Bhavna Bhatt

Drama

5.0  

Bhavna Bhatt

Drama

અણમોલ દિકરો

અણમોલ દિકરો

4 mins
486


આસાન છે જિંદગીમાં બાપદાદાની મિલ્કતથી લહેર કરવું અને બિનજવાબદાર બની હવામાં ઊડવું. બહુ અઘરું છે મહેનતથી જાદુગર બની માતા પિતાના સપના પૂરા કરવા.

જે મહેનતથી ગભરાતો નથી ને નિરાશા ને કદી જોતાં નથી.

 તે જ ક્યારેય આશા કદી ખોતો નથી.

 અને. જે મહેનતથી કિસ્મત બદલી શકે છે એ જ જિંદગીમાં જાદુઈ કરી ને પ્રયત્નો પર જીવી જાણે છે તે કદી કિસ્મત પર રોતા નથી.

 પંજાબના એક નાનાં ગામડાંમાંથી અમદાવાદ કમાવા આવેલા બલવિન્દર સિંહ અને હરપ્રીત,

 પતિ પત્ની ને કોઈ બીજો સથવારો કે સહારો નહોતો. મણિનગરમાં ભાડાંનું મકાન રાખી રહેવા લાગ્યા.પતિ પત્ની બન્ને સવાર થી સાંજ સુધી મહેનત કરતાં હતાં. એક મોટી દિકરી હતી. મનપ્રીત.અને એક દિકરો દલજીત સિંહ.છોકરાઓ બન્ને ખુબ જ ડાહ્યા ને સમજદાર હતા. નાનપણથી જ માતા પિતાને મદદરૂપ બનતાં. દલજીત ને હરપ્રીત લાડમાં જગ્ગુ કહેતી. એટલે ટૂંકમાં ડીજે નામ થઈ ગયું. ડીજે બીજા છોકરાઓ ની જેમ કોઈ પણ વસ્તુ કે રમકડાં કે કપડાં માટે જીદ કરતો નહીં. રોજ ઘરમાં એક જ દૂધની કોથળી આવે.

 એમાં ત્રણ જણની ચા અને ડીજે માટે બોર્નવિટા પીવે એટલે રોજ ગ્લાસમાં થોડું પાણી ઉમેરી દે ડીજે. 

 જેથી માતા પિતાને સરખી ચા પીવા મળે.

 આવો ભાવનાશીલ ડીજે.

 નાનપણથી જ પોતાના કરતાં બીજા ને ખુશીઓ આપતો.એ જાદૂઈ કરતો બધાં ની સામે ખુબ ખુશ રહેવાનો.જોડે ભણતા દોસ્તો ને પણ પોતાની તકલીફ ના કહે.પોતાના નાસ્તા નો ડબ્બો પણ છુપાવીને ખાય જેથી કોઈ ને ખબર ના પડે કે નાસ્તામાં વધેલી ભાખરી વઘારેલી છે કે મમરા. આમ ડીજે સ્વાભિમાનથી જ જીવતો.

 ડીજે ના પિતા એ એક સ્કૂલની નીચે દુકાન ભાડે લીધી હરપ્રીત ઘરે મમરા વઘારી નાની કોથળીમાં ભરી પચાસ પૈસામાં વેચતા ..

 બીજા નાસ્તા બિસ્કીટ,પફ પણ હોય અને સ્કૂલ ને ઉપયોગી વસ્તુઓ પણ વેચતા.

 ડીજે સ્કૂલ થી છૂટી ને સાયકલ લઈને દૂકાને આવતો અને માતા પિતા ને મદદ કરતો.. 

 અને ત્યાં જ બેસીને સ્કૂલ નું લેશન કરી લેતો.

 દસમાં મા ૮૭ ટકા આવ્યા. પણ એ પહેલાં વેકેશનમાં થી જ દવાખાનામાં કંપાઉન્ડર ની નોકરી ચાલુ કરી એ વખતે દલજીત સાતસો રૂપિયા પગારમાં નોકરી એ રહ્યો હતો.

 દલજીત નામ પ્રમાણે જ બધાં ના દિલ જીતી લેતો હતો. એ મહેનત અને પરિશ્રમ ના જાદૂ થી સુખને લાવવા માંગતો હતો.આમ નાનપણથી જ અભાવમાં ઉછરેલ દલજીત પણ ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી.

 દસમાં પછી સાયન્સ લીધું.

 બારમાં માં પણ ૮૦ ટકા આવ્યા. દલજીત નું એક સ્વપ્નું હતું નેવી ઓફીસર બનવું પણ એની ફી ભરવા ના રૂપિયા પિતા પાસે ન હોવાથી ઈસી એન્જિનિયર નું ભણવાનું ચાલુ કર્યુ અને બપોર પછી ટ્યુશન ચાલુ કર્યા.

 મનપ્રીત ને કોલેજમાં પ્રેમ થઈ જાય છે તો એને કોર્ટ મેરેજ કરાવી આપ્યા.દલજીત પૂરતાં ચોપડા પણ ના હોય અને વગર ટ્યુશને માસ્ટર ડિગ્રી મેળવે છે.અને ઈસરો ની પરીક્ષા અને ઈન્ટરવ્યુ આપે છે અને ઈસરો માં જોબ મળી જાય છે.આ બાજુ હરપ્રીત ની તબિયત બગડતી રહે છે.

 ઈસરો માં જોબ પરથી આવી દલજીત રાતના અગિયાર વાગ્યા સુધી ટ્યુશન કરતો હોય છે.

 દોઢ વર્ષ ઈસરો માં જોબ કર્યા પછી ઈસરો માં થી તિરુવંતપૂરમ મોકલવા માટે કહે છે.

 દલજીત ઘરની પરિસ્થિતિ જણાવે છે.

 કારણકે હરપ્રીત બેડરેસ્ટ હોય છે.

 પિતા ને પણ માંડ નોકરી મળી છે એ પણ છોડવી પડે.ઈસરો ની જોબ છોડીને 

 દલજીત પ્રાઈવેટ સ્કૂલ માં નોકરી કરે છે.

 સવારે સ્કૂલે.અને બપોરનાં ઘરે જમી ને ટ્યુશન કરે તે રાત્રે સાડા દસે ફ્રી થાય..પોતાની મહેનતના રૂપિયા થી સિમરન જોડે લગ્ન કરે છે.અને લગ્ન પછી પહેલીવાર ફરવા જામનગરથી નજીક આવેલા એક ટાપુ પર ફરવા જાય છે.

 જાદૂઈ છડી તો નહોતી ડીજે જોડે કે લગ્ન ના ખર્ચા પછી એટલાં બધાં રૂપિયા હોય કે કોઈ સારા સ્થળે જાય. માતા પિતા ના કર્મો સારાં અને દલજીત ની સચ્ચાઈ અને નેક ઈરાદા થી સિમરન પણ બહું જ ડાહી અને સમજદાર મળે છે.

 સિમરન પણ દલજીતના ખભેથી ખભો મિલાવીને ટ્યુશન ક્લાસમાં સહકાર આપવા લાગે છે અને ઘર પણ સંભાળે છે.

 લગ્ન પછી પણ દલજીત પોતાના માટે કોઈ વસ્તુ ખરીદતો નથી. બસ બધાને ખુશ રાખે છે..

 દલજીત પોતાના માટે બૂટ પણ લેતો નથી.

 એ માટે એનાં માતા-પિતા ધ્યાન રાખી લાવે તો જ નહીં તો સ્લીપર પહેરી ટ્યુશન કરાવા જાય.પોતાના અથાગ મહેનત ના જાદૂ થી માતા પિતા ને છ મહિના પહેલાં દૂબઈ ફરવા લઈ જઈ ને એમના સપના પૂરા કરે છે.

 સિમરન પણ દલજીત ના દરેક નિર્ણય ને વધાવે છે.દલજીત કહે છે કોઈ ચમત્કાર કે જાદૂઈ છડી થી રૂપિયા નથી મળતાં.

 પણ.. તમારી મહેનત થી એક દિવસ માતા પિતા નાં સપનાં પૂરાં કરીએ તો જાદુ જરૂર થાય છે.

 બાકી કોઈ જાદુઈ શક્તિ કામ નથી કરતી

 આવો અણમોલ દિકરો દલજીત. જે પોતાના સુખનો વિચાર કરતાં પહેલાં માતા પિતા ની ખુશી અને સુખનો વિચાર કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama