અનોખી
અનોખી
એય અનોખી ચલ આપણે ડાન્સ કરીએ..
અનોખી :- જીનુ માસા.. હું પ્રાસવી જેટલી નાની હતી ત્યારે ડાન્સ કર્યો હતો એ ને ?
જીનુ માસા :- અરે હું તો ભૂલી ગયો..
અનોખી :- મોં બનાવીને...
જીનુ માસા... જુઓ આવો... એક તું.. એક મેં...
તમે ગીત વગાડો...
જીનુ માસા... ચલ બેટા વગાડું... તું રેડી ને ?
અનોખી... હા ...
અનોખી ચાર વર્ષની જ હતી પણ ગજબની એની યાદ શક્તિ અને ગજબની બુધ્ધિ હતી અવર્ણનીય...
અનોખી ને એનાં દાદી ચેતના બા સાથે રોજ સવારે ઘરનાં મંદિરમાં પૂજા પાઠ કરવા બેસે એટલે એને બધાંજ ભજનો, આરતી, બધું જ મોંઢે થઈ ગયું હતું એમાય એને કાન્હાવાળું ભજન તો ખુબજ પ્રિય હતું 'કાન્હા રે થોડા સા પ્યાર દે'... આટલી નાની ઉંમરે એને બધાં જ ભજનો, નવાં ગીતો, સૂફી ગીતો મોઢે હતું આ બધું અવર્ણનીય છે..
આટલી નાની ઉંમરે એ એનાં કાલાં ઘેલાં મીઠાં અવાજમાં ગાય..
'મત કર માયા કો અભિમાન..'
'મત કર કાયો કો અંહકાર'
'કાયા ગાર સે કાચી... કે કાયા ગાર સે કાચી'
સાચું એ છે કે એનાં મોઢે આ ગીત સાંભળીને તો મારાં જેવાને એ ગીત ગમવા લાગ્યું ઘણું જ અર્થસભર ગીત છે.
આવી અનોખી ને સ્વીમીંગ પુલ બહું જ પસંદ છે... ઉનાળામાં તો સમજી શકાય પણ જો એની નજરમાં સ્વીમીંગ પુલ કે બાથ ટબ આવે તો એ જિદ કરીને નહાવા જાય જ પછી ભલે ને ડિસેમ્બર માસની ઠંડી હોય કે ધોધમાર વરસાદથી વાતાવરણ ભેજવાળું હોય એને પાણીમાં રમવું ખુબ ગમે.
આવી અનોખીની એક ખાસિયત એ છે કે જો એને બીજાં રમકડાં રમવા કરતાં ડોક્ટર સેટ વધુ પસંદ છે અને એ ડોક્ટર બનીને બધાંને ઈન્જેકશન આપી જ દે.
અનોખીની એક ખાસિયત એ છે કે એ એની માસી કે મામાના ઘરે ગઈ હોય કે બા - દાદાની સાથે હોય પણ એણે શું ખાધું અને શું ધમાલમસ્તી કરી અને કોણે એને કેવી રીતે બોલાવી કે રમાડી એ નાનાં માં નાની વાત પણ એની મમ્મીને કહી જ દે પછી જ સૂઈ જાય આવી અનોખી અવર્ણનીય છે ખરેખર એનું વર્ણન કરવા શબ્દો પણ નથી મળતાં એવી અદભૂત પ્યારી અનોખી છે.
અનોખી દુશ્મન ને પણ વ્હાલી લાગે એવી મીઠડી દીકરી છે...
અનોખીની બુધ્ધિ ક્ષમતા પણ ખુબજ વિશાળ છે.
અનોખી ને સૌથી વધુ વ્હાલી એની એક વર્ષની બહેન પ્રાસવી છે.
