MITA PATHAK

Drama Fantasy

5.0  

MITA PATHAK

Drama Fantasy

અનોખો પ્રેમ

અનોખો પ્રેમ

2 mins
275


પ્રેમી તો તમે બહુ જોયા હશે.આજે મે આ અનોખી નવી જોડી ને જોઈ. તમે પણ એને રોજ જોવો છો.પણ આ રીતે નહિ.

      ધરતી એ ગગન ને કહ્યુ કે આપણું જોડાણ કેવું સુંદર છે. આપણે એકબીજા વગર અધૂરા છે. આપણે એકબીજામાં એવા મિક્સ થયા છે કે દુરથી જોનાર ને લાડવા જેવા લાગીયે... હા તારા વગર મને કોણ જોવે .... તું છે તો બધા મારી તરફ જોવે છે એટલે હું તને બહુ પ્રેમ કરું છું. મારો આ આસમાની કલર તારા અપાર પ્રેમ નું પ્રતિક છે. ધરતી હા તને એટલે તો દિવસ રાત નિહાળુ છું. .હું  તને બહુ પ્રેમ કરું છું આપણે બંને એકબીજા વગર અધૂરા છે.  તું મારા માટે કેટલું સહન કરે છે. ધક ધકતા ગોળા ને પણ સહન કરે છે. મને તારા ઉપર માન છે વધારે ગરમી લાગે તો તારે મારા બાહોપાશ છે ? ને મારી પાસે તને ભેટી લેવા! ! એટલે તારી વરાળો ને તારા આપેલા નામો ને માની પણ લઉ. વાદળો બની વરસી પણ લઉ...ધરતી હા..તારો આ પ્રેમ જોઇને હું લીલી છમ બની ઝૂમી લઉ છું આકાશ. .તારી યાદો ના આસુંઓ હું સંગ્રહ કરી ને રાખું છું.ધરતી તું મને બહુ પસંદ છે. એટલે તો આપણા  મિલન નો કોઈ અંત નથી ક્ષિતિજ બની. હા ગગન. તને જોઈ ને જેટલી ખૂશ થઉ છું ને કે કંઇ જ ના પુછીશ તું એના વિશે. ..ગગન !!! કે ને મને ગમશે. .ધરતી મને શરમ આવી જશે.ઓહ ધરતી તારા આકાશ સામે શું શરમાવાનું.!!!

  ધરતી કે છે... રાત્રિનું સુખ તું જ આપી શકે આવું અવલૌકિક તારુ રુપ જોઇ ને ભલ ભલા તારા પ્રેમમાં પડી જાય પણ મને ખબર છે કે તમે મારા માટે જ બન્યા છો.હા ધરતી. તમે મને મળવા પેલા  ચંદ્ર ની શીતળ 'લાઇટ'ની જે સગવડ કરી છે તેને જોઇ હું કયારેક મારી જાતને રોકી નથી શકતી ભિંજાય જઉ છું ઝાકળ બની. અને ટમટમ કરતા પેલા તારલા નું ભરતકામ તમારા રુપ માં જે વધારો કરે છે કે મને નૃત્ય કરવાનુ મન થાય છે. આપડે તો જન્મો જનમ ના સાથી છે.ધરતી હા ગગન.

ગગન આઇ લવીયુ ડિયર ..

ગગન પણ હવે મને થોડી ચિંતા થાય છે. ?શાની અરે તું જાડી(ભાર )થઈ ગઈ છે એવું ન બોલશો ..હું તમને ઘરડા થતા નહિ જોઈ શકું!!!!  ગગન તું ઘરડી પણ લાગે છે. તારા ને મારા આ ચાર દિકરાઓની વાત કરુ છું.એના લીધે...

અરે તમે મને આજે રડાવશો લાગે જયારથી મારા ત્રણ પુત્રો(સત્ય ,તેત્રા , દ્માપર) મૃત્યુ  પામ્યા છે અને સૌથી છેલ્લા દિકરા સાથે રહું છું ત્યારથી આપડે દુ:ખી થવા લાગ્યા. એ કલિયુગ ને હું સમજાવી થાકી તારો પ્રભાવ એટલો પ્રચંડ ના કરતો કે તારા  માબાપ (પૃથ્વી ) મૃત્યુ પામે.

આપણે તો તેને અતિશય સમજાવીએ છે.:- ગગન... હું પછી બહુ ગુસ્સે થઈ જઉ છું અને અધધધ વરસી જઉ અને  ધરતી હું પણ એટલી જ ગુસ્સે થઈ ને સમજાવું છું.... ઉથલપાથલ કરી ને  કે પછી આપડી જાતને હલાવી દઉં છું (ધરતીકંપ ) પણ કલિયુગ થોડી જાગૃતતા લાવે તો આપણે તરત ઊભા રહી જઇ ... એકબીજા ને ભેટી ને દુઃખી થાય છે. આપણે કેટલા  સમય સુધી ટકી રહીશું એતો ભગવાન જાણે. પણ આપણે અકબીજા ને કયારેય નહિ ભુલીયે. 'આઇ લવ યુ'


Rate this content
Log in

Similar gujarati story from Drama