અનોખું મિલન
અનોખું મિલન


આપેલી ભેટનું મૂલ્ય. ક્યારેય પૈસા કે મોંઘી ચીજવસ્તુ નહીં, પણ અંતરની ઊર્મિ જ ભેટને મૂલ્યવાન કરે છે. સંતાનોનો સ્નેહ અને લાગણીસભર સમય એ જ માતા-પિતા માટે અને વયસ્ક સ્વજનો માટે સરસ ભેટ હોઈ શકે. આ વાત છે ૧૯૪૫ ની. એ જમાનામાં ટેલિફોન બહું ઓછાં હતાં. કોઈ ગવર્મેન્ટ ઓફિસર કે બહું જ મોટા વેપારી ને ત્યાં હોય. ચરોતરમાં આવેલ એક નાનું ગામડું એમાં રહે ઓચ્છવલાલ દાદા શાહુકાર. આખા ગામમાં સૌથી મોટી હવેલી એમની હતી. ખેતર હતાં એમાં તમાકુ ની ખેતી થતી હતી. અઢળક રૂપિયા હતા તેથી જરૂરિયાત લોકો ને વસ્તુ ગિરવે મુકાવી વ્યાજે રૂપિયા આપતાં હતાં.
ઓચ્છવલાલ દાદા ને કુલ છ સંતાનો હતાં. બે દિકરી ને ચાર દિકરાઓ. એમાં પણ સૌથી નાનાં વિનુભાઈ. જે જન્મ થી જ બહેરા મુંગા હતાં. બધાં ના લગ્ન નાતમાં થઈ ગયા. પણ વિનુભાઈ માટે કોઈ છોકરી મળતી નહોતી. ઓચ્છવલાલ દાદા એ એક દલાલ ને રૂપિયા આપી અનાથાશ્રમમાંથી છોકરી લાવી આપવા કહ્યું. દલાલે આટલી મોટી રકમ હડપ કરવા એક પ્લાન કર્યો અને એ ચિત્તોડગઢ ની ટ્રેન માં બેસી ગયો અને આજુબાજુના ગામડામાં થી એક ૧૫ વર્ષ ની છોકરી લાવી ને આપી. એ જમાનામાં રસ્તા પણ કાચાં હતાં. ટ્રેનમાં જ મુસાફરી વધુ થતી હતી. કોઈ શોધે તો કેમ શોધે? દાદા એ વિનુભાઈ જોડે ઉર્મિલાબેન ના લગ્ન કરાવી દીધા. દલાલે કહ્યું કે એ આશ્રમમાંથી લાવ્યા છે. ઉર્મિલાબેન એ સચ્ચાઈ કહેવા કોશિશ કરી પણ કોઈએ સાંભળી નહીં. લગ્ન ના ટુંક સમય પછી દાદા પ્રભુધામ ચાલ્યા ગયા. બધાં ભાઈઓ શહેરમાં રહેવા જતાં રહ્યાં. વિનુભાઈ અને ઉર્મિલાબેન ને લગ્નને નવ વર્ષ પછી એક દિકરી જન્મી નામ પાડ્યું આશા. વિનુભાઈ તો સાંભળતા ન હતાં. પણ.ઉર્મિલાબેન ઘણી વખત રડતાં રડતાં કહે કે મારે એક નાનો ભાઈ છે માતા પિતા હતાં. હું ઘરબહાર રમતી તો મને ઉપાડી ને લાવવામાં આવી છે. આશા જેમ જેમ સમજણી થઈ એમ આ સાંભળી વિચાર કરતી. શું થયું હશે? આ મમ્મી શું કહે છે? સમય જતાં આશા ના લગ્ન અમદાવાદ થયાં રાજેન્દ્ર કુમાર સાથે. આશા સાસરે આવી ને થોડાં સમયમાં પિતા નું દેહાંત થયું.
આશા મમ્મી ને લેવા ગામડે ગઈ પણ એણે કહ્યું કે હાથ પગ ચાલે છે ત્યાં સુધી અહીં જ રહીશ. આશા ને એક દિકરી મેઘા અને એક દિકરો જીનલ થયાં. એ મોટા થયા અને પરણાવી દીધા. જીનલ નાં લગ્ન સરગમ સાથે થયા. આ બાજુ મમ્મી ની તબિયત બગડતાં આશા મમ્મી ને ગાડીમાં અમદાવાદ લઈ આવી. દવા કરાવી પણ કોઈ ફરક ના પડ્યો. ઉર્મિલાબેન ના જમણાં હાથમાં "હુલાસી" નામ કોતરેલું હતું.
આજે મમ્મી ની તબિયત વધુ બગડતાં આશા એ પુછ્યું કે તમારી કોઈ ઈચ્છા હોય તો કહો?
ઉર્મિલાબેને કહ્યું મારે એકવાર મારા ભાઈ ને મળવું છે. કેમ હશે ક્યાં હશે ખબર નથી. ચિત્તોડગઢ ની માટી મારે માથે લગાવવી છે.
આશા વિચારમાં પડી ગઈ. એણે જીનલ અને સરગમ જોડે ચર્ચા કરી. જીનલે ગૂગલ માં હુલાસી સર્ચ કર્યું તો .. ચિત્તોડગઢ જિલ્લા નું એક નાનું ગામડું હતું. હવે આશા ને વાત સાચી લાગી.
એણે એનાં મોબાઇલ માં ફેશબુક માં મમ્મી નો જવાનીનો એને તેડી ને પડાવેલો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો મુકી મમ્મી ના ભાઈ નું નામ મોહનભાઈ વિશે લખ્યું.
અને સરગમે ઉંમર લાયક અને ચિત્તોડગઢ ની આજુબાજુ ના ગામડાઓ માં રહેતા મોહનભાઈ નામની વ્યક્તિઓને ફેશબુક માં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી. ચમત્કાર એ થયો. ઉર્મિલબેન ના સાચા નાના ભાઈ એ એ રિકવેસ્ટ એકસપ્ટ કરી. આશા ના એકાઉન્ટ માં પોતાની બેન નો ફોટો જોયો.
પછી મેસેન્જરમા મોબાઈલ નંબર ની આપ લે થઈ. અને પછી વર્ષો પછી ફોનમાં ભાઈ બહેન વાતો કરી રડી પડ્યા. તાત્કાલિક મોહનભાઈ પોતાનાં પરિવાર સાથે અમદાવાદ આવ્યા. અને એક અનોખું મિલન થયું ભાઈ બહેન નું. ફેસબુક ની ફ્રેન્ડ રીકવેસ્ટથી વર્ષો નાં છૂટાં પડેલાં ભાઈ બહેન મળ્યા.