STORYMIRROR

Meena Mangarolia

Drama Fantasy Inspirational

3  

Meena Mangarolia

Drama Fantasy Inspirational

અલવિદા

અલવિદા

1 min
14.4K


ધૂંધળી આંખો એ નીરખી રહયો છું...,

આ વણઝાર તસ્વીરોની...

વીતેલા જીવન ઈતિહાસ ભૂગોળ ગણિત ની... સમજાઇ ગયું,કઈ તસ્વીરની યાદ ને દિલ માં સજાવું..?

એક તન, મન અને દિલ માં

હરદમ સમાઈ ગઈ છે....

શ્વાસે શ્વાસ માં સમાઈ ગઈ છે...

મારા આથમતાં જીવનનો છે

સાથ સથવારો,

મારા રુદિયાંની રાણી..

આપ મેળે ગોઠવાઈ ગઈ છે.....

અને એ કક્ષમાં

હું એક ચિત્તે પરોવાઈ ગયો છું.

અને બહાર નીકળવાનો રસ્તો પણ મળતો નથી...

મથું તો છું કંઈક જીવનનું સરવૈયું કાઢવા....

પણ ક્યાંથી મળે એનો તાળો...

ભગવાને જ ઘડેલો છે આ માળો.......

પ્રેમ, ધૃણા અને ધિક્કારનાં

ગણિતમાં થઈ જાય છે ગોટાળો...

પણ માનવીનાં હાથમાં એ

ઉકેલવો શક્ય નથી...

જીવનમાં નિરાશાની કોઈ કેડી નથી....

સમયની ચક્રગતિમાં કયારે વીતી જશે

આમ જ બાકી નો સમય ગાળો....

જિંદગી અવિરત દોડયા કરે છે....

પકડું પકડું ત્યાં

દોડી દોડી જાય....

સમય ની રફતાર સાથે કયારે

મળશું.... કયારે...અલવિદા....


Rate this content
Log in

Similar gujarati story from Drama