Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Bhavna Bhatt

Tragedy Drama


5.0  

Bhavna Bhatt

Tragedy Drama


અફસોસ ભાગ ૨

અફસોસ ભાગ ૨

3 mins 664 3 mins 664

મયંક કહે," હવે હું ઘર સંભાળીશ પણ અનવી કહે ના હમણાં નહીં હજુ વાર છે. " 


આમ કરતા મયંકની જ ઓફિસમાં કામ કરતી કાજલ સાથે પ્રેમ થતા એણે ઘરે મોટી બહેનને કહ્યું તો અનવી એ ભાઈની ખુશી માટે હા કહી અને બન્નેના લગ્ન કરાવી આપ્યા. 


લગ્નના બીજા જ દિવસથી મયંકમા ફેરફાર આવી ગયો હતો. હવે ત્રણ જણા કમાતા થયા. રોજ બરોજ અનવીને હડધૂત કરવામાં આવતી. મયંકના લગ્નને એક વર્ષ થયુ અને અનવી એ નોકરીમાંથી રાજીનામું આપ્યું.


અનવી પૂજા કરીને બહાર આવી.. એને આવેલી જોઈને રામુ કાકા ડાઈનિગ ટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા.


આ જોઈને અનવી ને જરા હસવું આવી ગયુ.. થોડીવારમા રામુ કાકા તેને બોલાવવા આવ્યા.. – ”ચાલ બેટા, નાસ્તો તૈયાર છે..”


હસીને અનવી એ કહ્યુ: ‘’અરે રામુ કાકા, તમે ભૂલી ગયા.." આજથી તો હું રિટાયર થઈ ગઈ છું, હવે મારે નાસ્તો કરીને ઓફીસે ભાગવાનું નથી.. હવે તો બસ આરામ જ આરામ છે. એક કામ કરો, આજે મારો નાસ્તો બહાર ગાર્ડનમાં જ મોકલાવી દો. હું આજે ત્યાં જ નાસ્તો કરીશ.’’ અનવી ગાર્ડનમાં આવી.


ગઈ કાલ સુધી પોતે પણ આ ફાસ્ટ જિદંગીનો જ એક ભાગ હતી...

આજે બસ પરમ શાંતિ છે..

માથા પર કોઇ ભાર નહીં.. 


અનવી પોતાનો ભૂતકાળ વાગોળી રહી.. પપ્પા મમ્મીના મૃત્યુ પછી જાણે તેમની જિદંગીની એક જ વ્યાખ્યા હતી. કામ.. કામ .. અને કામ.. અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેણે પોતાના ભાઈ ને એક કાબેલ ઈન્સાન બનાવ્યો.


ભાઈ મયંકને એકલે હાથે મોટો કર્યો.

તેને ભણાવ્યો અને પછી પરણાવ્યો... 

હમણાં ઘણા વખતથી અનવી ને થતુ હતુ કે હવે શાંતિપૂર્ણ જિંદગી જીવવી છે. 


આજે તેનો પહેલો દિવસ હતો. 

‘’બેટા, ચા ઠંડી થઈ ગઈ.. બીજી બનાવીને લાવું ?’’ પાછળથી રામુ કાકાનો અવાજ આવ્યો..


 ‘’ના ના ચાલશે’’ કહી અનવીએ ચાનો ઘુટંડો ભર્યો.. ‘’ગરમ ગરમ ચા તો બહુ પીધી. હવે જરા ઠંડી ચા નો આનંદ લેવા દો..’’


આમ ધીરે ધીરે નિવૃતિમય પ્રવૃતિમાં પ્રવૃત થઈ. સવારે ગાર્ડનમાં ચાલવા જાય. યોગ કરે. સાંજના તેને ગમતા લાફિંગ ક્લબમાં જાય. ગમતુ સંગીત સાંભળે. ઘર મોટું હતું એટલે તેના ઓરડામાં શાંતિથી પોતાનુ ગમતુ કામ કરી શકતી. કંઈ કેટલાય લેખકોની પુસ્તકો વાંચવાની તેની ઇચ્છા હતી.. તે પણ હવે પૂરી થતી હતી.. સોસાયટીની મહિલા કિટી પાર્ટીમાં જોડાઈ ગઈ. આમ સહ ઉમ્રની બહેનપણીનું એક ગ્રુપ બની ગયું હતું એટલે આનંદમાં દિવસો પસાર થતા હતા.. ક્યારેક મયંક સાથે બેસી એની નોકરી અને ભવિષ્યમાં શું પ્લાન છે ચર્ચા કરતી.


એકવાર બધી કિટી પાર્ટીની બહેનપણીઓ નક્કી કર્યું કે,

આપણે મહિલાઓ એકલી જ દિલ્હી, હરદ્વાર અને બદ્રિકેદાર પ્લેનમાં ફરવા જઈએ.

અનવીએ તરત હા ભણી.


બીજે દિવસે એણે મયંકને કહ્યુ: –‘’ભાઈ... આજે જરા ત્રીસ હજારનો ચેક આપતો જજે.. અમે કિટી પાર્ટીની મહિલાઓ નક્કી કર્યુ છે ફરવા જવાનું ..’’ 


‘’મોટી બહેન .. મયંક જરા અચકાયો, હમણા કાજલ માટે એક્ટિવા લીધું. એને ઓફિસ અને એની મમ્મીના ઘરે જવા સરળતા રહે એ માટે અને વીમો ઉતરાયો અમારા બન્નેનો તો હાલ એટલી રોકડ રકમ નથી..’’


‘’શું ત્રીસ હજાર રૂપિયા નથી?

અનવીને જરા નવાઈ લાગી.. 

હશે, એમ કહીને અનવીએ મન વાળ્યું. 

હમણા મેળ નહી હોય..

એણે બહેનપણીઓને પોતાની આવવા બાબત અસમર્થતા જણાવી..


બહેનપણીઓ તેના વગર જવા નહોતા માંગતી એટલે બધાય એ નક્કી કર્યું કે,

આવતા વર્ષે સાથે જશું.

હમણાંથી એ જાણીને જ બહાર વધુ રહેતી એટલે ઘરે આવતા મોડું થઈ જતું હતું.

અને એટલે જ ઘરમાં થતી વાતચીત‌થી તે અજાણ હતી.


વધુ આવતા અંકમાં વાંચો.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Tragedy