અનિરૂધસિંહજી ઝાલા

Abstract Inspirational

3  

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Inspirational

અંતરાત્માનો અવાજ

અંતરાત્માનો અવાજ

1 min
221


વીણાબેન સજીને નીકળ્યા. મનમાં તરંગો ઉઠતાં આજના સોશ્યલ ફંકશનમાં ભાષણના. બહાર ઓસરીમાં બેઠેલ અશક્ત સાસુએ પીવા પાણી માંગ્યું.

" અરે સાસુમા તમે પણ કેવા છો ?" વીણાબેને ચીડાઈને કહ્યું.. "સારા કામમાં જતી હોય ત્યારે કામ બતાવી અપશુકન ન કરો."

સાસુ ડઘાઈને ચૂપ....!

પછી ફંકશનમાં આવીને સાસુ સસરા ને મા બાપ બનાવી વહુએ દીકરીની જેમ રહેવું જોઈએ તેવું સરસ ભાષણ કર્યુ.

બીજા એક બહેન નીચેથી સ્ટેજ પર આવીને સરસ વ્યક્તવ્ય આપતાં બોલ્યા....

"મારી બહેનો સત્ય એ છે કે સહુ શરુઆત જો પોતાના ઘરેથી સાસુ સસરાની દીકરી બનવાની કરે તો આ વિષયની ચર્ચા કે આ બાબતે કોઈ બીજાની મદદની કે આવાં ફંક્શનની જરુર ખુબ ઓછી પડે."

આ સુંદર વાત સાંભળીને શોભનાબેનના હૃદયમાંથી અંતરાત્માનો અવાજ આવ્યો, 

" બહેને સાચુ જ કહ્યુંં હો. આપણે પણ શરુઆત ઘરેથી જ કરવી પડશે."

વીણાબહેનનું હૃદય પરિવર્તન થતાં જ સાચા જીવનનાં રંગ ભીતરે સેવાનાં પ્રગટ્યાં. સ્ટેજ પરથી સીધા જ ઘર તરફ સાચી દિશાએ પ્રયાણ કર્યુ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract