STORYMIRROR

MITA PATHAK

Drama Inspirational

3  

MITA PATHAK

Drama Inspirational

અંજલિ

અંજલિ

2 mins
212

અંજલિ શું આજે..સ્કૂલમાં, કહે તો ખરી ! શું કહું મમ્મી શિસ્ત નામે શું ચાલી રહ્યું મારી લાયકાત ક્યાં જવાની છે ?

 આ ખાનગી સંસ્થાને આભારે ચાલતી દરેક સ્કૂલોમાં, સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો કરતા વધારે જો હુકમી તો,જેઓ એ સ્કૂલ પાછળ પૈસા ફાળવ્યા હોય અથવા સ્કૂલ બનાવવામાં મદદ કરી હોય એવા ટ્રસ્ટીઓનો જોવા મળે છે. સ્કૂલ માટે કંઈક કરી રહ્યા છે, એવું આભાર દર્શાવવા સમાજમાં ખૂબ જ નિખાલસ અને પ્રમાણિકતાની છબી ઉપજાવે છે કે, જાણે તેઓ જ મહાન વ્યક્તિત્વ છે. અને હા ! અંદરખાને વળી પાછું સ્કૂલ ઉપર દબાણ કરીને શિક્ષક કોને બનાવાથી લઈને શું સાચું અને શું ખોટુ ના બધા જ નિર્ણયો જે તે વ્યક્તિ લેવા માંડે છે. આવી સંસ્થાઓમાં ના સાચા શિક્ષક કે ના શિક્ષણ જીવંત રહે છે. અને સ્કૂલ જ મારું મંદિરવાળી ભાવના ઉપર પ્રશ્ન ચિન્હ લાગી જાય છે. તેથી જ સ્કૂલોમાં શિસ્ત કરતા ભષ્ટાચાર વધુ જોવા મળે છે. આવા જ એક આદર્શ ( સમાજમાં એક છાપ ) ટ્રસ્ટી દિનેશભાઈ આજે શિક્ષકની નિમણૂક કરવા માટે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે, જેઓ આધેડ વયના અને કદાચ કોલેજ પણ પુરી નહીં કરી હોય. એવા નવી શિક્ષિકા બનવા જઈ રહેલી,અંજલિને પૂછપરછ કરી રહ્યા છે. તેઓએ અંજલિ કેટલી હોશિયાર છે કે, તેનું ભણતર કે લાયકાતને મહત્વ આપ્યા વગર ખુરશીમાં બેસીને અંજલિંના સૌન્દર્યની પ્રશંસા અને વગર કામની ટિપ્પણીઓ વધારે જોવા મળી. અંજલિ પણ મોટા માણસના વ્યક્તિત્વ અને નોકરીની આશાએ ચૂપચાપ સવાલના જવાબ આપે છે. પણ હદ હવે ત્યારે થાય છે કે, નોકરી આપીને દિનેશભાઈ જ્યારે હાથ મિલાવીને આભાર વ્યક્ત કરી રહ્યા છે,ત્યારે હાથને જોરથી દબાવીને, હળકવાથી સ્પર્શ કરી રહ્યો છે. ત્યારે અંજલિ આંખો લાલ ગૂમ અને બીજો હાથ ઊંચો થયેલો હાથ જોરથી આભાર વ્યક્ત કરી દે છે. આપનો ખુબ ખુબ આભાર સાહેબ ! કહીને રૂમની બહાર સડસડાટ નીકળી જાય છે. ભૂતકાળને યાદ કરતી અંજલિ આજે પોતે સંસ્થાઓ અને પોતાની સ્કૂલ ચલાવી રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama