STORYMIRROR

amita shukla

Romance Inspirational

4  

amita shukla

Romance Inspirational

વલયાકાર

વલયાકાર

6 mins
382

કોફીના મગમાં ઊઠતી લયબદ્ધ વરાળોમાંથી બનતું તારું પ્રતિબિંબ, સાથે કોફી પિધાનો અહેસાસ અપાવે છે. કોફી હાઉસમાં વાગતા સંગીતના સાઝ, તારો અવાજ રણકાવે છે.

અવાજથી ઊઠતાં તરંગો મીઠાં સ્પર્શના સ્પંદન જગાવે છે. મારા અસ્તિત્વના રોમરોમમાં તારા વ્હાલના વધામણા વધાવે છે. વ્હાલમ તારું સુંદર મુખડું,મારું મુખ મલકાવે છે. દૂરિયા, નજદીક બની પ્રેમમાં મીઠાશ ગોળે છે. પ્રેમની પરાકાષ્ઠા એકબીજાના દિલને જોડે છે. તારો ને મારો પ્રેમસેતુ, ગુલાબની પાંદડીઓથી વ્હાલમનું સ્વાગત કરવા, આતુર નૈનો પલક જપકાવ્યા વગર પગરવ સાંભળે છે..

એય પાગલ, શું શૂરાતન ચડ્યું છે આજે લખવાનું ? ઠેકાણે હોય ત્યારે ડાયરી લઈને લખવા બેસી જાય છે. ડાયરી તો કોઈને આપતી નથી ક્યારેય. આજે તો ખેંચીને લઈ જ લવું. ભલે મને બચકા ભરે !

ના, હું બચકા નહી ભરું.. લે, મારી ડાયરી વાંચ, મારા વ્હાલમ માટે લખું છું. લખી લખીને મારી ડાયરી પણ ભરાવા આવી. તું મને બીજી લઈ આપીશ. ઘણું ઘણું લખવું છે હજી મારે. હું મારા વ્હાલમ પર પુસ્તક લખવા માંગુ છું. મારો વ્હાલમ ક્યારેક મારું પુસ્તક વાંચશે તો જરૂર મને લેવા આવશે અહીંયા.

જૂની યાદોની રફતાર તીવ્રતાથી રિવર્સ લઈ રહી હતી, કલમ - કાગજનું અવશ્ય મિલન નક્કી હતું. દિલમાં સંઘરેલી યાદોને છુટ્ટી તો કરવી પડે ને ?

લખવું એટલે લાગણીઓને નીચોવવી, તેની છેવટની બુંદ પણ ઝીલવી, ખાટામીઠા રસનો આસ્વાદ માણવો.

યાદો જ્યારે નાસુર બને ત્યારે દિમાગમાં હલચલ મચાવાતી હોય, ક્યારે પાગલપનની પરાકાષ્ઠા આવી જાય ખબર જ ના રહે.

વલ્લરીને લખવાનો ખુબજ શોખ, સાહિત્ય વાંચી વાંચીને, કૂચો કરીને દિમાગમાં ભર્યું હતું. મનમાં વિચાર સ્ફુરે તરત કાગજ પર ટપકાવી લેતી. કલમ અને કાગજ પણ આતુર રહેતા. જુદા જુદા વિષયો પર હંમેશા વિચારતી રહેતી. સપનું એક હંમેશા જોતી મારું લખેલું પુસ્તક બહાર પડે.

લાયબ્રેરીમાં પુસ્તકની આપલે દરમ્યાન લલકાર સાથે આંખો ચાર થઈ. લલકારને વાંચવાનો જ શોખ હતો અને કવિતા સાંભળવાનો. વલ્લરી તેની કવિતા લલકારને સંભળાવતી. ખુબજ પ્રોત્સાહિત કરતો, જરૂર જણાય ત્યાં જરૂરી સૂચનો પણ કરતો. બન્નેની સંગત જામવા લાગી. એકબીજા વગર અધૂરા રહેવા લાગ્યા. સાહિત્ય પ્રેમ સાથે દિલનો પ્રેમ અતિરેક થવા લાગ્યો. વિરહાગ્નીમાં રહેવું મુશ્કેલ થઈ ચૂક્યું હતું. બંને એ એક થવાનો ફેંસલો કર્યો.

પ્રેમ હંમેશા કસોટીની એરણ પર જ હોય, ક્યારે ક્યો મોડ આવે કોઈ જાણી શકતું નથી. પ્રેમીઓ તડપતા દિલે આહ જ ભરતા હોય છે. નસીબદાર પ્રેમીઓ જ એકબીજાના થઈ શકે છે. પ્રેમ અતૂટ રહે છે પણ જોડી ખંડિત થઈ બીજાની સાથે બને છે. બગાવત કરે તો ક્યારેક ખતરનાક પરિણામ આવે છે જે વલ્લરી અને લલકાર સાથે બન્યું.

ઘરમાં જાણ કરી તો વલ્લરીનાં ઘરે કોહરામ મચી ગયો. વલ્લરીને માનસિક અને શારીરિક બંને રીતે હેરાનગતિ આપવા માંડયા. લલકારને પણ વલ્લરીનાં ઘરવાળાએ ના છોડ્યો. ખરા ખોટા કેસ કરીને જેલ ભેગો કરી દીધો. વગરવાંકે કેરિયર ખતમ થઈ ગઈ. જિંદગી બેજાન બની ગઈ.

વલ્લરીને જાણ થઈ લલકારની, તો મળવા પહોચી ગઈ. બંનેનો શ્રાવણ ભાદરવો રોકાતો નહોતો. એકબીજાને સાંત્વના આપવા પોતે જ દોષી ઠરતાં હતા. મારે લીધે થયું. આપણે મળ્યાં જ ન હોત તો આ ઘટના જ ના ઘટત.

પ્રેમને અમર રાખીશું, એકબીજાના થઈને જ રહીશું. વિરહાગ્નીમાં જલીને સો ટચનો પ્રેમ બનાવશું, જે આ જન્મમાં જ મિલાવશે. શા માટે આગલા જનમની રાહ જોવી ? પ્રેમ એકબીજાને જરૂર શોધી લેશે. તારું મારું મિલન અવશ્ય થશે.

વલ્લરીની માનસિક યાતના વધતી જતી હતી. બીજે મેરેજ માટે મક્કમતાથી ના કરી દેતી એટલે જુલમ વધતો જતો હતો. આખરે દિમાગ એનું જવાબ દઈ ગયું. દિમાગનો દોરો પડ્યો. સારવાર કરાવી પણ વાતાવરણ ઘરનું બદલાયું નહી એટલે કોઈ જ સુધારો થયો નહિ. છેવટે પાગલની હોસ્પિટલમાં મૂકવાનો વારો આવ્યો.

શરૂ શરૂમાં ત્યાં વલ્લરી ખૂબ જ ધમાલ મચાવતી. લલકારની બૂમો પાડતી. દિલમાં દબાયેલો મૌન પ્રેમ હવે જાહેર થયો હતો. બીજા પાગલ પણ એને લલકારનું નામ લઈ ખીજવવા લાગ્યા. જે મનમાં આવે તે બોલતા તો વલ્લરી એનું નામ સાંભળી રોઈ પડતી.

ટ્રીટમેન્ટ દરમ્યાન જાણવા મળ્યું કે એને લખવાનો ખૂબ શોખ છે એટલે ડાયરી અને પેન આપવામાં આવ્યા. વાતાવરણ પણ એવું જ આપવામાં આવ્યું. સવાર સવારમાં એને ગાર્ડનમાં ખુલ્લામાં ફરવાની છૂટ્ટ આપી સાથે એક વ્યક્તિ ખાસ રહેતી તેની સાથે જે તેનું અવલોકન કરીને ડોકટરને રિપોર્ટ આપે. વલ્લરી સાથે પ્રેમભર્યું વર્તન રાખી તેની વાતો સાંભળે.

ડાયરી અને પેન મળ્યા તો અંતરાત્મા સાહિત્યનો જાગૃત થયો. ધીરે ધીરે કવિતાઓ એના વિચારો, લલકાર સાથેની વાતચીત બધું લખવા લાગી. લખવાથી દિલ અને દિમાગમાં રહેલું દર્દ વહેવા લાગ્યું. હૂંફ મળતી હતી. ખુલીને જીવવા લાગી. દિમાગના દોરા હવે ક્યારેક જ થતા. હજી લલકારને કેવી રીતે મળવું એક ખટકો તેના આત્માને કોરતો હતો એ ડોક્ટરે દૂર કરી આપ્યો.

એક અખબારમાં વલ્લરીની કવિતા છપાવા લાગી. લલકારે વાંચી તો તરત સમજી ગયો વલ્લરીની જ છે, આ કવિતા તો હું કેટલીવાર સાંભળી ચૂક્યો છું. તપાસ કરતા પાગલખાનાનું સરનામું હાથ લાગ્યું.

પાગલખાનામાં જઈને લલકાર છું, વલ્લરીને મળવાની વાત કરી. લલકારનું નામ સાંભળી દરેકના મુખ પર ખુશી આવી ગઈ. દરેક અહોભાવથી લલકારને નિરખવા લાગ્યા. આગતાસ્વાગતા કરવા લાગ્યા.

લલકાર મૂંઝાયો આ શું થઈ રહ્યું છે ? કેમ બધા આમ જુવે છે ? ડોકટર પાસે કેટલી અદબથી મને લાવ્યા ?

ડોકટર પણ મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. લલકારને કહ્યું.

જેન્ટલમેન બહુ ખુશી થઈ તમે આવી ગયા. અમારો તમને શોધવાનો પ્રયોગ સફળ રહ્યો. વલ્લરીની આસ્થા પણ ફળી. તમને જોઈ ખૂબ જ ઘેલી થશે પણ.. તેની પરિસ્થિતિ ખૂબ નાજુક છે. અત્યારે ખુશી કે ગમ અઢળક આપવું હિતાવહ નથી. તમે ઈમોશનલ બહુ થતા નહી. નોર્મલ રહીને જ વાત કરજો જાણે કઈ બન્યું નથી પહેલાની જેમ જ તમે મળજો.

વલ્લરીને અનુભૂતિ થતી હતી આજે. દિલમાં મીઠી મૂંઝવણ પણ થતી હતી. દિલ રહી રહીને તેજ ધડકતું હતું. પાંપણો ભીનાશ અનુભવતી હતી. પ્રેમગીત ગણગણતી હતી. શું લલકાર મળવાનો છે આજે ? કેમ તેની યાદ આવી રહી છે ? કેટલા વર્ષો વીરહાગ્નીમાં જલ્યા, શું આજે ધોધમાર પ્રેમના વાદળ વરસવાના એંધાણ કેમ દેખાય છે મને ?

જુદાઈના ઝેર વર્ષો પીધા,

મિલન તણી આશ હવે,

જીવી લઈશું ચાલ ફરી,

દુનિયા નવી વસાવીને.

તારું મારું એક જ નામ,

લખ્યું છે હવે સાથે,

જુદાઈ કેટલી નીભાવિશું આખરે,

રહેવું આપણે બંને સાથે.

વલ્લરી અને લલકારનું મિલન જોવા હોસ્પિટલનો સ્ટાફ ઉત્સુક હતો. સાચો પ્રેમ કેવો હોય છે તેનો અનુભવ થતો હતો. ખુશીમાં બીજી ફરજો પણ ભૂલી ગયા હતા. અંતરથી દુઆ આપતા હતા કે કોઈ પેશન્ટને પાગલ બની આવવું ના પડે. માણસાઈ એમનામાં પણ હતી. વર્તનને કારણે કડક બનવું પડતું હતું. આ લવસ્ટોરીની વાત જ અનોખી હતી. જે એકમેકના અસ્તિત્વમાં ઓગળવા જઈ રહ્યા હતા.

ડોકટર ત્યારે જ કંઈક લઈને આવ્યા. વલ્લરીનાં હાથમાં આપ્યું. વલ્લરી અને લલકાર આશ્ચર્યચકિત થઈ જોઈ રહ્યા કે ડોકટર ભેટ આપી રહ્યા છે. ડોક્ટરે કહ્યું પેકેટ ખોલો વલ્લરી. ધડકતા દિલે એક પછી એક આવરણ હટાવી રહી હતી દિલમાં એક કંપન સાથે શું હશે એમાં ?

"વલયાકાર "

અનોખો પ્રેમ.

લેખિકા -- વલ્લરી.

અર્પણ --- લલકાર.

પુસ્તક પર બંનેનું નામ જોતા, અહોભાવથી દોડીને ડોકટરને વળગી પડી. તમે મારું સ્વપ્ન સાકાર કર્યું. તમે મારી જિંદગી મેળવી આપી અને મને જિંદગી ફરી જીવવા આપી. હું તમારી ઋણી છું. ક્યારે તમારું ઋણ ચૂકવી શકીશ.

મારું પેશન્ટ સ્વસ્થ થઈ અહીંથી જાય મારા માટે ગૌરવની વાત છે. તારા લલકારને મળવાના અંતરમનનાં પ્રેમના મનોબળથી તું સ્વસ્થ થઈ ગઈ.

પ્રેમ કોઈનો મોહતાજ નથી હોતો. પ્રેમ એનામાં મસ્ત હોય છે. બંનેના મન એક હતા તો મિલન નક્કી જ હતું. મનનું મિલન કોઈ ખેલ નથી. તનથી દૂર હતા પણ મનની નજદિક્યાથી એકબીજાના દિલમાં જ વસતા હતા.

મારામાં વસે તું,

તારામાં વસુ હું,

વ્હાલમ.......

બીજું જોઈએ શું ?


Rate this content
Log in

Similar gujarati story from Romance