amita shukla

Inspirational Others

4.0  

amita shukla

Inspirational Others

સાચો મિત્ર

સાચો મિત્ર

2 mins
460


જીવન એક પુસ્તક સમાન,

ઇશ્વર સવારે કોરું પાનું ખોલે,

એના સુંદર હસ્તાક્ષરવાળું,

સારા કર્મ ભરીને રાત્રે સહી આપણી.


પુસ્તક સાચો મિત્ર,

વ્યક્તિત્વ નિખારે અદભુત,

પુસ્તકને કર્યું જો આત્મસાત,

જીવન બને ધન્ય.


ખુલ્લી કિતાબ ન બનવું,

વાંચતા આવડે તો સમજે,

નહીંતો પસ્તી બનાવીને,

જિંદગીને ચડાવે ગોટે.


પુસ્તક એક સાચા મિત્રની ગરજ સારે છે. જ્યારે ઇચ્છીએ ત્યારે હાજર. આપણને એક સાચો મિત્ર રાહ ચીંધે છે તેમ પુસ્તક જીવનમાં અણમોલ ભાગ ભજવે છે. આપણા વ્યક્તિત્વને નિખારે છે. જીવન ખુલ્લી કિતાબની જેમ જીવવું, સમજી શકે આંટીઘૂંટી વિનાનું આપણું જીવન.

અરે યાર, એકલી આખો દિવસ શું કરે છે ઘરમાં ? કંટાળો નથી આવતો તને ? 

આપણા ઘરમાં આપણને જ કંટાળો ? શું વાત કરે છે તું ? તાવ તો નથીને ? 

મને તો ઘરમાં ગમતું જ નથી. કામ પતી જાય પછી એમ થાય કે હું બહાર જ જતી રહું. શું કરવાનું આખો દિવસ કામ, એકલી એકલી કરું શું યાર ? કોની સાથે વાતો કરું ? 

અરે, આ કોઈ ઉપાય નથી કંટાળો દૂર કરવાનો. તું છે ને પુસ્તક સાથે દોસ્તી કરી લે. તને ક્યારેય એકલાપણું નહિ લાગે. મારો જ અનુભવ કહું છું. તું જ્યાં જાય ત્યારે બેગમાં એક પુસ્તક રાખવાનું. સમય પસાર કરવા માટે બેસ્ટ છે. તેનાથી તમારા વિચારોમાં પણ અમૂલ પરિવર્તન આવે છે. દ્રષ્ટિ તમારી બદલાય છે. દરેક વસ્તુનું મૂલ્યાંકન કરતાં આવડે છે. દરેક વસ્તુ કેમ જરૂરી છે તેનું જ્ઞાન હોય છે તમને. દરેકને સમજતા થાવ છો.

તને જે વિષય ગમતો હોય તે પુસ્તકથી શરૂઆત કર, તું વાંચવાનો શોખ કેળવીશ તો એકલતા દૂર ભાગશે. તું સંતુષ્ટ થઈશ તારા આ બદલાવથી.

ચાલ આજે હું તને પુસ્તકની ભેટ આપીને મારી જેમ બીજી દોસ્ત આપુ તને.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational