અફાટ રણ
અફાટ રણ


આશાના જન્મ પછી માનું મૃત્યુ થયું. આશા જેમ જેમ મોટી થતી ગઈ એમ મા ના પ્રેમ માટે તરસતી રહી. મા નો પ્રેમ ન મળતા એ ડિપ્રેશનમાં જતી રહી. એની બાવરી નજર બધામાં મા નો પ્રેમ શોધતી રહી.
એક દિવસ ભ્રમણામાં એને મા દેખાઈ અફાટ રણમાં બોલાવી રહી હતી " બેટા આવ "
અને આશા ખુલ્લા પગે દોડી મા ની આગોશમાં સમાવા. ઠોકર વાગતાં પડી ગઈ ને પહોંચી ગઈ ઝાંઝવાંની તરસ છીપાવવા....