Kaushik Dave

Romance

3  

Kaushik Dave

Romance

અપેક્ષા

અપેક્ષા

7 mins
823


     " એય, અપેક્ષા, શું વિચારે છે? કાલે આપણે છેલ્લું પેપર છે. હવે પછી શું કરવાનું છે? હવે આપણે ક્યારે અને ક્યાં મળીશું.હવે વેકેશન પડશે, તો. વેકેશનમાં ક્યાં જવાની છે?." આકાશ બોલ્યો.    


"બસ ,એજ કે હવે આપણે ક્યાં અને કેવી રીતે મળીશું?.કાલના પેપરની તૈયારી કરી લીધી છે.હવે પછી એમબીએ કરવાનો વિચાર છે. પણ તું આગળ અભ્યાસ કરવાનો છે? અને હા, વેકેશનમાં પપ્પા એ કેરાલા જવાનું બુકિંગ કરાવ્યું છે. તુ વેકેશનમાં ક્યાં જવાનો છે?.તારા વતન માં ? ઉમરેઠ."અપેક્ષા બોલી.


" ના,ના, ઉમરેઠ નથી જવાનો.પણ પપ્પા - મમ્મી ને છપૈયા સ્વામિનારાયણ મંદિર, અયોધ્યા જાત્રા એ લઈ જવા છે. મમ્મી કહે છે કે છપૈયા મંદિર સ્વર્ગ જેવું છે. તેમની ઈચ્છા એક વાર છપૈયા જવાની છે. અને અયોધ્યામાં તો ભગવાન શ્રી રામ સાક્ષાત છે. હનુમાન ગઢીમાં બિરાજમાન ભગવાન હનુમાન જી ને તો ભુલાય જ નહીં. પપ્પા કહેતા હતા કે તેઓ નાના હતા ત્યારે અયોધ્યા ની જાત્રા એ દાદા દાદી સાથે કરી હતી..મારા પપ્પાની આર્થિક સ્થિતિ સારી નથી તેથી હવે વધુ ભણી શકું તેમ નથી. કોઇ સારી જોબ કરી લઈશ. મારા એક સગાં બેંકમાં છે તેમની બેંકમાં બે મહિના માટે એક માણસની જરૂર છે અને તેમણે મને જરૂરી મદદ કરવા કહ્યું છે. મારે પપ્પા પર વધુ બોજો નાખવો નથી."     આકાશ અને અપેક્ષા ભરુચની.  એમકે કોલજ ઓફ કોમર્સમાં છેલ્લા વર્ષમાં સાથે સાથે અભ્યાસ કરતા હતા. આકાશ જોષી કોલેજનો ટોપર વિદ્યાર્થી છે તેથી કોલેજના પ્રિન્સીપાલ તેને સારા અભ્યાસ માટે તમામ મદદ કરતા હોય છે. તેના પિતા અને માતા સાથે ભરુચમાં લલ્લુભાઈના ચકલા વિસ્તારમાં રહે છે. તેના પિતા ઉમરેઠ ના બ્રાહ્મણ હોય છે અને કેટલાય વર્ષોથી ભરુચ માં રહેતા હોય છે.બભરૂચ માં આકાશ ના ઘણા સગાં રહેતા હોય છે. પિતા કર્મકાંડી બ્રાહ્મણ હોય છે તેમના સગા સંબંધીઓના સારા નરશા કામ માટે કર્મકાડ કરતા હોય છે તેમજ મંદિરમાં કથા વાર્તા પણ કરતા હોય છે અને આમ તેમનું ઘર ચાલતું હોય છે.જેથી આકાશ છુટક નોકરી કરે અને સવારે ન્યુઝ પેપર નાખવા જતો હોય છે.


અપેક્ષા ભરુચ પાસે ના ગામની વતની,તેના પપ્પા અને મમ્મી સાથે હાઈવે પાસેની સોસાયટી માં રહેતી હોય છે. તેના પપ્પાની નાની ફેક્ટરી અંકલેશ્વર માં હોય છે. અપેક્ષા અને આકાશ છેલ્લા બે વર્ષથી સાથે અભ્યાસ કરતા હોય છે શરુઆત માં શરુ થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમે છે. 


   કોલેજ ના ફાઈનલ ની પરીક્ષા પતી ગઈ. આકાશ અને અપેક્ષા એ વેકેશન પછી ફરીથી મલવાનુ નક્કી કર્યું. આકાશે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન માં તત્કાલ માં ત્રણ સ્લીપર સીટ નું બુકીગ કરાવી દીધું. આકાશ પોતાના પપ્પા મમ્મી ને લઈ ને અયોધ્યા જવા નીકળ્યો. લખનૌ બારાબંકી ગયા પછી ફૈઝાબાદ આવવાની વાર હતી. ટ્રેનની ગતિ વધુ હતી અને અચાનક એક ધડાકા સાથે ચાલુ ટ્રેનના પાંચ થી છ ડબ્બા ઉંધા પડ્યા. ટ્રેનને મોટો અકસ્માત થયો. ચાર ડબ્બા કચડાઇ ગયા. આકાશ ને ઘણું વાગ્યું હતું અને બેભાન થઈ ગયો.રેલ્વે સત્તા વાળાઓએ યુદ્ધના ધોરણે બચાવવાનું કામ શરૂ કર્યું. ટીવી ચેનલોમાં આ અકસ્માતના સમાચાર આવ્યા. પચાસ જેટલા મરણ પામ્યા જેમાં આકાશ ના પપ્પાનું નામ હતું.અને ગંભીર ઘાયલ માં આકાશના મમ્મી નું નામ હતું. આ સમાચાર વહેલી સવારે અપેક્ષા એ જોયા. રેલ્વે ઈન્કવાયરી માં તપાસ કરતાં આકાશ ના કોઈ સમાચાર નહોતા. અપેક્ષા એ તેના પપ્પા ને આકાશ સાથેના પ્રેમની વાત કરી અને કહ્યું," પપ્પા હું આકાશ વગર જીવી શકું એમ નથી. જો આકાશ ને કંઈક થયું તો હું આ દુનિયા છોડી ને જતી રહીશ" આમ બોલી ને અપેક્ષા ચોધાર આંસુડે રડી. અપેક્ષાના પપ્પાનું હ્રદય પીગળી ગયું અને તેને ધીરજ રાખવા જણાવ્યું.સાથે પોતે ફૈઝાબાદ આવશે તેમ કહ્યું. અને તેના પપ્પા સાથે ફૈઝાબાદ તપાસ કરવા જવા નીકળ્યા. 


       ઘાયલ પેસેન્જરોની સારવાર ફૈઝાબાદની હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી. ઘણા પેસેનજરો ઘાયલ થયા હતા .તેમા આકાશ પણ હતો.આકાશ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો તે વખતે એક પુરુષ નર્શે આકાશ ને જોયો ને તે બોલી ઉઠ્યો "યે તો હમારે ગાંવ લખમીપુર કા લલન હૈ જો તીન સાલ પહલે ગાંવ છોડકર ચલા ગયા થા. મૈ અભી લાલી ભાભી કો મેસેજ ભેજ દેતા હું".આ અકસ્માત પછી આકાશની યાદદાસ્ત જતી રહે છે અને પોતાની ઓળખ આપી શકતો નથી. મેસેજ મલતા લખમીપુરની લાલી હોસ્પિટલ સત્તા વાળા ને ઓળખ આપી આકાશને લઈ જાય છે. આકાશની યાદદાસ્ત જતી રહેલી હોવાથી તે આનાકાની કર્યા વગર લાલી સાથે લખમીપુર જવા તૈયાર થયો હતો.   


અપેક્ષા અને તેના પપ્પા ફૈઝાબાદ આવ્યા.અને એક્સીડન્ટ માં ઘવાયેલા પેસેનજરોની તપાસ કરતાં આકાશની મમ્મીને હોસ્પિટલમાં મળે છે અને આકાશ વિશે પુછે છે. પણ આકાશ વિશે કોઈ સમાચાર મળતાં નથી. તેથી અપેક્ષા નિરાશ થઈ જાય છે. તેના આંખમાંથી આંસુ નિકળે છે. તેથી અપેક્ષાના પપ્પા અપેક્ષા ને ધીરજ રાખવા કહે છે. પોતે આકાશનો પત્તો મેળવશે જ.અપેક્ષા અને તેના પપ્પા હોસ્પિટલમાં ડોક્ટરો,વોડૅબોય અને નર્સ ને મલે છે.આકાશ ની કોઈ માહિતી ન મલતા તેના ફોટા હોસ્પિટલ માં બતાવે છે ત્યારે પેલા પુરુષ નર્સ બતાવે છે કે એ અમારા ગામ નો લલ્લન છે અને લાલી તેને લખમી પુર લઈ ગઈ છે.તે ગુજરાતી બોલતો હતો પણ તેની યાદદાસ્ત જતી રહી છે.આ સાંભળીને અપેક્ષા તેના પિતા જી ને અને આકાશ ની માતાજી ને લઈ ને લખમી પુર જાય છે.                      


લાલી ના ઘરે જાય છે ત્યાં આકાશ ને જુએ છે.અપેક્ષા ની આંખો માં હર્ષ ના આંસુ આવી જાય છે.લાલી ને મલે છે.આકાશ કોઈ ને ઓળખી શકતો નથી.      

 લાલી બોલે છે," મેડમ જી ,યે હમરે ભંવરી કે બાબુજી હૈ.જો તીન સાલ પહલે હમેં છોડ કર ચલે ગયે થે."આ સાંભળી ને અપેક્ષા નું મોઢું પડી જાય છે પરંતુ તેની આશા જીવંત હોય છે અને કહે છે," પણ આ ભરુચ નો આકાશ છે અને યાદદાસ્ત ભુલી ગયો છે આ સાથે તેના માતાજી છે. અમને આકાશને લઈ જવા દો તેને સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવીશું." આ સાંભળી ને લાલી ગુસ્સે થઈ અને બોલી," ઐસે કૈસે જાને દે.સારા ગાંવ જાનતા હૈ યે લલ્લન હૈ."          અપેક્ષા," તો આ આકાશ ગુજરાતી કેમ બોલે છે?. લલ્લન ને કોઈ વ્યસન હતું." લાલી," હાં તંબાકુ બહુત ખાતા થાય ઔર કભી કભી થર્રા ભી પી લેતા થા. હા જબ સે આયા હૈ ના થર્રા પીતા હૈ ના હી તંબાકુ ખાતાં હૈ"       


 હવે અપેક્ષા બોલી," તો તો આ જ આકાશ છે અને તે બ્રાહ્મણ છે.તેણે જનોઈ પણ ધારણ કરી છે. તેને કોઈ વ્યસન નથી તંબાકુ પણ ખાતો નથી.   હાં તો, લલ્લન ક્યું ઔર કબ ગાંવ છોડકર ચલા ગયા?" લાલી," લલ્લન હમારે ગાંવ મેં દૌડને મેં ટોપ આતા થા ઔર ઉસે નૌટંકી દેખને કા શૌક થા. એક દિન ગાંવ મેં નૌટંકી આઈ થી.રાજા હરિશ્ચંદ્ર, રાજા ભતૃહરિ,બાબા ગોરખનાથ કે નાટક થે.નૌટંકી કે જાને કે બાદ લલ્લન ખોયા ખોયા સા રહતા થા.ઔર ભંવરી કે પૈદા હોને કે એક મહિને કે બાદ ગાંવ છોડકર ચલા ગયા ઔર આજ તીન સાલ બાદ વાપસ આયા".                    


ઘણી રકજક કરવા છતાં લાલી માની નહીં અને ગામ ના લોકો એ લાલીની તરફેણ કરીને અપેક્ષા ને ગામ છોડી ને જવાનું કહ્યું.અપેક્ષા તેના પપ્પા ની સાથે આકાશ ના મમ્મી ને લઈ ને ભરુચ આવી.            


આકાશ અને અપેક્ષાનું કોલેજનું રીઝલ્ટ આવી ગયું બંને ફસ્ટ ક્લાસ આવ્યા.પણ હવે અપેક્ષા નું મન આગળ ભણવામાં લાગ્યું નહીં.અને એકાંત માં ગમગીન બની ને બેસી રહેતી. અપેક્ષાના પપ્પા એ તેને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ અપેક્ષા આકાશ વગર રહી શકે તેમ નહોતી.અપેક્ષા ના પપ્પા અપેક્ષાની મુંજવણ દૂર કરવા અને મન ને શાંત રાખવા માટે એક દિવસ નારેશ્વર નર્મદા નદી ના કિનાર તેમના ગુરુ આશ્રમ માં રહેતા હતા ત્યાં લઈ ગયા.          


ગુરુજી એ આશિષ આપી સમજાવ્યા પણ અપેક્ષા નું મન માનતું નહોતું.અને નર્મદા ના કિનારે બેસી ને આકાશની વાતોને યાદ કરતી હતી.         તે જ વખતે ...અલખ નિરંજન...અલખ નિરંજન....બોલતા એક સાધુ બાવા ને નદી કિનારે બેસેલા જોયા. કુતુહલવશ અપેક્ષા એ સાધુ બાવા સામે જોયું તો તેને કાંઈ ક પરિચિત હોય તેવું લાગ્યું..... અરે....આતો આકાશ.....જેવા જ દેખાય છે! હવે અપેક્ષા ને સમજાયું કે આ જ કદાચ લલ્લન હોઈ શકે. એટલે તેણે બુમ પાડી.." લાલી.....ભંવરી...." આ સાંભળી ને સાધુ બાવા ચોંક્યા ને અપેક્ષા સામે આશ્ચયૅથી જોયું.     હવે અપેક્ષા બોલી," નન્હી પરી ,ભંવરી પરી,       યાદ કરતી પાપા કો,રોતી રોતી લાલી સે પુછતી,લાલી બોલતી ,આ જાયેંગે પાપા તેરે,ખિલૌને લાયેગે "             


આ સાંભળી ને સાધુ બાવા રડી પડ્યા અને અપેક્ષા પાસે આવી ને ભંવરી અને લાલી વિશે પુછ્યું.અપેક્ષા એ સઘળી વાત આકાશની કહી ને વિનંતી કરી કે મારા આકાશને લઈ આવો અને એક સારું કર્મ પણ તમારા કુટુંબ ને હર્ષોલ્લાસ માં લાવશે. આ સાંભળીને તે સાધુ બાવા એ પોતાની લલ્લન તરીકેની ઓળખ આપી. તેઓ લખમી પુર લાલી પાસે જવા તૈયાર થયા અને પાછા સંસારમાં આવવાની તૈયારી બતાવી. અપેક્ષા તેના પિતાજી અને લલ્લન ફૈઝાબાદ લખમી પુર જવા નિકળ્યા. લખમીપુર જઈને લલ્લને લાલીને જૂની વાતો યાદ કરાવી ને પોતે જ લલ્લન છે એમ જણાવ્યું. લાલી અને ગામ લોકો સાચા લલ્લનને ઓળખી લીધો. અપેક્ષા આકાશને લઈ ને ભરુચ આવી. આકાશની બરોડામાં સારા ડોક્ટર પાસે સારવાર લીધી. ત્રણ મહીનામાં આકાશ સાજો થઈ ગયો અને યાદદાસ્ત પણ આવી ગઈ.

અપેક્ષા," આકાશ હવે તને સારું છે ને?"

" હા, હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું"

" તો આકાશ હવે આપણે લગ્ન કરી લઈએ. તારા વગર હું રહી શકું તેમ નથી. આ પ્રસંગો થી સાચો પ્રેમ શું છે તે ખબર પડી." એક મહિના માં આકાશ અને અપેક્ષા ના લગ્ન થઈ ગયાં.             


એક વર્ષ પછી આકાશ અને અપેક્ષા આકાશ ની મમ્મી ને લઈ ને છપૈયા, અયોધ્યા જાત્રા એ ગયા. દર્શન કર્યા પછી અપેક્ષા આકાશને લઈ ને લખમી પુર આભાર પ્રગટ કરવા આવી....." આવો મેડમ. હવે આકાશ ને કેવું છે? લલ્લન બોલ્યો." અમે લગ્ન કરી લીધા છે હવે આકાશ ને સરસ છે.અને ભંવરી ને લાલી ક્યાં?" અપેક્ષા બોલી." લાલી ઈધર આ,દેખો તો કૌન આયા હૈ? " આ સાંભળી ને લાલી દોડતી આવી સાથે કાખ માં નાનકડું બાળક હતું.બોલી" મેડમ જી આઈ હૈ.!!" હમારે બેટે કો આશિર્વાદ દો ઈસકા નામ " આકાશ" રખા હૈ".          


Rate this content
Log in

Similar gujarati story from Romance