડે,

પિનાકીને કહ્યુ કે અંજુ શાંતિથી બેસ ડોક્ટર અને ભગવાન પર ભરોસો રાખ બધું સારૂ જ થશે. અંજુ કયાં એમ માનવાની હતી, એ એમ જ બેચેનીથી આંટા મારી રહી અને ભગવાનને કરગરતી રહી કે મધુ અને અાવનાર બાળક બેવ હેમખેમ રહે.

ઓપરેશન થિયેટરમાંથી નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો અને અંજુની આંખોમાં આંસુ આવ્યા. તે દોડી, તેના દીકરા લોકેશને બોલાવા કે બાળક આવી ગયું.

લોકેશ બહાર ઊભો ફોન પર વાત કરતો હતો એ સાંભળી એને ફોન જલદી પતાવી દીધો.

અંજુ અને લોકેશ ઓપરેશન થિયેટરની બહાર આવી ઊભા અને થોડીવારમાં એક નર્સ આવી અને અંજુનાં હાથમાં બાળક મુકતાં કહ્યુ કે લો બાબો આવ્યો છે અમને ખુશ કરજો. નોર્મલ ડિલીવરી થઈ છે થોડીવારમાં મધુને રૂમમાં લાવવામાં આવશે તમે તમારા રૂમમાં બેસો.

લોકેશને બાબો હાથમાં આપી અંજુ ભગવાનનો આભાર માનવા લાગી કે મારી ઈચ્છા પુરી થઈ.

મધુ ને રૂમમાં લાવવામાં આવી, બંને હેમખેમ છે એ જોઈને અંજુ ખૂબ જ ખુશ થઈ.

અને અતીતમાં ખોવાઈ ગઈ કે એના લગ્ન પિનાકીન સાથે થયા ત્યારે કેવાં સપનાં જોયેલા. લગ્ન પછી પાંચ વષેઁ સારા દિવસો હતાં અને પુરા પાંચ મહિના થયા હતા અને ગર્ભપાત થઈ ગયો અે ખુબ જ રડી. કેટલાય દિવસો સુધી એ સૂનમૂન થઇને રહી અને દુઃખી રહી.

અંજુથી નાનો ભાઈ રાહુલ હતો એના લગ્ન થયા એમા એ પોતાનું દુઃખ ભુલી ગઈ. રાહુલનાં લગ્ન પ્રાચી સાથે થયા, અંજુ અને પ્રાચી ને ખુબ જ મનમેળ હતો.

અંજુ અને પિનાકીને બીજુ બાળક થાય એ માટે દવા અને દુવા બધુ કર્યું પણ નિષ્ફળતા સિવાય કશું જ ના મળ્યું.

આમ કરતા સાત વર્ષ થયા હવે એ લોકો નિરાશ થઇ ગયા હતા. અને સમાજના લોકો એને વાંઝણી કહી બોલવતા હતા અને એ દુર્ભાગ્યપૂર્ણ સાંભળી લેતી.

એક દિવસ રાહુલનો ફોન આવ્યો કે મોટી બહેન તમે દવાખાને જલદીથી આવો તે અને પિનાકીન દવાખાને ગયા રાહુલ એ લોકોને પ્રાચી પાસે લઈ ગયો. પ્રાચી એ કહ્યું મોટી બહેન આ તમારો દિકરો લો અને ખુશ રહો. અંજુ અને પિનાકીને ઘણુ સમઝાવી પણ પ્રાચી એક જ વાત કરતી હતી આ તમને અર્પણ કર્યુ છે એ તમારૂ બાળક છે મારે એક દિકરો બસ છે આ તમારી અમાનત છે.

અંજુ અને પિનાકિન બાળક ને લઇ ને બીજા શહેરમાં રહેવા જતા રહ્યા અને આજે એ લોકેશ ને ત્યાં એક બાબો આવ્યો એ અંજુ માટે ખૂબ જ ખુશી ની વાત હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama