અન્ટીલ વી મીટ અગેઈન !
અન્ટીલ વી મીટ અગેઈન !
"કેટલી માવજતથી તમારા દાદાજી એ આ ફૂલો વાવ્યાં છેને તમે જોવા પણ નવરાં નથી ?" નકામો છણકો કરતી મીઠ્ઠી મામીએ જરાક અણગમા સાથે જોયું ન જોયુંને અવની ટપકી..આ,હા,હા હા....ફૂલોની મજા તો પતંગિયાને ભમરાં લઈ રહ્યા છે....ભાગો ..કહું છું ભાગો...તમારા માટે નહીં આ તો મારા માટે ફૂલો છે. ઉંચા-નીચા હાથ ઉલાળતી પતંગિયાને ભમરાં ઉડાડતી અવનીને મામી જોઈ હસીપડ્યા. ને અવની તેમને વળગીને હસવા લાગી. કમરેથી ખસેડતા બોલી પડ્યા કે તમારા મામા આવે તે પહેલા લેસન કરી લેજો પછીઆપણે બધા ફરવા જાશું સાંજે. અવની ખુશ થઈ ગઈ. એના લાંબાવાળના બંને ચોટલા સુંદર રીતે ધોઈને વાળેલા પણ નાની-મોટી લટોસાથે પવન અડપલા કરતો ભાગ્યો.
આ બાજુ એક રંગીન પતંગિયુ આવીને ખભે બેસી ગયું ! અવની ગભરાઈને જરા ગુસ્સા ભરી નજરે જોવા લાગી. તે બધુ જોવા સોસાયટીના બધા છોકરાઓ ભેગા થઈ ગયેલા.અરે મેં જ શાં માટે બોલાવી. ચાલો અંદર નહીંતો મેળો ભરાતો જ રહેશે ! અવની કાંઈ સમજે તે પહેલાં જ અંદર ભાગી ગયેલી. "મામી તમારા હાથની ઢોકળાં ને ચટણીનો પ્રોગ્રામ છે આજે "? "હા, તમને ભાવે છેને તેથી." "હા, લાવો હું લસણ ફોલી આપુંને પછી ગીતો સાંભળતા સાંભળતા આજે અનાજ પણ વીંણાઈ જશે. સમરનો મહિમા આ જ હતો. અવની માટે તો તેના મામા-મામીનું ઘર એ જ વેકેશન ! બધા ક્યારેક બગીચે જાય ક્યારેક દરિયાકિનારે, ક્યારેક મંદિરે તો ક્યારે સારું પિક્ચર જોવા જાય. સમયસર થોડું શોપિંગ પણ થઈ જાય. ભાણીને લીલા-લહેર થઈ જાય. શહેરની મધ્યમાં એક મોટો રંગીન ફૂવારો પણ થયેલો તે જોવા ઘોડાગાડી (બગી)માં બેસીને જવાનું વળતા આઈસ્ક્રીમ ખાવાનો. "તમને ચોકબાર ખાવો છે ને ?" "હા", "ને આપણો એક કાજુદ્રાક્ષને એક કસાટા ઓર્ડર કરજો" કહેતા મામી બોલ્યા. મામા સાથે બધે ફરવાની મજા !
દસ વર્ષે દીકરી અનુને લઈને અવની આવી ત્યારે મામીને ત્યાં ત્રણ બાળકો આવી ગયેલા. થોડી સફેદી પણ માથે આવી ગયેલી ને મામાથા કેલા લાગતા હતા. અચંબાની વાત એ હતી કે સામેથી આશુતોષને જતા જોયો પણ ટ્રાફિક ખૂબ હતો. ન તો બૂમ પાડી શકી ન તોરોડ ક્રોસ કરી શકી. બે મિનિટમાં તો દેખાતો ગૂમ ! ખૂબ વાંચવાના શોખીન અને કસરત કરવાને કરાવામાં એક્કા એવા મામા આજે શીખંડ લઈને આવ્યા. અવની જરાં થંભી ગઈ. મામી એ ભાખરી-શાક બનાવ્યા. અવની ઝંખવાઈ ગઈ પણ બધાએ ચૂપચાપ સાથે જમી લીધું. આંબા ડાળે . હજુ ઉંચે હજુ ઉંચે કરતા હિંચકા ખાધેલા. બકરી પકડીને દોહવા બેસી તોફાન કરતા મામાને જોઈ રહી. નેહા, પેલા ભીંત ભડાકા ફોડતા મામા નજરે તરવર્યા. ને આજના સીરીયસ, થાકેલા, ગંભીર મામા. જમાનો બદલાય, માનવી બદલાય, ઉંમરવધે -થાક વધે, હા, આમ જ બુઠ્ઠા થઈ જવાતું હશે. ચાલો રજા લંઉ છું કહી અવની અનુને લઈને ચાલી. મામી એ સાડીને પૈસા હાથમાં દીધા. સંકોચતાથી અવની એ લીધા કેમ કે તેમને નારાજ ન્હોતા કરવા. અનુ પણ આજે જુદી જુદી લાગી. રમકડાં લઈ દેવા કહેલું ને ન મળવાથી નારાજ તો હતી જ પણ છણકો કરતા બોલી "નો બડી લવ્ઝ મી" ને કારની બહાર જોતી બેસી રહી આખા રસ્તે કંઈ જ નબોલી.
બધા બદલાઈ રહ્યા છેને હું અવની હજુ ત્યાંની ત્યાં જ ? રાત્રે નિંદર ન આવી, સવારે કામમાં મન ના લાગ્યુંને વોક કરવાનું કહીનીક્ળી પડી. કેટલું બધું ચાલી ગઈ યાદ ના રહ્યું ! અચાનક એક ગાડી એક્દમ નજીકથી પસારથી હોર્ન વાગ્યુંને તે પડી ગઈ. વિચારમાળા તૂટી પડી. તંદ્રાવસ્થામાં ઉભી થઈ ન થઈને જોયું તો કારમાં બેઠેલાને સખત વાગેલુંને ડ્રાઈવર ઉંઘમાં હતો તે બેબાકળો જાગ્યો હતો. "અરે ! પણ બે પાળી કરવાની શી જરૂર..શરીર છે ?બીજાને મારી નાંખીશ ત્યારે જંપીશ ?" પોલિસ ને એમ્યુલંસવાન આવી ત્યાં સુધીમાં તો કેટકેટલું કહી ગઈ. ગભરાયેલો ડ્રાઈવર પેટ પર મારતા મારતા રડી રહેલો ! અંદર બેઠેલા ઇન્જર્ડ થયેલ વ્યક્તિ પર ફરી નજર ફરી પડીને અવની આભી થઈ ગઈ. મામાની સોસાયટીમાં સૌથી વધુ હેરાન કરતો તોફાની, ઇશ્કી, એ જ આશુતોષ ઘાયલ હતો. અવની રડી પડી. જ્લ્દી હોસ્પિટલ લઈ જવામા આવ્યો. પોલિસ કેસ-આઈવિટનેસ-હોસ્પિટલને કીડી વેગે જાતા દિવસોમાં અવની રડી રડીને અડધી થઈ ગયેલી. ફેસબુક પર પ્રે કરવા વિનંતી પણ કરેલી. ઘણા બધા મિત્રોએ યાચનાનો પ્રત્યુત્તર પણ લખેલો. અનુ કંઈ ન સમજી કે મમ્મીને શું થયું છે.
આ બાજુ અવનીના લગ્ન તો અવિનાશ સાથે થયેલા. હવે કીધા વગર તો છૂટકોજ નથી.આખરે તે એક શ્વાસમાં બધું કહી ગઈને ધ્રુસકેને ધ્રુસકે રડી પડી. અવિનાશે શાંતિથી કહ્યું એમાં શું છે ? આપણ જઈએ તેની મદદ કરીએ.અવની મનોમન વંદન કરી રહી. બધા સાથે ગયા.આશુતોશ દવાના ઘેનમાં સૂતેલો હતો. માથે, હાથેને પગે પાટાબાંધેલા. અવનીનું રડવાનું ચાલુ રહયું. અવિનાશે માથે હાથ ફેરવ્યોને કહ્યુ. "સારું થઈ જશે જ !"
આજ અવની ભૂતકાળમાં ગરકાવ હતી. પર્સનાલીટી સ્ક્વીઝીઝ રાઈટર હતી. ઉપર નીચે નજર પડતાંજ વ્યક્તિ વિષે જાણી લેતી. કોઈકે હતું યુ આર સાઈકીક. તે હસી નાંખતી. ડાયરીના પાના સ્પષ્ટ દેખાતા હતા. "આઇ એમ ક્રેઝી અબાઉટ યુ"..."તારાથી જેટલી દૂરરહેવા માંગુ છું તેટલો જ તું મારામાં ભળતો ગયો છે. લાગે છે ક્યારેક ચાસણીની જેમ પીગળી રહ્યો છે" પહેલા પહેલા તો બહુચિડાતી. પણ આશુતોશ ભૂખ હડતાલ પર ઉતરી આવ્યો ત્યારે નમતું જોખાઈ જ ગયું ! આટલો બધો પ્રેમ તે કોઈ કરતું હશે ? સાથે બેસીને કરેલું લેસન, રમતગમત, સંતાકૂકડીને મોરના પગલાં રમતા કેટલી વાર શીખવ્યું તો પણ તેને તો ના જ આવડ્યું "બુધ્ધુ" કહીને તે ચિડવતી. પણ બધું થોડું બધાને આવડે ! એનો અવાજ અફલાતુન હતો, તેની ઉચ્ચ ભાષા પણ મોહક હતી. કવિતા ગાઇ સંભળાવે તો ઉભા ઉભા રડી પડાય. દર્દ ગળામાંથી અવાજ થઈ હૈયેથી ટપકતું !
હાઈસ્કૂલ પતવા આવેલી દર સમયમાં મળતા હવે જુદી જુદી કૉલેજમાં જશે જુદા જુદા. મામાની પણ બદલી થઈ ગયેલી. ભણીગણીને બંને જુદા જુદા પરણી પણ ગયા. એકબીજાને મળ્યા વગર. છૂટા પડી ગયાને આજ અચાનક મળી ગયેલા !કંઇ રીતે મદદ કરવીને કંઈ રીતે અવિનાશને સમજાવાશે. તે વિચારી રહી. દવાને સારવાર માટે અવિનાશે સામેથી ખૂબ ધ્યાન રાખ્યું એક માણસાઈના નાતેને તે પણ કંઈ જ અપેક્ષા વિના !
એક વાર બંને એ વકતૄત્વસ્પર્ધામાં ભાગલીધેલો. બંનેની સ્કૂલ જુદી જુદીને વિષય પણ જુદા જુદા. બંનેની તૈયારી જોરદાર ચાલતી હતી. પહેલા કવિસંમેલન હતું જેમાં શ્રી.આદિલમન્સુરી, શ્રી. ઉમાશંકર જોશી, શ્રી. બકુલ ત્રિપાઠી, શ્રી. ફાધર વાલેસ તેમજ શ્રી ભૂપતભાઈ વડોદરિયા પ્રસ્તુત હતા. ને પછી આ સ્પર્ધામાં"મા" વિષે બોલવાનું હતું. 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' 'જનની જન્મભુમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ'...મોટું મોટું કડકડાટ બોલતી હતીત્યારે આશુતોશ બોલેલો. હે પ્રભુ મારો શું ગુન્હો કે મારા જન્મ સમયે મારી મમ્મીને તે લઈ લીધી ? એક વાર તો પૂંછ કે હું રડું તો માની મમતા ભર્યો પાલવ ક્યાં ગોતું ? અવનીએ તેના માથે હાથ ફેરવ્યો. વાસ્તવિકતા ભૂલાઈ ગયેલી. અવિનાશ બારણેથી દાખલથયો. નાની અનુ જોઈ રહી. આશુતોશે આંખો ખોલી. અવિનાશે નર્સને બોલાવી. તાબડતોબ ડોકટર પણ દોડી આવ્યા. અતીતનોપડદો ખુલ્યો ના ખુલ્યો બંને સજળ એક્બીજાને તાકી રહ્યા !
અવિનાશે ફ્રુટ ટેબલ પર મૂક્યુંને બોલ્યો. ફીલ બેટર વિશ યુ સ્પીડીરીકવરી, યુ વીલ બી ફાઈન સુન.અનુને લઈને દરવાજે આવી પાછા ફરતાં અવની સામે જોઈ બોલ્યો. "શુડ આઈ વેઈટ ફોર યુ ?" "યસ યસ શ્યોર ગીવ મી જ્સ્ટ ફાઈવ મીનીટ્સ."બંને ગયા અવની બોલી પડી. "આઈ મીસ યુ. આમ અચાનક ? ને તે પણ આવી રીતે ? યુ વીલ સ્ટે ઇન ટચ વીથ અસ રાઈટ ? ધીસ ઇઝ માય ફોન નંબર પ્લીઝ ફીલ બેટર.." ઘણું પૂછવાનું બાકી છે. પણ આઈ હેવ ટુગો. આઈ વીલ સી યુ સુન બાય !" બધી ડીટેઈલની જાણ થતાં એજ્યુકેટેડ અવિનાશે કહ્યું 'આપણે સાથે જરૂર જઈશું !' આશુતોશને ખબર હતી કે પોતે અવનીના જીવનમાં આવશે તો પ્રોબ્લેમ થશે. તેથી એ લોકો ફરી મળવા આવે તે પેહલા બીજા રૂમમાં શીફ્ટ થઈ ગયો ! 'બલિદાન પ્રેમનું નામ પણ આમ તે કંઈ કરાય ? ઠપકો આપતી અવની એ પૂછતાછ કરીને રૂમ ગોતી નાંખ્યો. આઇવોન્ટ ટેઈકનો ફોર આન્સર. લેટ મી ડુ ધીસ પ્લીઝ કહી એનો હાથ પકડીને બાજુની ચેરમાં બેસી ગઈ.આટલો તો મારો હક બને જ છે હોં !'

આજે વર્ષો બાદ અનુનો રૂડો અવસર આંગણે આવ્યો છે અને આનંદની વાત છે કે અવનીને અવિનાશ આશુતોશની આતુરતાથી રાહજોઈ રહ્યા છે. ઘણા વર્ષે પાછા ભેગા થવાના. બિછડકે બિછડકે ફિર ફિર મિલના. યે લમ્હાં આજ જાને ન દેના ! એજ દાદાજીના ફૂલોથી આખુ ઘર મહેંકતું હતું. વચ્ચે એક સુંદર મજાની ફૂલોની રંગોળી કરેલી. ઘર દ્વારે બે મદનિયા-વૄક્ષમાં આકાર બનાવેલા તે ફૂલની માળા લઈને રાખેલા. સુસ્વાગતમને શુભમ ભવતુમા માંડવે શ્રી ગણેશજી બિરાજેલા. ધીમી ધીમી શરણાઈવાગી રહી હતી. આખુ ઘર બહારથી રોશની થીઝળહળતું હતું. અવનીને અવિનાશની નજર બારણે થંભી ગઈ. ગુલાબી ફેંટો, લટકતો ખેસ, જાજરમાન શેરવાની ઉપર ગુલાબનું ફૂલ ને બાજુમાં તેની બંને દીકરીઓ બાંધણીના ચણિયા-ચોળી પેહરેલ પ્રવેશ્યા. એક જુવો ને બીજી ભૂલો. બંને ખૂબ રૂપાળી, ગુણીયલને ભણેલી. હજુ આજેજ જાણ થઈ કે જોડકી દિકરીઓને જન્મ આપી તેની પત્ની પણ તેને મૂકીને ચાલી ગયેલી. અનાયાસે બંને દીકરીઓના માથે હાથ ફેરવાઈ જ ગયો...અવની ના આંખો ભીની હતી..!અવિનાશે ખભે હાથમૂક્યો...અવનીને બંને ખૂબ સુંદર લાગતા હતા. બંને એ હરખથી આવકાર્યા. અંદર બોલાવ્યા.
અનુ બેટીના લગ્ન છે.પતંગિયાને ફૂંટેપાંખો તેમ દિવસો ગયા ઉડી..બે મીનીટ પોતાના શૈશવમાં તાકી રહ્યા પછી હસી પડ્યા...ભગવાને ફરી ફરીમળવાનો મોકો પણ આપ્યો..!! દૂર દૂર રેહવા છંતા કેટલા પાસ પાસ જ રહ્યા...અવિનાશે જૂના ગીત ની ફર્માઈશ કરી અને આશુતોશે મુક્તમને શ્રી. મૂકેશજી નું ગીતસંભળાવ્યુ...તાલીઓ
ના ગડગડાટ ..પછી ત્રણેય દિકરીઓએ બધાને મોટી સરપ્રાઈઝ એક ડાન્સ કરીને આપી...જૂના પિકચર નું ગીત.."દુનિયા હૈં મેરેપીછે...લેકિન મૈં તેરે પીછે..અપના બનાલે મેરી જાન"તે ગીત હતું બધાને ખૂબ જ પસંદ પડ્યો...માહોલ માં ચોતરફ હાસ્ય ની છોળો ઉછળીરહી ...ફંકશન ખુબ સફળ ગયુ...'અન્ટીલ વી મીટ અગેઈન" કહેતા બધા છૂટા પડ્યા પાછા ભેગા થવા માટે...!!
---રેખા શુક્લ
યે લમ્હાં આજ જાને ન દેના ! એજ દાદાજીના ફૂલોથી આખુ ઘર મહેંકતું હતું. વચ્ચે એક સુંદર મજાની ફૂલોની રંગોળી કરેલી. ઘર દ્વારે બે મદનિયા-વૄક્ષમાં આકાર બનાવેલા તે ફૂલની માળા લઈને રાખેલા. સુસ્વાગતમને શુભમ ભવતુમા માંડવે શ્રી ગણેશજી બિરાજેલા. ધીમી ધીમી શરણાઈવાગી રહી હતી. આખુ ઘર બહારથી રોશની થીઝળહળતું હતું. અવનીને અવિનાશની નજર બારણે થંભી ગઈ. ગુલાબી ફેંટો, લટકતો ખેસ, જાજરમાન શેરવાની ઉપર ગુલાબનું ફૂલ ને બાજુમાં તેની બંને દીકરીઓ બાંધણીના ચણિયા-ચોળી પેહરેલ પ્રવેશ્યા. એક જુવો ને બીજી ભૂલો. બંને ખૂબ રૂપાળી, ગુણીયલને ભણેલી. હજુ આજેજ જાણ થઈ કે જોડકી દિકરીઓને જન્મ આપી તેની પત્ની પણ તેને મૂકીને ચાલી ગયેલી. અનાયાસે બંને દીકરીઓના માથે હાથ ફેરવાઈ જ ગયો...અવની ના આંખો ભીની હતી..!અવિનાશે ખભે હાથમૂક્યો...અવનીને બંને ખૂબ સુંદર લાગતા હતા. બંને એ હરખથી આવકાર્યા. અંદર બોલાવ્યા.
અનુ બેટીના લગ્ન છે. પતંગિયાને ફૂંટેપાંખો તેમ દિવસો ગયા ઉડી. બે મીનીટ પોતાના શૈશવમાં તાકી રહ્યા પછી હસી પડ્યા. ભગવાને ફરી ફરીમળવાનો મોકો પણ આપ્યો ! દૂર દૂર રેહવા છંતા કેટલા પાસ પાસ જ રહ્યા. અવિનાશે જૂના ગીતની ફર્માઈશ કરી અને આશુતોશે મુક્તમને શ્રી મૂકેશજીનું તસંભળાવ્યુ. તાલીઓના ગડગડાટ પછી ત્રણેય દિકરીઓએ બધાને મોટી સરપ્રાઈઝ એક ડાન્સ કરીને આપી. જૂના પિકચરનું ગીત. "દુનિયા હૈં મેરેપીછે લેકિન મૈં તેરે પીછે..અપના બનાલે મેરી જાન"તે ગીત હતું બધાને ખૂબ જ પસંદ પડ્યો. માહોલમાં ચોતરફ હાસ્યની છોળો ઉછળીરહી. ફંકશન ખુબ સફળ ગયુ. 'અન્ટીલ વી મીટ અગેઈન" કહેતા બધા છૂટા પડ્યા પાછા ભેગા થવા માટે !