Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

અજબ જાદુ

અજબ જાદુ

4 mins
168


આ કુદરતનો જાદુ જ છે જે માણસોને એમની ભૂલો નું જ્ઞાન અપાવે છે...

એક નાનાં ગામડાંમાં રહેતો સાધારણ સ્થિતિનો પરિવાર...

કાનજીભાઈ અને મંગુ બેહન બન્ને પતિ-પત્ની હતાં...

એમને ત્રણ દિકરાઓ હતા...

ઘરનું ઘર કાચું માટીનું હતું....

ત્રણેય દિકરાઓ ને ગામની પ્રાથમિક શાળામાં ભણાવ્યા ..

બે દિકરીઓ શેહર માં કમાણી કરવા જતાં રહ્યાં અને ત્યાં જ લગ્ન કર્યા અને ગામ અને માતા પિતાને ભૂલી ગયા...

નાનો રવજી પણ હવે રોજ મા બાપને મેહણા ટોણાં મારતો કે બે ભાઈઓ શેહર માં મોજ મજા કરે છે અને મારે માથે તમારી જવાબદારી નાખી છે અને તમે પણ આંખી જિંદગીમાં આ એક કાચું ખોરડું સિવાય કશું કમાણી કરી નહીં અને મારાં માથે પડ્યાં છો...

રવજી એ બાજુના ગામની શારદા જોડે લગ્ન કર્યા પછી તો કાનજીભાઈ અને મંગુ બહેન નું જીવવું દુષ્કર થઈ ગયું...

એટલામાં જ કુદરતને કરવું ને આખા વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો અને કેટલાય મૃત્યુ થયાં..

આજુબાજુના પાસે આવું સાંભળીને બન્ને પતિ-પત્ની ભગવાન ને પ્રાર્થના કરતાં કે હે વ્હાલા અમને પણ આ કોરોના નો પ્રસાદ આપીને તારી પાસે બોલાવી લે...

આ જીવન દોહ્યલું થઈ ગયું છે...

આમ ઉઠતાં બેસતાં ઈશ્વર ને એક જ પ્રાર્થના કરતાં...

આમ એક દિવસ આવી પ્રાર્થના કરતાં કરતાં સૂઈ ગયા અને અડધી રાત્રે ભગવાન કાનજીભાઈ નાં સ્વપ્ન માં આવ્યા...

અને ચારેબાજુ પ્રકાશ ફેલાઈ ગયો...

ભગવાન બોલ્યા..

"ઉઠ વત્સ..."

"કાનજીભાઈ ... કોણ છો આપ"

"વત્સ તું રોજ મને પ્રાર્થના કરે છે ને???

કે મને ઉપર બોલાવી લો "

"કાનજીભાઈ કહે હા પ્રભુ"

"ભગવાન કહે તારાં જેવાં નિષ્કામ ભક્તિ વાળા અને નિર્મળ લોકો ની અહીં જરૂર છે"...

"પ્રભુ અમે થાકી ગયા છીએ તમારી શરણમાં લઈ લો... અમે બન્ને જણાં આ છોકરાઓ પર બોજ બની ગયા છીએ".....

"વત્સ તું એ બધાં ની બોલવાની ચિંતા મારાં ઉપર છોડી દે"...

"તને મેં .... એક સંદેશો આ દુનિયાને તું આપી શકે એ માટે જ પસંદ કર્યો છે વત્સ"

"માટે મારી વાત ધ્યાનથી સાભળ"..

"બોલો પ્રભુ"!!!

" આ દુનિયા બનાવી અને માણસ બનાવ્યા પણ માણસ જ માણસ નો દુશ્મન બન્યો છે..."

"નિતનવી અન્યાય અને ઈર્ષા ની રમતો રમે છે આ માણસ"

અને...

"બીજાનાં હક્ક નું પડાવીને ખાય છે"

અને

"મૂંગા પ્રાણીઓ, જીવ જંતુઓ , પક્ષીઓ ને કનડગત કરે છે એમનો વધ કરે છે"

" આ સુંદર માનવ દેહને જાત જાતના વ્યસનોથી રોગિષ્ટ કરી દીધું છે"

ખેતરમાં તમાકુ ને વાડ કરવામાં નથી આવતી, કારણકે ઢોર પણ એને નથી ખાતાં... !!!

"પણ આ માનવ જાત... તમાકુ ખાઈને ધરતીને માતા કહે છે એની પર જ થૂંકે છે.."

ધરતીને અપવિત્ર કરે એ માનવ નો ગુન્હો છે...

શું તમે તમારી જન્મ દેનારી મા પર થૂંકો છો???

તો પછી આ ધરતી માતા પર શા માટે...!!!

"સાચું પ્રભુ"

"વત્સ મારી વાત સાંભળ, હું દરેક નાં અંતર આત્મા માં જ બેઠો છું... છતાંય માણસો જ માણસને ભગવાન બનાવી ને પૂજે છે અને પછી દુષ્કર્મ પરિણામ ભોગવે છે"

"વત્સ તને હું આ બધું કહું છું એ ધ્યાનમાં રાખીને સમાજમાં ફેલાવજે"

"માણસ રાક્ષસ કરતાં પણ ક્રૂર બન્યો છે પોતાની વાસના સંતોષવા એ નાની બાળકી કે વૃધ્ધા ને પણ નથી છોડતો...!!!

અમરનાથ કે વૈષ્ણોદેવી કે ચારધામની યાત્રા પહેલાં વનમાં પ્રવેશી ગયાં હોય એ કે સંતો, સાધુ કરતાં પણ અત્યારે તો ફરવાનાં બહાને નાં કોઈ નિયમ કે નાં કોઈ ચોખ્ખાઈ અને પવિત્ર ધામમાં પણ દારૂની મહેફિલ જમાવે અમને પણ આ બધું જોઈ ત્રાસ થાય છે એટલે જ રોકવા નાનાં નાનાં તોફાન લાવ્યા પણ આ માણસ જાત તો અમને પણ એમની જરૂરિયાત અનુસાર અને ધાર્મિક સ્થળો ને મોજમજા નું સ્થળ બનાવી દીધું...!!!

"પતિ પત્ની નાં પવિત્ર સંબંધ ભૂલી ને બહાર અવૈધ સંબંધો બાંધી ને પોતાને હોશિયાર ગણે છે આ માણસ"

"એટલે જ.... કુદરતનો કહેર થયો...

"સ્ત્રી પોતાનું સતીત્વ ભૂલી અને પુરુષ પોતાની મર્યાદા ભૂલયો"

"ઋષિ મુનિઓ થી ચાલી આવતી સંસ્કૃતિ ભૂલ્યો માણસ અને દેખાદેખી અને આડંબર નું જીવન જીવવા લાગ્યો"

"સાત્વિક ભોજન ભૂલી ને અખાધ પદાર્થો ખાઈ રહ્યો...

થાળીમાં ભોજન નો બગાડ કરીને અન્ન દેવતા નું અપમાન કરી રહ્યો"

"હે વત્સ તારાં સંતાનો ને તારી કદર થશે એવાં આશિર્વાદ આપું છું"

"આ બધી માણસો ની ભૂલો ને સુધારવા જ કુદરતને જાદુ કરવો પડ્યો "

જેથી...

"માણસ સાચી ભક્તિ કરશે અને પરિવાર માં રહેશે એ જ બચશે"

"ઘરમાં રહીને નામ સ્મરણ કરે અને વ્યસનોથી દૂર રહીને આ માનવ દેહને સાચવશે એ જ બચશે "

આટલો મારો સંદેશો પહોંચાડી દેજે વત્સ

હજુ સમય છે માણસ પાસે કે હાલની મહામારી અને આનાથી પણ હજુ ભયંકર મહામારી થી બચવા માણસ હજુ પણ પોતાના આચાર અને વિચારો અને વર્તન સુધારી લે નહીં તો સર્વનાશ જ છે...

જો આ કુદરતના જાદુ થી સમજી જાય તો..

કાનજીભાઈ હાથ જોડીને સારું પ્રભુ..

મંગુ બહેન ઊઠો આ શું પ્રભુ.. પ્રભુ કરો છો???

આજે તો તમે મોડા પડ્યા ઉઠવામાં..

કાનજીભાઈ એ બેઠાં થઈને મંગુબહેન ને બધી વાત કરી અને પછી દાતણ કર્યું...

ચા પી નિત્યક્રમ પતાવી ને ગામનાં મુખી ને જઈને આ સ્વપ્ન વિશે વાત કરી...

મુખી એ પણ આ વાત યોગ્ય લાગતાં ગામમાં બધાને જાણ થાય એ માટે એક માણસ ને ઘરે ઘરે કહેવા મોકલ્યો...

આમ આ કુદરતનો જાદુ એ અજબ જાદુ છે જે સમજવો અઘરો છે પણ માણસ જાતનાં ભલા માટે છે ......


Rate this content
Log in

Similar gujarati story from Drama