અજબ પ્રેમની ગજબ કહાની
અજબ પ્રેમની ગજબ કહાની
આ આપણાં ભારતની સંસ્કૃતિ અને સભ્યતા અને સંસ્કાર છે કે આપણાં ભારત દેશની દિકરીઓ ગમે એવાં દુઃખમાં પણ પોતાના પરિવારને છોડીને જતી નથી રહેતી.
એક મોટા ઘરમાં મનાલીનો જન્મ થયેલો એટલે નાનપણથી જ બધી એની જીદ પુરી કરવામાં આવતી એટલે એ એ થોડી જિદ્દી થઈ ગઈ હતી. બધાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. મા બાપ ને અને પરિવાર માં વીસ વર્ષે દિકરી જન્મી હોવાથી વધુ પ્રમાણમાં લાડ પ્યાર થતો હતો. મનાલી ને એક નાનો ભાઈ જૈમિન હતો. ભાઈ બહેનમાં ખુબ પ્રેમ હતો.
આમ કરતાં કરતાં મનાલી કોલેજમાં આવી અને અહીં એને પર નાતના છોકરા આરવ સાથે પ્રેમ થયો અને બન્ને એ નક્કી કર્યું કે લગ્ન કરીશું એ માટે પરિવાર ને મનાવીશું. આપણે ભાગીને લગ્ન નહીં કરીએ. આમ કરતાં કોલેજના બે વર્ષ પુરા થયા અને આરવે નક્કી કર્યું કે એ વિદેશ જઈ સારુ કમાશે અને ભણશે પછી બે વર્ષ પછી લગ્ન કરીશું તો ત્યાં સુધી તારું પણ ભણવાનું પતી જાય.
મનાલી એ રડતાં રડતાં હા કહી.
આરવ એના એક દૂરના સગા અને ભણવાના બેઝ પર કેનેડા ગયો અને ત્યાં જઈને એક રુમમાં પાંચ જણ ભાગીદારીમાં રહે એવી જગ્યા પસંદ કરી જેથી ખર્ચો ઓછો થાય. અને એક મોલમાં પા ટાઈમ જોબ કરવાની ચાલું કરી અને ભણવાનું ચાલુ રાખ્યું. રોજ રોજ મનાલી જોડે ફોનથી વાતો કરતો રહેતો અને ભવિષ્ય ના સોનેરી સપના સજાવતો રહેતો.
આરવ બે વર્ષે ભારતમાં આવતો હોવાથી મનાલીને કહ્યું હતું કે તારા ઘરમાં વાત કરી રાખજે જેથી હું પંદર દિવસ માટે આવું છું તો આપણા લગ્ન થઈ જાય. મારા ઘરમાં બધાની હા છે.
આ બાજુ મનાલીએ ઘરમાં વાત કરી તો વિરોધ ના વાદળ ઉમટ્યા. ઘરમાં બધાં મનાલી ને બોલવા લાગ્યા. મનાલી ની મમ્મી મનાલીને સાથ આપતી હતી પણ એનું કંઈ ઉપજતું નહીં. મનાલી એ મક્કમ રહી ને કહ્યું કે લગ્ન કરીશ તો આરવ સાથે જ નહીં તો આજીવન કુંવારી રહીશ. અંતે ઘરનાં મનાલીની ખુશી માટે હા કહે છે ને આર્ય સમાજમાં લગ્ન કરાવી દે છે.
લગ્ન નાં બીજા જ દિવસે આરવને પાછું કેનેડા જવાનું હોવાથી એ જાય છે અને પછી છ મહીને મનાલી ને બોલાવે છે. મનાલી એ આરવને દિલની ગેહરાઈઓથી અને સાચો પ્રેમ કર્યો હોય છે.
આરવ ને ફોનમાં એનાં માતા-પિતા શિખવાડે એટલે મનાલી જોડે ઝઘડો થાય એટલે મનાલી એકલી એકલી ખુબ રડતી એ કોને કહે જાતે પ્રેમ લગ્ન કર્યા છે તો એ જીદ્દ પર જ જીવતી કે જીવીશ તોય આરવ સાથે ને મરીશ તોય આરવ સાથે.
એક દિવસ બન્ને વચ્ચે ખૂબ ઝઘડો થયો અને બન્ને પોતપોતાની જીદ પકડી રાખી અને આરવે મનાલી ને કહ્યું કે તું પાછી ભારત જતી રહે મને નહીં ફાવે તારી સાથે, આ સાંભળીને મનાલી ઘર બહાર નીકળી અને બરફમાં આખી રાત બેસી ને રડતી રહી. સવારે આરવે જોયું ઘરની સામે બરફમાં મનાલી બેઠેલી છે એને સમજાવી ને અંદર લાવ્યો અને રૂમ હિટર ચાલુ કરી ને મનાલી ને વિક્સ લગાવી આપીને ઓઢાડીને સૂવડાવી દીધી.
આમ કરતાં કરતાં મનાલી ને સારા દિવસો રહ્યા અને એક દિકરી ખંજનની મા બની.
આરવ ક્યારેય પ્રેમ કરતો અને સંભાળ રાખતો પણ જેવો એનાં માતા-પિતા નો ફોન આવે આરવનું વર્તન બદલાઈ જાય જાણે એ મનાલી ને ઓળખાતો જ નથી એવું કરે અને ઝઘડો કરે.
આમ કરતાં ખંજન એક વર્ષ ની થાય છે ને આરવના પિતા ની ખુબ જ તબિયત બગડે છે તો દવાખાનામાં દાખલ કરવામાં આવે છે આરવ એક જ સંતાન હોવાથી કેનેડાથી બધું જ સમેટીને અમદાવાદ પોતાના ઘરે પાછા આવી જાય છે.
અમદાવાદ આવીને તો મનાલીની સ્થિતિ ખુબ જ કફોડી થઈ જાય છે આખો દિવસ આરવ બહાર રહે તે રાત્રે બાર વાગ્યે ઘરે આવે અને આ બાજુ સાસુ સસરા મહેણાંટોણા માર્યા કરે અને ખંજન ને પણ ના રમાડે.
મનાલી મમ્મી પપ્પા ને મળવા જાય ત્યારે ખંજન ને રમકડાં અને ફુગ્ગા લઈ આપતાં..
મનાલી ની મમ્મી કાયમ પૂછતાં મનાલી ને કે બેટા તું સુખી છો ને?
મનાલી કાયમ હસીને વાત ટાળી દેતી.
એક વખત ખંજને ઘરમાં જીદ કરી ફુગ્ગા માટે પણ સાસુ સસરા બોલ્યા કે ફુગ્ગા ફૂટી જાય એવાં દશ રૂપિયા મફત નથી આવતાં.
મનાલી એ આરવને વાત કરી પણ એ તો માતા પિતા નાં જ પક્ષે રહ્યો.
ધીમે ધીમે મનાલી ડિપ્રેશનમાં જતી રહી પણ દિકરી ખંજન માટે જ જીવતી એ કોઈ ને કશું કહેતી નહીં. અને માતાજી ને ભજતી રહી.
આરવને એક નાની બિમારી આવી અને એને દાખલ કરવામાં આવ્યો મનાલી એ રાત-દિવસ સેવા કરી ને આરવને સાજો કર્યો .
અને આરવનું હ્રદય પરિવર્તન થયું અને એણે મનાલી ની ટ્રીપ ગોઠવી ત્રણ જણની અને મનાલી અને ખંજન ને ખુબ ખુશ કર્યા અને મનાલીથી આવ્યા પછી આરવે સોનાની વીંટી લઈને મનાલી ને પહેરાવી ને પ્રેમનો એકરાર કર્યો.