STORYMIRROR

amita shukla

Others

3  

amita shukla

Others

સફેદ રંગનો કમાલ

સફેદ રંગનો કમાલ

1 min
168

"કેમ તે આજે સફેદ કપડાં પહેર્યા છે, કોણ ગુજરી ગયું ? કે કોઈના બેસણામાં જાય છે." ઘરની સામે રહેતા શિલામાસીએ કોલેજીયન યુવતી મીરાને સવાર સવારમાં સવાલો પૂછી નાખ્યા.

મીરાએ સામો સવાલ કર્યો, "કેમ સફેદ કપડાં અશુભ પ્રસંગે જ પહેરાય, શુભ પ્રસંગે પણ પહેરાય જ છે. કન્યા સફેદ પાનેતરમાં જુદા જુદા રંગની ડિઝાઇનવાળું લગ્નમાં પહેરે છે. શુભ પ્રસંગે ધોતી અને ઝભ્ભો પણ સફેદ હોય છે. સફેદ રંગ તો રંગોનો રાજા છે. તેમાં દરેક રંગ ભળી જાય છે. મિક્સ થઈ જવું એનો ગુણ છે. પોતાના અસ્તિત્વનો ત્યાગ કરી પોતાને મિટાવી દે છે બીજાના માટે. મનની શાંતિનું પ્રતીક છે. પરાવર્તિત કિરણોને પોતાનામાં શોષી લેવાની ક્ષમતા ધરાવે છે. એના પર દાગ જો લાગે તો છડેચોક બતાવી દેછે. કોઈનાથી કંઈ છુપતું નથી. ખુલ્લી કિતાબ જેવું જીવન છે. શિલામાસી દરેક વખતે એક સરખું નહી વિચારવાનું. હવે જમાનો બદલાયો છે. દરેક મનગમતો રંગ ગમે ત્યારે અને ગમે ત્યાં પહેરી શકે છે.

મીરા સાચેજ સરસ વાત કરી, સફેદ રંગ મૂળ રંગ છે. તે છે તો બીજા રંગ બની શકે છે. હુ મૂળને જ ભૂલી ગઈ. આભાર તારો સફેદ રંગ વિશે જાણકારી આપી.


Rate this content
Log in