amita shukla

Abstract Romance Tragedy

4.0  

amita shukla

Abstract Romance Tragedy

અમૂલ્ય પરિવર્તન

અમૂલ્ય પરિવર્તન

2 mins
403


તારું હોવું, મારું ડરવું,

પ્રેમ અઢળક, પણ રડવું,

ગુસ્સો બેકાબૂ, થરથરવું,

મનામણાંથી શરુ કરવું.

ના ના હવે મને કોઈ ડર લાગતો નથી, હવે તો પતિદેવ પૂરા સુધરી ગયા છે. નાક ઉપરનો ગુસ્સો છૂમંતર થઈ ગયો છે, સ્વભાવમાં ક્યારેક આવી જાય પણ કન્ટ્રોલ કરી નાંખે છે. સિંહ જેવી ત્રાડ, મીઠી મધ ગુંજન બની છે. 

અરે વાહ સખી, તું તો નસીબદાર નીકળી, આટલું પરિવર્તન તો ક્યારેક જ જોવા મળે, શું જાદુ કર્યો બોલ ?

અરે સખી, જાદુ તો ઉપરવાળાનો છે, હું રોજ પ્રાર્થના કરતી ઈશ્વર આટલો પ્રેમ ભર્યો છે એમનામાં, હાથમાં ને હાથમાં રાખે છે. ક્યારેય કોઈ વસ્તુની ખોટ આપી નથી મને, પણ કડક સ્વભાવ, કડક નજરોના તીર, તોછડી વાચા બધા પર પાણી ફેરવે છે. આ તો સિંહ બેઠો હોય અને બકરીને કહે તું ઘાસ ખા જેવી વાત રોજ થાય છે. પ્રભુ પ્રેમને મુખ્ય બનાવો આ ચીજોને ગૌણ બનાવો તો હું તેમના પ્રેમને અનુભવી શકું.

સમય ને સંજોગો જેમ બદલાય તેમ મારી હકારાત્મકતાનાં વાઈબ્રેશન તેમના સુધી પહોંચતા થયા. મારી સમજાવટ ધીરે ધીરે અસર કરતી ગઈ. હું તેમને સીધું કંઈ જ ના કહેતી, બીજાને એમનાં દેખતા સમજાવતી. મને શું ગમે, શું નાં ગમે એ ખાસ કહેતી. પ્રેમ તો હતો જ પણ કહેતા નહોતો આવડતો. કડકાઈનું સ્થાન મૃદુતાએ લેવા માંડ્યું. વાણીમાં મીઠાશ ભળવા લાગી.

જિંદગી મળી છે તો પ્રેમથી જીવો, ગયા પછી લોકો કહેશે બોગસ સ્વભાવનો માણસ હતો, સારા સ્વભાવનો હતો. તમારે કેવા બનવું છે તમારા પર છે. તમારી જવાબદારીઓને હસતા નિભાવો, મિત્રતાથી મળો એકબીજાને. પરિવારમાં તોછડાઈ કરવા જતાં ક્યાંયના રહેતા નથી. યેનકેન કરીને નિભાવવું એ જિંદગી નથી.

જિંદગીના અનુભવો ઘણું શીખવી જાય છે. પતિદેવને પણ એવું જ થયું. કુટુંબ સ્વભાવને લીધે છોડી ગયું પણ પત્નીએ સાથ ના છોડ્યો. ધીરે ધીરે અહેસાસ થયો કે કોણ મારું છે.

પરિવર્તન સ્વીકારવું ખુબજ જરૂરી છે. જિંદગી પણ પરિવર્તનથી ખુશહાલ બની ગઈ. સાથે જીવવાની ચાહ બની ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract