Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Bhavna Bhatt

Drama Tragedy

5.0  

Bhavna Bhatt

Drama Tragedy

અનોખો ચસકો

અનોખો ચસકો

3 mins
445


આપણા પૂર્વજો આપણને કહી ગયા છે કે "પહેલું સુખ તે જાતે નર્યા" પણ આજનો આ ઝડપી યુગ જોઈને એવું લાગે છે કે પહેલું સુખ તે બેટરી ચાર્જ કરીયે, બીજું સુખ તે ફોનમાં નેટપેક કરાવીએ, અને ત્રીજું સુખ તે સોસયલ મિડિયા માં 

ફેમશ થઈએ, અને એનાં માટે થઈને ઘર પરિવાર રઝળતા કરીએ.

અને આવા તો બીજા કેટલાય સુખ કે જે સમય આવ્યે દુઃખમાં પરિવર્તે છે અને સાચું સુખ મેળવવાનું જ રહી જાય છે. સાચું સુખ કહેવાય કોને? 

સુખ એટલે આજના મોર્ડન યુવક, યુવતીઓ માટે તો સોસયલ મિડિયા માં સતત પ્રવૃત્ત રહીને ફોલોવરસ વધારવાનું સુખ..

સાચા સુખની વ્યાખ્યા શું?

સાચાં સુખની વ્યાખ્યા એટલે પરિવાર ની દેખભાળ કરીને પોતાના મોજશોખ પૂરા કરવા એ.. આ મારું મંતવ્ય છે.

આજથી એક મહિના પહેલા મારી એક વાર્તા વાંચી ને એક બહેને મને મેસેજ કર્યો કે આપ સરસ લખો છો આપનો વોટ્સએપ નંબર આપશો મારે આપની સાથે વાત કરવી છે.

મેં મારો નંબર આપ્યો એમણે ફોન કરી કહ્યું કે તમને સમય હોય તો વાત કરું.

એમની એ વાત હું લખી શકી નહોતી.

પણ..

આજે.. એની પર લખું છું.

તો એ બેન ની ઈચ્છા પૂરી કરી શકીશ.

થોડા સુધારા વધારા સાથે.

નાની ઉંમરે વિધવા થયેલા સરોજબેન. એમનાં પતિ એક આર્મી માં કામ કરતા હતા અને એક વખત સરહદ પારના હુમલામાં આવેલા શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી.

સરકા તરફથી દસ લાખ રૂપિયા મળ્યા હતાં.

અને ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિને એમને માન સન્માન અને મેડલ મળ્યા.

અને એમનો દીકરો મોટો થતાં એને સારી કંપનીમાં નોકરી આપશે એવું વચન આપ્યું.

સરોજ બેન એલ જી હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે જોબ કરતાં હતાં. એટલે પગાર પણ સારો હતો અને માન સન્માન પણ મળતાં હતાં.

દિકરો અજીત મોટો થયો એટલે એને કંપનીમાં નોકરીએ રાખી લીધો.

એટલે 

સરોજ બેન ને ચિંતા ઓછી થઈ. સરોજ બેન ને મનમાં કે હવે સુખ આવશે. 

પણ આ સુખ શબ્દ જ બહું છેતરામણી વાળો છે.

ઓફિસમાં સાથે કામ કરતી હિન્દી ભાષી છોકરી પ્રિયંકા જોડે અજીતને પ્રેમ થઈ ગયો.

અજીતે ઘરે વાત કરી અને સરોજબેને છોકરાં નાં સુખ માં ખુશી જોઈ.

અજીત અને પ્રિયંકા ના લગ્ન થયા.

અને બીજા જ દિવસથી ખેલ ચાલુ થયાં.

લગ્ન પછી પ્રિયંકા એ નોકરી છોડી દીધી.

એકદમ આધુનિક મોર્ડન વહું.

અજીત પણ સમજાવે કે બેડરૂમમાં ચાલે તું આવાં કપડાં પહેરીને બહાર ના નિકળ.

પણ પ્રિયંકા માને જ નહીં એકદમ ટૂંકી ચડ્ડી અને ટૂંકું ટી-શર્ટ પહેરીને બહાર નિકળે.

સરોજ બેને એકવાર સમજાવા કોશિશ કરી તો એવાં નાટક કર્યા કે સરોજ બેન ભોંઠા પડી ગયાં.

એમણે મૌન રહેવાનું જ ઉચિત માન્યું.

સરોજ બેન પણ નોકરીમાંથી રિટાયર થયાં.

પ્રિયંકા ને ટિકટોક નો એવો ચસકો લાગ્યો હતો કે આખો દિવસ ટિકટોક જ બનાવ્યા કરે અને ટિકટોક જોયાં કરે.

અજીત સવારે ઓફિસ જાય એટલે કંપનીમાં જમી લે.

ઘરમાં સાંજે જ જમે..

સરોજ બેન જાતે રસોઈ કરવાની કોશિશ કરી તો અપમાનિત કર્યા અને કહ્યું કે જો તમે રસોઈ કરશો તો હું જમીશ નહીં.

ટીકટોક મા થી નવરી પડીને બપોરે રસોઈ કરે.

એક ટાઈમ જમી લે સરોજ બેન. અંજીત રાત્રે એ બપોરનું જ જમે.

સરોજ બેન રાત્રે ચા અને ખાખરા કે ગાંઠિયા ખાઈ લે.

આવી આજની આધુનિક મોર્ડન વહું.

સમય જતાં પ્રિયંકા ને બે ટિવન્સ ( જોડીયા ) બાળકો જન્મ્યા એક દિકરી અને એક દિકરો.

પણ પ્રિયંકા માં કોઈ ફેરફાર ના આવ્યો.

એ અને એનું ટિકટોક.

આખો દિવસ સોશ્યલ મીડિયામાં ફેમસ થવા નિતનવા ટિકટોક બનાવતી જ જાય.

સરોજ બેન કહે હું કે અજીત કંઈ કહેવા જઈએ તો ધમકી આપે છે કે ખોટાં આરોપ લગાવી કેસ કરીશ.

અત્યારે કાયદો સ્ત્રી તરફેણમાં જ છે.

સરોજબેન, અજીત અને છોકરાં ભૂખ્યા હોય પણ પ્રિયંકા એના ટિકટોક માં જ લાગેલી રહે છે.

સરોજબેન વિચારે છે કે દેશની સેવામાં ફના થયેલા પરિવારની આ દશા માટે કોને જવાબદાર ગણું.


Rate this content
Log in