અણધારી વાત
અણધારી વાત
અજય ને મનાલીનાં નવા નવા લગ્ન થયાં હતાં એટલે સંયુક્ત કુટુંબમાં જોઈએ એટલો સમય મળતો નહીં. એટલે અજય બાઈક પર રાત્રે મનાલીને લઈને દૂર નીકળ્યો ત્યાં રસ્તામાં એક નાનાં ગલ્લા પર ચાર પાંચ મવાલી જેવા છોકરાઓ બેઠાં હતાં એમણે મનાલીની બિભીત્સ શબ્દો દ્ધારા મશ્કરી કરી ને બાઈક રોકવા કોશિશ કરી ને મનાલીનો દુપટ્ટો ખેંચ્યો.
એકાએક અણધારી વાત બની..
અજયે કાળઝાળ થઈને બાઈક ઊભું રાખ્યું ને છોકરાઓ સાથે જીભાજોડી ચાલુ થઈ અને પછી તો મારામારી ચાલુ થઈ ગઈ. મનાલી મદદ માટે બૂમાબૂમ કરી રહી.. અચાનકજ અજયની આસપાસ રહેતાં ચાર છોકરાઓ બે બાઈક પર ફરવા નીકળ્યા હતા એમનું ધ્યાન ગયું ને અજયને મદદ કરી ને એ લોકોને ઘરે પહોંચાડી દીધા પણ અજયને હાથે પગે પાટાપિંડી થઈ..
અજય ને મનાલી અણધારી એ ઘટનાને યાદ કરીને આજે પણ ધ્રુજી જાય છે. એ રાતની અણધારી વાત ભૂલી ભૂલાતી નથી.
