સાસુ..વહુ
સાસુ..વહુ
બચાવો, બચાવો...
ચીસો વધતી ચાલી, અંબર તરત લપક્યો, ઝંઝોળી નાંખી ધારાને, તરત આલિંગનમાં લઈને સાંત્વના આપવા લાગ્યો.
શું થયું મને ?
શું શું થયું.. તું વિચારો કરવાનું બંધ કર, અડધી રાત્રે ચીસો પાડે, ભર ઊંઘમાંથી જગાડે, યાદ તો રહેતું નથી જાગ્યા પછી તને, ડોકટર સાચું કહે છે તું બહુ સ્ટ્રેસમાં રહે છે. આનંદમાં રહેવાનો પ્રયત્ન કર.
તારી પાસે બધી સુખ સાયબી છે. મિત્ર વર્તુળ પણ મોટું છે. તું કેટલી ક્રિએટિવ છે.. તું ધારે તે કરી શકે. અનહદ વિલપાવરની માલકીન થઈ, તું તારા શરીરમાં થતાં હોર્મોન્સના ઇમબેલેન્સથી ગભરાઈ જાય. તારી જાતને જોખમમાં મૂકી દે છે, ક્યાં સુધી આવું ચાલશે ? આખો દિવસ તો હું તારી સાથે રહી ના શકું. આ દરેક સ્ત્રીની સમસ્યા છે. ઓછાવત્તા અંશે દરેક સહન કરે છે. તારી સમસ્યા ડોક્ટરના કહેવા પ્રમાણે વધારે છે, તો ઈલાજ કરાવાનો છે ને તારે ખુદ બહાર આવવાનું છે.
કોઈ સમસ્યા એટલી જટીલ નથી હોતી જેટલું સ્વરૂપ આપવામાં આવે છે. સમસ્યા હંમેશા હલ લઈને આવે છે. સમય વધારે કે ઓછો લાગી શકે છે.
તને ખબર છે આપણા લગ્ન થયા ત્યારે મારા મમ્મીને મોનોપોજ પીરીયડની શરુઆત હતી. મમ્મી તારા ઉપર ગુસ્સે થતી હતી, બહાર ફરવા જવાનું કહીએ તો ના પાડી દેતી. દરેક બાબતમાં તને ટોક્યા કરતી. તું પણ ગુસ્સો કરતી પણ મારા ઉપર, મમ્મી પોતાનું સાસુપણું બતાવવા લાગ્યા અત્યારથી. પહેલા મમ્મી જુદી વાત કરતા હતા કે હું તો વહુ કે દીકરીમાં ફેર જ નથી ગણતી, તો આ શું છે તું જ કહે મને અંબર.
એક દિવસ ધારા સાથે સાસુમાએ વાત કરી, દીકરી હું લાખ કોશિશ કરું છું તને હું કંઈ પણ ના કહુ, મારો આત્મા ના પાડતો રહે છે છતાં હું તને લડું છું. હું બરાબર નથી કરી રહી ખબર હોવા છતાં કહેવાઈ જાય છે. મારો સ્વભાવ મોનોપોઝ ને કારણે સેન્સેટિવ થઈ ગયો છે. હું મારી જાતને અસુરક્ષિત મહેસૂસ કરુ છું. એટલે હું તમારા પર પસેસિવ બનુ છું.
ધારાને આજે દરેક બીતે લમ્હે યાદ આવતા હતા. મારે જાતે કન્ટ્રોલ કરવું પડશે. હું મારા જાતને આનંદમાં રાખીશ, મગજ મારું સતત પ્રવૃત્તિમાં રાખીશ. મોનોપોઝને મારી જિંદગીમાં ભારી નહી પડવા દઉં. હકારાત્મક વિચારો ભરીને હું ઉડાન ભરતી રહીશ. સાસુમાની જેમ હું પણ ટક્કર આપીશ. તન અને મનથી સ્વસ્થ રહીશ.
અંબર તું હવે ચિંતા કરવાનું છોડી દે, તે મમ્મીનો કિસ્સો યાદ કરાવીને મને ભૂલોમાંથી ઉગારી લીધી. હું મારી જાતને કન્ટ્રોલ કરવાની અવશ્ય કોશિશ કરીશ.
તારો સાથ, મારો અણમોલ સથવારો છે,
જિંદગીભર તું મારો હમેંશા રખવાળો છે.
