અર્ધમરેલા સંબંધો
અર્ધમરેલા સંબંધો
સંબંધ એટલે જોડાઈ રહેવું. પણ ફકત સાથે રહેવાથી કે જોડાઈ રહેવાથી સંબંધ નથી બંધાતો ! તેની સાથે સાથે પ્રેમ, માન, આદર અને એકબીજાની કેર કરવી પણ જરૂરી છે. દુનિયામાં એવાં ઘણાં દંપતિ છે જે જીવવા ખાતર કે દુનિયા શું કહેશે ? તેનાં માટે જ જોડાયેલ રહે છે. પણ જો લિમિટથી વધારે આપણાં ભાગે સહન કરવાનું આવે તો સાથે રહેવા કરતાં છૂટા પડી જવું બહેતર છે. આવાં વેન્ટિલેટરથી ચાલતાં સંબંધો કરતાં મુક્તિ શ્વાસ લેવો સારો !
કિયા અને કંથનના પ્રેમ લગ્ન હતાં. લગ્ન થતાં જ બસ કંથન તેનો બિઝનેસ અને ઘરે આવીને પણ સતત તે ફોનમાં બિઝી હોય. કિયા કંથનને ઘણી સમજાવતી પણ વ્યર્થ હતું. તો પણ કિયા લાગણીવશ જતું કરતી રહી. પણ હવે તો હદ થઈ. કંથનના બહાર ઘણી છોકરીઓ સાથે અફેરની વાત કિયાને જાણ થતાં બસ હવે બહુ થયું ! સમાધાન કરીને દુનિયાને દેખાડવા કરતાં મુક્તિનો શ્વાસ લેવો સારો. કિયાએ કંથનથી છૂટા પડવાનો નિર્ણય કર્યો. આ સાંભળી ઘણાં ને આંચકો લાગ્યો. કારણ કે તેઓ કિયા અને કંથનને બેસ્ટ કપલ માનતાં હતાં.
આમ, જયારે તમારા પાર્ટનર તરફથી સપોર્ટ, સન્માન કે પ્રેમ કંઈ ન મળે તો સહન કરવાં કરતાં અલગ થવું બહેતર છે. જે સંબંધ પીડા, યાતના આપતાં હોય તેનાથી છેડો ફાડીને અલગ થવું સારૂ. ડચકા ખાતા સંબંધોની મંઝિલ હોતી નથી.
