અંધત્વ
અંધત્વ
અંધકાર નામ સાંભળતા જ શરીરમાં ધ્રુજારી આવી જાય. ખરેખર મને અંધારામાં બહુ બીક લાગે. ક્યારે લાઈટ જતી રે રાત્રે ત્યારે પણ હું મારી જગ્યાએથી ના હટુ. તો જેને જિંદગી અંધકારમાં વિતાવવાની હોય તેની શું દશા થાય છે ? એક વિચાર માત્રથી જ શરીરમાંથી ધ્રુજારી નીકળી જાય છે.
કશીશ મારી બાજુમાં રહે, બહુ સુંદર. તેને વાંચવા લખવાનો બહુ શોખ. ઘરના કામકાજમાંથી પરવારી મારી પાસે આવી અને જૂનાં છાપાં લઈ જાય. અને વાંચ્યા જ કરે અને એમાંથી જે ને સારું લાગે તે કોઈ એ કાગળને પેનથી લખે.
કશીશના પપ્પા મજૂરી કરીને ઘર ચલાવે, કશીશને ચાર બહેનો અને બે ભાઈ બધા નાનું-મોટું કામ કરવા માટે બહાર નીકળી જાય. ઘરમાં માત્ર કશીશ એક જ રે. કશીશના પપ્પા મજૂરી કરે, બધા ભાઈ-બહેન ને ભણાવવા માટે પૈસા ના મળે. પહેલું બીજુ ધોરણ ભણી અને બધાએ નાના-મોટા કામે લાગી ગયા. પણ કશિશ ને તો ભણવું હતું. તે મારા જૂના ચોપડા લઈ જાય, તેમાંથી ભણતી. મારા જુના કપડા,મારા જૂના ચપ્પલ,ટૂંકમાં કો મારે ન જોતી વસ્તુ બધી કોશિશ ને આપતી. તેમાં પણ તે બહુ ખુશ ખુશ રહેતી. કશીશની મમ્મી મારે ત્યાં વાસણ કપડાં કરવા માટે આવતા.
એકવાર કશીશ રોડ ક્રોસ કરી પોતાના ઘરે આવતી હતી. રસ્તામાં એક કારે તેને ટક્કર મારી દીધી. તેનું માથું પથ્થર સાથે અથડાયું. કશીશ લોહીલુહાણ થઈ રોડ ઉપર પડી ગઈ. આજુબાજુ વાળા બધા ભેગા થઈ તેને હોસ્પિટલ લઈ ગયા ત્યાં દાખલ કરી,પછી પોલીસ કેસ થયો. ત્યારે ફોન તો ના મળે કશીશ ને મમ્મી પપ્પાને જાણ કઈ રીતે કરવી ? મોડે સુધી કશિશ ઘરે ના આવી, કશીશના મમ્મીને ચિંતા થવા લાગી, તેના પપ્પા તેને શોધવા માટે નીકળ્યા ત્યારે તેને ખબર પડી. કશીશને હોસ્પિટલમાં દાખલ કરી છે.કશીશની બંને આંખે પાટા બાંધેલા હતા. સવારે જ્યારે ડોક્ટરે પાટા ખોલ્યા, કશીશ બોલી ડોક્ટર સાહેબ મને તો કશું દેખાતું નથી.....કશીશ ના પપ્પા કે જો હું તને નથી દેખાતો."અબુ મુજે કુછ નહી દિખતા"કશીશ બોલી, યા અલ્લાહ, એ તુને ક્યાં કિયા મેરી બેટી કો અંધી બના દિયા. કશીશ ના પપ્પા જોરજોરથી રડવા લાગ્યા. અબ ઇસસે કોન સાદી કરેગા.
તુ મેરી મુશ્કેલી બડા તે હી જાતે હો ! રહેમ કર, કશીશને પણ બહુ દુઃખ થયું. પણ શું કરે ભગવાને કેવી સરસ આંખો આપેલી પણ જોવાય નહીં, તો એ આંખોને શું કરવાનું, રોશની તો ભગવાને લઈ લીધી.
ડોક્ટરે કશીશ ના પપ્પાને કીધું આંખોની નસ દબાવવાના, કારણે તેની રોશની જતી રહી છે. કશીશ ના પપ્પા કે, તો મારી કશિશ ક્યારેય જોઈ ન શકે ? ડૉક્ટર બોલ્યા ના એવું નથી, તેના માટે ઓપરેશન કરવું પડે એમ છે. ઓપરેશનનો ખર્ચો સાડા ત્રણ લાખ છે. તમે ટેબલ ઉપર પૈસા મૂકો, એટલે અમે ઓપરેશનની પ્રોસેસ ચાલુ કરીએ.
આટલા પૈસા તો કશીશ ના પપ્પા પાસે હતા નહીં. તેને મદદ કરે તેવું પણ તેના કુટુંબમાં કોઈ હતું નહીં. તેણે ડોક્ટરને કહ્યું સાબ મેરે પાસ ઈતને રૂપે તો નહીં હૈ! મેરે પાસ તો અભી 50 રૂપૈ ભી નૈ હૈ.
મેરી બેટી તો અંધી કાફી હૈ ! હું એને એમ ને એમ જ મારી સાથે રાખીશ. મારે હજી ચાર છોકરા છે. તેનું પૂરું કરવાનું છે, કશીશની બીજી ત્રણ બહેનો છે, તેને પણ પરણાવવાની બાકી છે. કશીશ પાછળ આટલો ખર્ચો મારાથી થાય એમ નથી.
કશીશને પપ્પા બોલ્યા, ચલ બેટી, આજ સે મે તેરી આંખે હું. મેં તુજે અપની આંખો સે દુનિયા દિખાઉંગા.
