STORYMIRROR

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

અજવાસ

અજવાસ

1 min
207

આરતીબેન દીકરા મનન માટે છોકરી શોધી રહ્યા હતાં.. મનન હાઈટ બોડીવાળો અને દેખાવમાં ખુબ જ સુંદર લાગતો હતો, પણ બોલે તો જીભ તોતડાતી હતી એટલે કોઈ છોકરી હા પાડતી નહોતી. માલ, મિલ્કત, બંગલો હતો પણ ઘરમાં લક્ષ્મી વગર અંધારું હતું.

ગામેગામ અને પેપરમાં જાહેરાત આપી અને મેરેજ બ્યુરોમાં પણ નામ નોંધાવી દીધું હતું, પણ કોઈ છોકરી હા પાડતી નહોતી.

ખૂબ શોધખોળ પછી દૂરના નાના ગામડાની છોકરી સોનાલી એ હા પાડી.. કારણકે સોનાલીને મામાની ચંગુલમાંથી છૂટકારો મેળવવો હતો.

સોનાલી ને મનનનાં લગ્ન થયાં ઘરમાં સોનાલીએ કંકુ પગલાં પાડયાં, એ સાથે જ ઓવારણાં લેતાં આરતીબેન બોલ્યા કે, અમારાં અંધારાં ભર્યા જીવનમાં અજવાસ પાથરવા આવી છે બેટા ! કહીને કમરે લટકાવેલો ચાવીનો ઝૂડો આપી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Drama