Manishaben Jadav

Tragedy

4.8  

Manishaben Jadav

Tragedy

અરમાનોની ચિતા

અરમાનોની ચિતા

2 mins
286


વિવેક અને અનુપમાના લગ્નનેને એકાદ વર્ષ થયું હતું. બંને એકબીજાને ખૂબ પસંદ કરતાં હતાં. તેઓ હનીમૂન પર ગુજરાતના જુદા-જુદા સ્થળોની મુલાકાત લીધી. ખૂબ આનંદિત હતા.

"ખુશીઓથી ભરેલી જિંદગી અમારી

જાણે ઈશ્વરની અનમોલ સોગાદ મળેલી."

વિવેક એક કંપનીમાં ક્લાર્કની નોકરી કરતો હતો. અનુપમા ગૃહિણી હતી. અનુપમા વિવેક માટે તેમને ભાવતું ભોજન બનાવે. વિવેકની પસંદ નાપસંદનો પુરતો ખ્યાલ રાખે.

અનુપમાને સારા દિવસો રહ્યા. બંને એક દિવસ રજાના સમયે બેઠા હતા. અને બાળકના સુંદર ભવિષ્ય માટે આયોજન કરી રહ્યા હતા. બાળકનું નામ અક્ષત રાખશું. તેના માટે એક મોટું ઘર, કાર બગીચો હિંચકો અને સ્વીમીગ પુલ.

"મારા લાલને હિંચકે ઝૂલાવશું,

ગીત મીઠા મધુરા ગાશું."

 આપણે બંને શાળાએ સાથે લેવા જઈશું અને મૂકવા જઈશું. તેમના ભણતર પાછળ કોઈ કમી બાકી ન રાખીએ. એની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરીશું. અનુપમાને સંગીતનો ખૂબ શોખ હતો. તે કહેતી કે હું મારા બાળકને સંગીતકાર બનાવીશ.

અનુપમા ને સાત મહિના પુરા થયા. શ્રીમતની વિધિ ધામધૂમથી પૂર્ણ કરી. તે પોતાના પિયર જતી હતી. અચાનક રસ્તામાં કાર બસ સાથે અથડાતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વિવેક ગભરાઈ ગયો. આ શું થયું ? જિંદગીએ અચાનક આ તે કેવી કરવટ બદલી ? બધી ખુશીઓ જાણે વિસરાય જતી લાગી.

અનુપમા સાથે જિંદગી જીવવાના રંગીન સપનાને આ કોની નજર લાગી ? હે ઈશ્વર એટલી બધી ખુશી તે આપી. એ શું એક ક્ષણમાં છીનવી લેવી તારે. એને તો તે બોલાવી લીધી. મારું શું ? મારી તો બધી ખુશી પળભરમાં છીનવાઈ ગઈ.

  વિવેક તેને બચાવવા ખૂબ મહેનત કરી. પણ જે નસીબમાં લખ્યું તે થઈને જ રહે. અનુપમાબેન અને તેમના પેટમાં રહેલું બાળક ઈશ્વરને વ્હાલા થઈ ગયા. 

વિવેક તેમની સળગતી ચિતા સામે પોતાના અરમાનોની ચિંતા સળગતી જોઈ ચોધાર આંસુડે રડ્યો. પોતાના તમામ સ્વપ્ન આ ચિતામાં બળીને ખાખ થઈ ગયા. અને એકલવાયું જીવન કેમ જીવવું તેની ચિંતામાં ખોવાઈ ગયો ?

"જીવનમાં કંઈ કેટલાય સ્વપ્ન 

સેવીને બેઠા હતા નિરાંતે

અચાનક આફત આવી મોટી

સ્વપ્ન ચકનાચૂર થઈ ગયા

જેની સાથે જિંદગીની ખુશી

એ જિંદગી જ ખાખ બની ગઈ.

કોને કહેવી મનડાની વાત

મનની વાત સાંભળનાર જ ચાલી ગઈ."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy