Kaushik Dave

Drama Fantasy Thriller

3  

Kaushik Dave

Drama Fantasy Thriller

અનામિકા

અનામિકા

6 mins
250


રાજનગર મધ્યે આવેલી આર્ટ્સ કોલેજ. આ કોલેજમાં બે સખીઓ અનામિકા અને શ્રીદેવી અભ્યાસ કરતી હોય છે. એક દિવસ..રીસેસનો બેલ વાગતાં જ અનામિકા હાફળી ફાફળી થઈ ને કોલેજમાં શ્રીદેવી ને શોધતી હોય છે. શ્રીદેવી એ રીસેસ પહેલાનો ક્લાસ એટેન્ડ કર્યો નહોતો. ઘણી બહેનપણીઓને પૂછ્યા પછી અનામિકાને ખબર પડી કે શ્રીદેવી કોલેજની લાયબ્રેરીમાં છે.

અનામિકાના મુખ પર ગુસ્સાના ભાવ આવી જાય છે. ઝડપથી લાયબ્રેરી તરફ જાય છે. લાયબ્રેરીમાં જુએ છે તો શ્રીદેવી શાંતિથી કોઈ પુસ્તક વાંચતી હોય છે. ખોટો ખોટો ગુસ્સો કરીને અનામિકા શ્રીદેવી નું પુસ્તક ખેંચી લે છે.

અનામિકા:-" શ્રી દેવી તેં કેમ ક્લાસ એટેન્ડ ના કર્યો ? મને કેટલી ચિંતા થતી હતી. ક્યાંક તારી તબિયત તો બગડી નથીને ! માંડ માંડ તને શોધતી આવી. તું કેમ આમ કરે છે ? તારી સખીને તો કહેવું હતુંં."

શ્રીદેવી હસીને બોલી:-" તુંં કેટલું બધું બોલી. મારે એ પીરિયડ ભરવો નહોતો.ને તારો ફેવરિટ વિષય હતો એટલે તને કહ્યું નહીં ને લાયબ્રેરીમાં પુસ્તક વાંચવા આવી."

અનામિકા:-" ઓહો.બહુ ભણેશ્રી..આજ કાલ બહુ પુસ્તકો વાંચે છે. ભવિષ્યમાં પીએચડી કરવી છે કે શું ? પણ આ કયું પુસ્તક છે કે તુંં મને ભૂલીને આટલું રસપૂર્વક વાંચે છે !"

અનામિકા પુસ્તકનું નામ જુએ છે.

'पुन:र्जन्म की कहानी' 

ઓહોહો.. શું વાત છે ? તને પુનઃજન્મ પર ભરોસો છે ! આવી વાતો સાચી હોય છે ? ચાલ મુક ચાલ આપણે નાસ્તો કરવા જઈ એ.મને તો ભૂખ લાગી છે.

શ્રીદેવી:-' હા.ચાલ..હુ હમણાં આવી આ બુક નોંધાવીને લઉ.ઘરે વાંચીશ."

થોડીવારમાં શ્રીદેવી એ એ બુક પોતાની સાથે લીધી ને બંને કેન્ટીન તરફ નાસ્તો કરવા ગયા.

અનામિકા અને શ્રીદેવી ને સ્પોર્ટ્સમાં રસ હોય છે. શિયાળુ રમતોત્સવ થવાનો હોય છે.

બંને બાસ્કેટબોલ ના ખેલાડી હોય છે. બંને પોતાનું નામ નોંધાવે છે.

બીજા દિવસથી પ્રેક્ટિસ શરૂ કરે છે.

મેચ શરૂ થવાના એક દિવસ પહેલા..

પ્રેક્ટિસ કરતા કરતા અનામિકા ને જોરથી ધક્કો લાગતાં પડી જાય છે ને માથામાંથી લોહી નીકળે છે.

અનામિકા ને હોસ્પિટલ દાખલ કરે છે..

પણ એ ચોવીસ કલાક સુધી બેભાન રહે છે..

જેના કારણે શ્રીદેવી મેચમાં ભાગ લેતી નથી..ને સતત ચિંતામાં રહે છે.

અનામિકા ને જ્યારે ભાન આવે છે ત્યારે એ વિચિત્ર પ્રકારના વ્યવહાર કરે છે.

અનામિકા મનમાં બબડે છે..

આ મને શું થાય છે..

જાણે કોઈ મને બોલાવે છે.. પોતાની વાત કહેવા માંગે છે.

ને.. અનામિકા ને...જે દ્રશ્ય દેખાય છે એ જોઈને એ ચોંકી જાય છે...

કોઈ એક નાનું નગર દેખાય છે..

જેમાં શ્રીદેવી ના દેખાવ જેવી એક છોકરી ને ગામઠી કપડાં માં જુએ છે..

વારંવાર આવા દ્રશ્યો દેખાય છે..

સાથે એ છોકરીની સાથે એનો પ્રેમી લાંબી મુછો વાળો.....

દ્રશ્ય...

ચાલ અમરસિંહ, આપણે ભાગીને લગ્ન કરીએ. મારા ચાચા તારી સાથે લગ્ન કરાવશે નહીં.

ના..ના.. શારદા.. એવું નથી કરવું..બધાને રાજી કરીને..જ લગ્ન કરીશું.

દ્રશ્ય બદલાય છે..

વાયદાનો અવાજ સંભળાય છે.

અમરસિંહ.. મને આ લોકોના ચુંગલમાંથી બચાવ..

અમરસિંહનો નાનપણનો ફોટો અમરસિંહના ઘરના દ્રશ્યમાં દેખાય છે..ને ચોંકી જાય છે...

ઓહ શું ?..

આ તો મારા નાનપણના જેવો જ ચહેરો છે...

અનામિકા ને આઘાત લાગે છે...

એ પાછી સૂઈ જાય છે..

પણ જાણે એને કોઈ કહેતુંં હોય કે અનામિકા આ તારો પુનઃ જન્મ છે.. અગાઉ તુંં અમરસિંહ હતી.. ને શારદા તારી પત્ની...

એ ગુમ થઈ ગઈ છે એને શોધવા માટે ગુના શહેરમાં જા..પણ તારી સખી શ્રીદેવી ને લઈ ને..જ તો જ..પત્તો મલશે...

સ્વપ્ન વશ અનામિકા ને ગુના નગરનો એક મોહોલ્લો દેખાય છે.

બીજા દિવસે અનામિકા બેચેની અનુભવે છે..

કે આ મારી સાથે શું થાય છે ? 

શું આ સાચું હશે ?

આ શારદાદેવીની આત્મા મને કંઈક કહેવા માગે છે ?

શું મારો અને શ્રીદેવી નો અગાઉ જન્મ થયો હશે ?

આમને આમ સાંજ પડે છે.

સાંજે શ્રીદેવી અનામિકા ની ખબર કાઢવા આવે છે.

શ્રીદેવી ને જોઈ ને અનામિકા રડી પડે છે.

જેના કારણે શ્રીદેવી એને શાંત રાખવા ભેટે છે ને શાંત રાખે છે.

અનામિકા પોતાને જે દેખાતુંં હતુંં એ શ્રીદેવી ને કહે છે.

શ્રીદેવી માનવા તૈયાર થતી નથી..

અનામિકા ને સારૂં થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.

પણ એક અઠવાડિયા સુધી અનામિકા ને આ અમરસિંહ અને શારદા દેવીના દ્રશ્યો દેખાય છે.

શ્રીદેવી આખરે નક્કી કરે છે કે હવે આના મનમાં રહેલો અંધવિશ્વાસ બંધ કરાવવો પડશે.

શ્રીદેવી સર્ચ કરીને ગુના ક્યાં આવેલું છે ? એ સર્ચ કરે છે..

મધ્યપ્રદેશમાં આવેલું હોય છે.

શ્રીદેવી સાબરમતી એક્સપ્રેસની ગુનાની બે ટિકિટો બુક કરાવે છે..

આખરે એ દિવસ આવે છે.

અનામિકા અને શ્રીદેવી સાબરમતી એક્સપ્રેસમાં ગુના પહોંચે છે.

અજાણ્યો વિસ્તાર...

અજાણ્યું શહેર..અજાણ્યા માણસો..

બંને જણા શોધતા શોધતા અમરસિંહ ના મોહલ્લામાં પહોંચે છે.

તપાસ કરતાં ખબર પડે છે કે ત્રીસ વર્ષ થયાં અમરસિંહના મોતના..

એના સગા પણ ગુના છોડીને જતા રહ્યા હતા..

હા એનો એક મિત્ર આજ મોહલ્લામાં રહે છે..

નામ પ્રભાતસિંહ..

શોધતા શોધતા બંને પ્રભાતસિંહ ના ઘરે પહોંચે છે.

પ્રભાતસિંહ શ્રીદેવી ને જોઈ ને ચોંકી જાય છે..

બોલે છે ..અરે..જીજી..

શ્રીદેવી નવાઈ પામે છે.

પ્રભાતસિંહ બંને ને ઘરમાં બેસાડીને બધી વાતો કરે છે.

ને જુના ફોટા કાઢે છે.જેમા અમરસિંહનો નાનપણથી મોટો થયો ત્યાં સુધીના પાંચ છ ફોટા હોય છે.

શ્રીદેવી અમરસિંહના નાનપણનો ફોટો જોઈને નવાઈ પામે છે..

બોલે છે...

અરે... અનામિકા આ તો તારા બચપનના જેવો દેખાય છે.

ફોટાઓ જોતા અમરસિંહ અને શારદા દેવીના ફોટા જુએ છે.

અનામિકા અને શ્રીદેવી નવાઈ પામે છે..

આવું બને કેવી રીતે ?

આ જોગાનુજોગ કે પછી આ અમારો પુનઃ જન્મ !

પ્રભાતસિંહ આખી વાત કહે છે.

અમરસિંહ અને એ નાનપણના મિત્રો.

અમરસિંહ ને શારદાદેવી સાથે પ્રેમ થયો..

પણ શારદા દેવીના માતા પિતા રાજી નહોતા..

તેઓએ ખેતીવાડી માટે શક્તિસિંહ નામના વ્યક્તિ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા..

પણ દુકાળમાં ખેતીવાડી નિષ્ફળ રહી.

એટલે શક્તિસિંહ એ રૂપિયાના બદલામાં શારદા દેવીનો હાથ માંગ્યો.

મજબુરી માં શારદાદેવીના માં બાપ માની ગયા...

પણ તક મલતા અમરસિંહ અને શારદાદેવી એ ભાગી ગયા. આને લગ્ન કરીને પાછા આવ્યા...

એના એક મહિના પછી...

શક્તિસિંહે રૂપિયા માટે ઉઘરાણી કરી..

પણ શારદા દેવીના મા-બાપ પાસે રૂપિયા નહોતા...

અને એક દિવસ...

શક્તિસિંહ અમારા મોહલ્લામાં ભરી બંદુકે આવ્યો.

ને શારદા દેવીને ઉપાડી જવા જતો હતો..

એટલે અમરસિંહ સાથે લડાઇ થતાં શક્તિસિંહે અમરસિંહ ને ગોળી મારી દીધી..

ને શારદાદેવી ને ઉપાડી ગયો..

પોલીસ ફરિયાદ કરવા છતાં શક્તિસિંહ ને પકડાયો નહીં ..

ને શારદા દેવીનો કોઈ પત્તો લાગ્યો નથી...

અમરસિંહ ને ગોળી વાગતાં મૃત્યુ પામ્યો..

એક સારો મિત્ર ગુમાવ્યો..

શારદા દેવીને બહેન માનતો હતો..

પણ આજસુધી એ જીવે છે કે મૃત્યુ પામી એ ભાળ મળી નથી.

ને શક્તિસિંહ પણ પછી દેખાયો નથી.

આ સાંભળી ને અનામિકા અને શ્રીદેવી એકબીજા સામે જુએ છે ને નવાઈ પામે છે..

કે સ્વપ્ન વશ દેખાયેલું સાચું ! 

આ જોગાનુજોગ કે પછી ?

એટલામાં મોહલ્લા માં બુમરાણ પડી.

શક્તિસિંહ બંદુક સાથે આવ્યો છે.

એટલામાં શક્તિસિંહ પ્રભાતસિંહના ઘરે આવે છે.

શ્રીદેવીને જોઈને નવાઈ પામે છે..

બોલે છે...

હજુ તુંં જીવીત છે ?

આજે તો ફરીથી તને ઉપાડી જાવ.

પણ પ્રભાતસિંહ એને રોકે છે કે આ શારદા દેવી નથી..

શક્તિસિંહ અને પ્રભાતસિંહ વચ્ચે ઝપાઝપી થાય છે.

અને બંદુકમાંથી ગોળી છૂટે છે..

જે શ્રીદેવી ના હાથ પાસેથી ઘસરકો કરતી નીકળી જાય છે.

આ ઝપાઝપી માં શક્તિસિંહ ને એની જ બંદુકની ગોળી વાગે છે.

આ બધી લડાઈને કારણે પોલીસ આવે છે..

મરતા મરતા શક્તિસિંહ પ્રભાતસિંહ ને બતાવે છે કે એણે બીજા જ દિવસે શારદા દેવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ને એની લાશને એના ખેતરમાં લીમડાના ઝાડ પાસે દાટી દીધી હતી..

શ્રીદેવી ને ગોળી નો ઘસરકો લાગતા એને નજીકના દવાખાને લઈ જાય છે.

આ બાજુ ખેતરમાંથી ખોદતાં શારદા દેવીની સડી ગયેલી લાશ મળે છે..

પોલીસ પંચ કેસ કરીને લાશ પ્રભાતસિંહ ને સોંપે છે.. એક ભાઈની જેમ પ્રભાતસિંહ શારદા દેવી ને અગ્નિદાહ આપે છે.

આ બાજુ દવાખાનામાં કંપાઉન્ડર શ્રીદેવી ની પાટાપીંડી કરતા બોલે છે..

રાણી સાહેબા આપને વધુ તો દુખતુંં નથીને !

પણ આપ આટલા વર્ષો પછી..આ નગરમાં ! 

બોલતા બોલતા અનામિકા સામે જુએ છે..

ઓહ્ ..આપ પણ રાણી સાહેબા.. સાથે છો.. !

શ્રીદેવી અને અનામિકા ને નવાઇ લાગે છે.

પછી શ્રીદેવી કહે છે..

હું અને આ રાણીસાહેબા નથી..

મારું નામ શ્રીદેવી અને આ અનામિકા..

સાંભળીને કંપાઉન્ડર આશ્ચર્યથી જુએ છે..ને બોલે છે..

આશ્ચર્ય ! સેમ ટુ સેમ..જુઓ રાણી સાહેબાનો ફોટો..

આ હું બુંદેલખંડ ગયો હતો ત્યારે મહેલની મુલાકાત દરમિયાન આ ફોટો પાડ્યો હતો..

આમ બોલી ને એ ફોટા બતાવે છે

શ્રીદેવી અને અનામિકા ફોટા જુએ છે..એક રાજાની આજુબાજુ બે રાણીઓ હોય છે જેમનો લુક અનામિકા ને શ્રીદેવી જેવો હોય છે.

ફોટા નીચે નામ લખેલું હોય છે.

મહારાજા કલ્યાણસિંહ.. રાણી સુમિત્રા દેવી અને રાણી આરતી દેવી..

અનામિકા અને શ્રીદેવી એ ફોટા પોતાના મોબાઈલમાં લે છે...

કંપાઉન્ડ ને પણ નવાઈ લાગે છે..પણ ખુલાસો થતા એને સંતોષ થાય છે..

બે દિવસમાં અનામિકા અને શ્રી દેવી રાજનગર પાછા ફરે છે..

થોડા દિવસો પછી...

આમને આમ કોલેજનું વર્ષ પુરૂં થાય છે.

કોલેજનું નવું સત્ર.. છેલ્લું વર્ષ..ને બીજો દિવસ...

અનામિકા અને શ્રીદેવી એક્ટિવા પર કોલેજ આવે છે.

પાર્કિંગ માટે જગ્યા શોધે છે ત્યાં જ પાછળથી એક બાઈક એક્ટિવા ને ટચ થાય છે..

આ જોઈ ને અનામિકા ગુસ્સો થાય છે..

બાઈક વાળો યુવાન સોરી બોલે છે..

અનામિકા અને શ્રીદેવી એ યુવાન સામે જુએ છે..ને નવાઈ પામે છે..

ઓહ્.આ તો કલ્યાણસિંહ જેવો દેખાય !

ને ખોટો ખોટો ગૂસ્સો કરે છે..

એ યુવાન ફરીથી સોરી બોલીને કહે છે.. મારૂં નામ કલ્પ..આ વર્ષે નવો છેલ્લા વર્ષમાં છું.. ને તમે... રાણી સાહેબા !

અનામિકા અને શ્રીદેવી હસી પડે છે..

એક સાથે બોલે છે...

આપનું સ્વાગત છે મહારાજા.. હું આરતીદેવી ને આ સુમિત્રા દેવી...

(માણસનો પુનઃ જન્મ થાય છે એ માન્યતા છે..આવી માન્યતા પરની આ વાર્તા છે. ઈશ્વર સિવાય કોઈ ને ખબર હોતી નથી પુનઃ જન્મ વિશે)


Rate this content
Log in

Similar gujarati story from Drama