Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Bhavna Bhatt

Drama


3  

Bhavna Bhatt

Drama


અંતે ઝૂકી

અંતે ઝૂકી

3 mins 192 3 mins 192

આજે ઓફિસમાં હજુ પરાગી નથી આવી, એનું સ્કૂટી પડયું નથી, અચલે એના મિત્ર યુકેશને કહ્યું, ઓફિસમાં ધીમા અવાજે ચિંતા સાથે કહેતો હતો.

યુકેશ બોલ્યો " તું આટલું બધું એનું ધ્યાન રાખે છે. આખો દિવસ એક તરફી આશિકીમાં તારો સમય પૂરો થાય છે. સામે એ તને એક નજર મેળવી નાં મેળવીને હોઠ ફરકવીને જતી રહે છે એ

સિવાય શું આપે છે તને તારો પ્રેમ સાચો છે. એ ના આવે તો તું ઓફિસની કેન્ટીનમાં જ બેઠો રહે છે અને તારી ગેરહાજરી પૂરાય છે અને ચિંતાઓ જ કર્યા કરે છે. એની માટે કોઈ મજાકમાં પણ કંઈ બોલે તો તું મારામારી કરતાં પણ અચકાતો નથી. આમાં કેટલાં પ્રોબ્લેમ થાય છે શેઠ સાહેબે તને ગઈ વખતે ચેતવણી આપી હતી કે આ છેલ્લી વખત, ફરી આવી ભૂલ કરી તો નોકરીમાંથી કાઢી મૂકીશ અને તારે માફીપત્ર લખી આપવુ પડેલું, તને શું મળ્યું હતું, એમાં બદનામી, ઠપકો, ને બધાંની નજરમાં મજનૂનો ખિતાબ.

તું સારી રીતે જાણે છે એ આપણી બાજુની ઓફિસમાં કામ કરતાં પેલા રખડેલ દેવ સાથે વધું હરે ફરે છે એની સાથે જ જાય છે અને આવે છે.

યુકેશ બોલ્યો " એ તો તારો દુશ્મન છે, એ તો પૈસાદાર બાપની ઓલાદ છે, નોકરી તો ખાલી છોકરીઓ ફેરવવા માટે જ કરે છે.

જયારે તારી પાસે નવા કે જૂનાં બાઈકનું પણ ઠેકાણું નથી અને ઉપરથી ઘરની જવાબદારી તારાં માથે છે માટે કંઈક તો વિચાર કર અને એને કાઢી નાંખ મનમાંથી ને શાંતિથી નોકરી કર તો તું હોશિયાર છે પ્રમોશન તારાં હાથમાં હશે.

એટલામાં પરાગી આવી મલકાતી ને બધાંને શુભ દિવસ કહીને મુખડું મલકાવ્યુ ને જતી રહી પોતાના ટેબલ ઉપર.

એટલામાં શેઠ સાહેબે કેબિનમાં બોલાવી એને લેટ થવા માટે ધમકાવી અને કાલની ફાઈલ પૂર્ણ થઈ કે નહીં... જો નાં થઈ હોય તો આજે પૂર્ણ થાય પછી જ ઘરે જજો..

પરાગી નો ઉતરેલો ચેહરો જોઈને અચલ બોલ્યો :- શું થયું ?

એટલે પરાગીએ ફાઈલની વાત કરી.

અચલે મદદ કરવાનું કહ્યું. અને બંનેએ એ જ દિવસે બેસીને ફાઈલ તૈયાર કરી દીધી, પરાગી એ આભાર માન્યો.

અચલે મનની વાત કરવા કોશિશ કરી પણ બીજીવાર એણે કોઈ જવાબ આપ્યો નહીં અને મુખડું મલકાવ્યુ ને જતી રહી. આ યુકેશે જોયું એને બરોબર નું ડંખ્યું..

 સાંજે ઓફિસ સમય પછી અચલ ને આંતરીને પરાગી સાથે વધારે નજીક ન જવા સમજાવ્યો પણ અચલ પરાગીનાં પ્રેમમાં સાચાં દોસ્તની શિખામણ કાન ઉપર ધરતો ન હતો અને આ બધું જોઈને યુકેશ ને ગુસ્સો આવતો હતો.

એક દિવસ તબિયત સારી નહોતી એવું બહાનું ધરીને દેવ સાથે મુવી જોવા જવા માટે પરાગી એ અડધી રજા મૂકીને ઘરે જવા નિકળી ને બસ સ્ટેન્ડે બસની રાહ જોતી ઊભી હતી ત્યાં એક મવાલી જેવો છોકરો પરાગી પાસે આવી હાથ પકડીને મશ્કરી કરી રહ્યો હલકાઈ પર ઉતરી આવ્યો.

પરાગી એ હાથ ઝટકાવવા કોશિશ કરી પણ એણે હાથ છોડયો નહીં એટલામાં દેવ આવ્યો પરાગીએ બૂમ પાડી દેવ મદદ કર પણ દેવ તો ઓળખતો પણ ન હોય એમ બાઈક લઈને જતો રહ્યો.. બસસ્ટેન્ડ પર ઉભેલા બીજાને પણ મદદ કરવા કહ્યું પણ બધાં પલાયન થઈ ગયાં.. એટલે પેલાની હિંમત વધી એટલામાં અચલ ઓફિસમાં રજા મૂકીને પરાગી પાછળ આવ્યો અને એણે આ જોયું એણે દોટ મૂકી અને પેલા મવાલી ને પાછળથી માથામાં માર્યું અને ઉપરા છાપરી બે ત્રણ મુક્કા માર્યા પીઠમાં એટલે પેલો પડી ગયો ને એ ઊભો થાય એ પહેલાં અચલે પેટમાં બે જોરથી લાતો મારી. એટલે પેલો મવાલી મુઠ્ઠીઓ વાળીને જોઈ લઈશની ધમકી આપીને જતો રહ્યો.

બીજા દિવસે એ બસમાં આવી અને ઓફિસમાં જતાં પહેલાં નીચે ઊભી રહી અને દેવ આવ્યો એટલે કહ્યું કે તારા જેવા બાયલા જોડે સબંધ બાંધી સૌથી મોટી ભૂલ કરી. આજ પછી મારી સામે આવતો નહિ. એમ કહી જતી રહી ને ઓફિસમાં જઈને અચલને કહ્યું આજે લંચ સાથે કરીશું.

અચલ ખુશ થયો...‌લંચ બ્રેક પડતાં બન્ને સાથે કેન્ટીનમાં ગયાં.

પર્સમાંથી પરાગી એ ગુલાબ કાઢ્યું અને ઘૂંટણીયે પડીને અચલને કહ્યું મેં તને અત્યાર સુધી નજરઅંદાજ કર્યો એ બદલ માફ કરી દે.. અને તારી પત્ની બનવાનો મોકો આપીશ ?

નીચી નજરનો ઊંચો પ્રેમ થયો.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Drama